લાઈફ સ્ટાઇલ
Holi Recipe 2022 : હોળીના તહેવાર પર ઘરે આવેલા મહેમાનો માટે બનાવો આ ખાસ જલેબી મહેમાનો પણ આંગળા ચાટત રહી જશે
હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હોળી એ રંગોનો તહેવાર છે, તેથી આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવે છે અને ઘરે આવેલા મહેમાનોને વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ ખવડાવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે બટાકાની જલેબી બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ. તેનો સ્વાદ લાજવાબ હોવાની સાથે-સાથ જ ટેસ્ટી પણ છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત…
જલેબી બનાવવા માટેની સામગ્રી
– 250 ગ્રામ બટાકા
– 50 ગ્રામ આરારૂટ
– 1 કપ દૂધ
– 250 ગ્રામ ખાંડ
– 1 ચપટી કેસર
– ઘી
જલેબી બનાવવાની રીત
સૌથી પહેલા પાણીમાં ખાંડ અને કેસર ઉમેરીને એક તારની ચાસણી બનાવી લો. હવે બટાકાને બાફી લો. બટાકા બફાઇ જાય એટલે તેની છાલ ઉતારી મિક્સરમાં વાટી લો. તેમાં આરારૂટ પણ મિક્સ કરી દો. થોડું દૂધ મિક્સ કરીને જલેબીનું ઘાટ્ટું ખીરું તૈયાર કરી લો.
જલેબીનું ખીરું એક પાતળા કપડાંમાં અથવા પ્લાસ્ટિકની બેગમાં ભરી લો. પછી તેમાં નાનકડું કાણું કરી લો જેથી જલેબી બનાવી શકાય. હવે ઘી ગરમ કરી જલેબીના ખીરામાંથી ગોળ-ગોળ જલેબી બનાવીને તળી લો. પછી તેને ચાસણીમાં નાખો.
જ્યારે જલેબી ચાસણી પી લે તો તેને કાઢીને ગરમ-ગરમ સર્વ કરો. તો તૈયાર છે બટાકાની ટેસ્ટી જલેબી