ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ઋષિવંશી ફાઉન્ડેશન દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી ભાવભેર કરવામાં આવી. યુનિવર્સિટીના કોન્ફરન્સ હૉલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સભ્યો તેમજ યુનિવર્સિટીના સ્ટાફ સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
સગર્ભા મહિલાઓના ગર્ભસંસ્કાર થકી તેજસ્વી સંતાનના જન્મ અને તેજસ્વી બાળક થકી તેજસ્વી ભારતના નિર્માણના આગવા ખ્યાલ સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરાવી છે. વર્તમાન સમયમાં વડાપ્રધાન મોદીજી સમગ્ર દેશ સાથે દુનિયામાં પણ પોતાના નેતૃત્વનો પ્રભાવ પાથરી ચૂક્યા છે ત્યારે મોદીજી જેવા તેજસ્વી સંતાનને જન્મ આપનારી માતાના જન્મદિવસની ઉજવણી તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે જ થવી જોઈએ એવી ભાવના ઋષિવંશી ફાઉન્ડેશનના સ્થાપક તેમજ ભાજપ બક્ષીપંચ મોરચા સામાજિક સંકલન સેલના પ્રદેશ કન્વિનર હેમરાજભાઈ પાડલિયાએ વ્યક્ત કરી હતી. જેને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ સહર્ષ વધાવી લીધી અને શનિવારે બપોરે યુનિવર્સિટીના કોન્ફરન્સ હૉલમાં પૂજ્ય હીરાબાના જન્મ દિવસની ઉજવણી કરાઈ. જેમાં માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ તેમજ ઋષિવંશી ફાઉન્ડેશનના હેમરાજભાઈ પાડલિયાએ કેટ કટિંગ કર્યું. જ્યારે ફાઉન્ડેશનના ધવલભાઈ પાડલિયા, અન્ય હોદ્દેદારો, યુનિવર્સિટી સ્ટાફે પ્રાર્થના અને ગીત સાથે હીરાબાના સ્વસ્થ દીર્ધાયુની કામના કરી. આ અવસરે ઋષિવંશી ફાઉન્ડેશન દ્વારા યુનિવર્સિટીના તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં આવતી સગર્ભા બહેનો-માતાઓના પોષણ માટે ફળો પણ આપવામાં આવ્યાં. ઋષિવંશી ફાઉન્ડેશનના હોદ્દેદારોનું માનનીય કુલપતિએ પુસ્તકથી સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત ચિલ્ડ્રેન યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ જનરલનો ચાર્જ ડો હર્ષદ પટેલને સોપાયો