ભાજપે ખેડામાં કોંગ્રેસની વધુ બે વિકેટ કેવી રીતે લીધી
કોંગ્રેસ એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રણનિતિ બનાવી રહી છે,,તો બીજી તરફ ભાજપ તેની રણનીતિ અમલી બને તે પહેલા જ તેમના સૈનિકોને પોતાના ત્યા ભરતી કરી રહી છે, છોટા ઉદેપુર બાદ
ભાજપે મધ્ય ગુજરાતના મહત્વપુર્ણ જિલ્લો એવો ખેડા જિલ્લા પ્રમુખ અને એક પુર્વ ધારાસભ્યને 11મીએ કમલમ ઉપર જોડવાની રણનિતિ બનાવી દીધી છે, ત્યારે આ બન્ને નેતાઓએ હાલ પોતાના રાજીનામા
કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલી આપ્યો છે,
ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઇ ઝાલા અને મહેમદાવાદના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ગૌતમ પરમારે કોંગ્રેસ હાઇ કમાન્ડને રાજીનામું મોકલી આપ્યુ છે, જેમાં તેઓ કોઇ પણ વિવાદીત ટિપ્પણી કરવાના બદલે સીધા
પ્રાથમિક સદસ્યત તરીકે રાજીનામુ આપી દીધુ છે, સુત્રોની વાત માનીએ તો આ બન્ને નેતાઓ પોતાના સમર્થકો સાથે 11મીએ ગાંધીનગર કમલમમાં જઇને ભાજપનો કેસરિયો ધારણ કરશે, આમાં કોંગ્રેસ માટે હાલ એક જોડે ત્યા તેર તુટે જેવી સ્થિતિ સર્જાઇ છે, કારણ કે અત્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યને બચાવે કે સંગઠનના હોદ્દેદારોને તે તેના માટે એક સવાલ છે,
ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ