મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્યોને તોડવામાં ગુજરાત ભાજપના કયા મોટા નેતાની ભુમિકા હોવાની ચાલી રહી છે ચર્ચા !
ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી
ચંદ્રકાંત પાટીલે સમગ્ર ઓપરેશનમાં મુખ્ય ભુમિકા ભજવી હોવાની ચર્ચા
કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !
મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનાની સરકાર સામે ગ્રહણ ઉભો થયો છે,,અને શિવસેનાના 17થી વધુ ધારાસભ્યો ગુજરાતના સુરત આવી ગયા છે,,તેનાથી લાગે છે હવે મહારાષ્ટ્રમાં સયુક્ત સરકાર સામે સંકટ ઉભો થયો છે,પણ સુત્રોની માનીએ તો મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને તોડવા માટે ગુજરાત ભાજપના મોટા ગજાના નેતાનુ ભુમિકા મહત્વપુર્ણ છે, સમગ્ર ગહન ઓપરેશન છેલ્લા બે મહિનાથી ચાલતી હોવાનુ સુત્રો ઉમેરી રહ્યા છે,,
મહારાષ્ટ્ર શિવસેના ઉંઘતી રહી અને તેના 17થી વધુ ધારાસભ્યો તુટીને સુરત આવતા રહ્યા,હવે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સયુક્ત સરકાર સામે સંકટ છે, આમ તો મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હોવા છતા તેની સરકાર ન હોવાની પીડા મહારાષ્ટ્ર બીજેપીના નેતાઓથી માંડી દિલ્હી સુધીના નેતાઓને હતી, જે રીતે રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરીને ભાજપને
સમર્થન આપ્યો હતો ત્યારથી જ મુશ્કેલીની વાદળો મહારાષ્ટ્રની સયુક્ત સરકાર ઉપર છવાઇ ગયા હતા,,તેમાંય વિધાન પરિષદમાં જે રીતે નંબરો ન હોવા છતાં બીજેપીના પાચેય ઉમેદવારો જીતી ગયા ત્યારે સાબિત થયુ કે
હવે શિવસેનામાં ભંગાણ નિશ્ચિત છે, એકનાથ શિંદે અત્યારે સુરતમાં પોતાના સમર્થક ધારાસભ્યો સાથે છે,,
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
સુત્રોની માની એ તો ઉધ્ધવ ઠાકરેની સરકાર એટલા માટે તોડવામાં આવી રહી છે કે તેના મુળમાં છે ટેપ કાંડ, જેની ચાર્જશિટ 25મી જુને થાવાની છે, જેમાં દેવેન્દ્ર ફડનવીશનુ પણ નામ છે,,સાથે કેટલાક અધિકારીઓ પણતેમના સીધી રીતે ફસાઇ શકે છે, એટલે જ આ સમગ્ર ઓપરેશન કરવામા આવ્યા હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે,તે સિવાય જ્યારે 2019માં મહા અધાડી સરકાર બની રહી હતી ત્યારે ઉધ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેનેસીએમ બનાવવા માટે વિચાર મુક્યો હતો, ત્યારે શરદ પવારના કહેવાથી એકનાથ સિંદેના બદલે ઉધ્ધવ ઠાકરે સીએમ બન્યા હતા, તેના પછી કહેવાય છે કે એકનાથ શિંદેને વિધાયક દળના નેતા તરીકે મુકી દેવાયા હતા,પણ પક્ષમાં તેમનુ મહત્વ ઘટતુ ગયું અને તેઓ દુખી થતા ગયા, એ જ અરસામાં એકનાથ સિંદેએ ગુજરાતના એક ભાજપના નેતાના સંપર્કમા આવ્યા, આ નેતાએ એકનાથ શિંદે સાથે બેઠક કરીને સમગ્ર સ્ક્રીપ્ટ લખી નથી એવુ નથી કે એકનાથ સિંદે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપ નેતાઓ સાથે વાત કરી શકતા ન હતા, પણ મહારાષ્ટ્રમા આ કરવુ અઘરુ હતું.જેથી તેઓ વાયા ગુજરાત ભાજપ સાથે સેટિંગ કરવાનુ નિર્યણ કર્યુ.
સમગ્ર ઓપરેશન સુપેરે પાડ પડે તેના માટે ડીઝાઇન બનાવવામાં આવી,,એકનાથ સિંદેને ભરોસો આપવામા આવ્યો,,અને તેમના ધારાસભ્યોને સેફ પેસેજ સાથે તેમને સુરત પહોચાડવાની વ્યવસ્થા કરાવાઈ, એટલે કે
ઉધ્ધવ સરકાર જાગે તે પહેલા ઓપરેશન પુરુ થઇ ગયુ હતુ,
મહેમાન માટે રહેવાની વ્યવસ્થા તો કરવી પડે- સી આર પાટીલ
આ આંગે જ્યારે આ અંગે સી આર પાટીલને જ્યારે એક પત્રકારે પુછ્યુ કે તમે અત્યારે ગુજરાત છોડીને મુંબઇમાં કેમ છો,,તો તેઓએ કહ્યુ કે અંગત કામથી આવ્યો છુ, સાથે તેઓએ કહ્યુ કે શિવસેનાના લોકો તેમને છોડીને જાય તો આમાં ભાજપનીકોઇ ભુમિકા નથી, અને જ્યારે તેમને એ પુછવામાં આવ્યુ કે તેઓ સુરત જ કેમ ગયા, તો તેમને કહ્યુ કે અમારા ત્યા મહેમાનો આવે તો તેમના રહેવા જમવાની વ્યવસ્થા તો કરવી પડે,, મહત્વની વાત એ છે કે વહેલી સવારેઆ નેતા પરત સુરતથી અમદાવાદ પણ આવતા રહ્યા,,,અને એક એક પળની માહિતી હાઇકમાન્ડને આપી પણ દીધુ,, આમ આ નેતા વડા પ્રધાન નરેન્દ્રમોદીના નજીક તો છે, પણ ગુજરાતમાં પણ મહત્વપુર્ણ પદ ઉપર છે,
કેન્દ્રીય પ્રધાન ડો ભાગવત કરાડ સીઆર પાટીલને ગાંધીનગરમા મળ્યા
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડે ગુજરાતમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોચ્યા હતા,ત્યારે આ કાર્યક્રમ પતાવીને તેઓ સીધા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસ સ્થાને
પહોચ્યા છે, અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ ઉપર ચર્ચા કરી રહ્યા છે, ત્યારે તેમનુ યોગ દિવસના દિને ગુજરાત આવવુ અને અત્યારે મહારાષ્ટ્રમાં ગુજરાત ના નેતાની ભુમિકા હોવુ એ અનેક સંકેતો આપે છે,જે બતાવે છે કે
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર ગુજરાતના રસ્તે બનશે,