કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ
રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે તેમના જ સાથી કાર્યકર્તા અને તાલુકા પંચાયતના પુર્વ સભ્ય સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યા છે, ત્યારે આરોપોમાં તથ્ય છે કે તેમના રાજકીય વિરોધીઓએ સોપારી ફોડી છે,,અને જેથી તેમને રાજકીય રીતે મહત્તમ નુકશાન થાય,,સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અર્જુન સિહ અને મહિલા સભ્ય સાથેના અંગત સબંધોને લઇને જીણવટ ભરી તપાસ કરવા માટે સુચના અપાઇ છે, અને જો સમગ્ર ઘટનામાં સત્ય જણાશે તો અર્જુન સિહ ચૌહાણની ખુર્સી પણ જઇ શકે છે,, પણ સુત્રો કહે છે કે જેવી રીતે ગજેન્દ્ર સિહને સાચવી લેવાયા છે એવી રીતે અર્જુન સિહને પણ બચાવી લેવાશે, જો અર્જુન સિહ જેવા ઠાકોર નેતા સામે પગલા લેવાય તો ભાજપને મધ્ય ગુજરાતમાં નુકશાન થઇ શકે છે,
રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે ખેડા જિલ્લાના હળદરવાસના પુર્વ સરપંચ હિતેષ પટેલે ગંભીર આરોપ લગાવીને પાચ પાનાનો પત્ર પીએમથી માંડી મોહન ભાગવત સુધી મોકલી દીધો છે,, હિતેષ પટેલના પત્ર મુજબ તેમની અર્ધાગ્નિ ઉપર છેલ્લા પાચ વરસથી અર્જુન સિહ શારીરિક શોષણ કરતા અને સાથે સાથે ટોચના નેતાઓને સહવાસ માટે મોકલતા અને શારીરિક શોષણ કરાવતા હતા, જેની ફરિયાદ ખેડા જિલ્લા એસપીને કરાઇ છે,જેમાં કલમ 376 એટલે કે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવા માટે અરજી કરી છે,જેની સાથે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી જવા પામ્યો છે,જેની ગંભીર નોધ પીએમઓએ પણ લીધી છે,, આ બબાતે રાજ્ય સરકારે તપાસ શરુ કરી દીધી છે, પોલીસના સુત્રો જણાવ્યા મુજબ અર્જુન સિહ સામે લાગેલા આરોપો બાબતે કેટલુ તથ્ય છે, તેની સઘન તપાસ કરવાની સૂચના અપાઇ છે, અર્જુન સિહ અને પુર્વ સરંપચની પત્ની વચ્ચેની ટેલિફોનિક વાત ચિત, ઓડિયો ક્લીપ અને વિડીયો ક્લીપની તથ્યતા બબાતે તપાસ શરુ થઇ છે, સાથે સાથે મધ્ય ગુજરાતમાં આર એસ એસના ચુસ્ત સ્વયમ સેવક અને પ્રખર હિન્દુત્વ વાદીની છાપ ધરાવતા અર્જુન સિહ ચૌહાણને તેમના રાજકીય વિરોધીઓએ બદનામ કરવાના ઇરાદાથી કોઇ મોટુ ષડયંત્ર રચ્યુ છે કે કેમ તેને લઇને પણ તપાસ તેજ કરી દેવાઇ છે, કારણ કે અર્જુન સિહ ચૌહાણ પ્રથમ વખત વર્ષ 2017માં મહેમદાવાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની તેમને જવાબદારી સોપાઇ હતી, એ દરમિયાન જ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થતા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબીનેટ પ્રધાન તરીકે સ્થાન પામ્યા જેની સાથે જ મધ્ય ગુજરાતની રાજનીતિમાં અર્જુન સિહ ડંકો વાગવા લગ્યો,તેઓ પોતાના વિસ્તારમાં પ્રભાવ પાથરવાની શરુઆત કરી,, અને પોતાનો જુથ મજબુત કરવાનો પ્રયાસ કર્યો, પુર્વ સરંપચની પત્નીને મોટા રાજનેતા બનાવવાનો સ્વપ્ન બતાવ્યું અને તેમને વર્ષ 2016માં તાલુકા પંચાયતની સીટ પણ આપી, 2021 સુધી તેઓ સભ્ય રહ્યા એ દરમિયાન અલગ અલગ બેઠકોના નામે તેમની સાથે દુષ્કર્મ કર્યો હોવાના આરોપો હિતેષ પટેલે લગાવ્યા છે, આ તમામ આરોપોને તથ્યતા તપાસવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને ખાસ સુચના અપાઇ છે,
ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે હિમ્મત નગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ની ગેર હાજરી આખે ઉડીને વળગે તેવી હતી, સમગ્ર કાર્યક્રમમાં રાજકીય નેતાઓથી લઇને કાર્યકર્તાઓમાં ચર્ચા હતી કે અર્જુન સિહ ગાયબ કેમ છે, સાથે સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના દલિત યુવતી ઉપર બળાત્કારના આરોપોનો સામનો કરનાર ગજેન્દ્ર સિહ ને પણ વડા પ્રધાનના કાર્યક્રમથી દુર રખાયા હતા, જેની ચર્ચા પણ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઇ રહી છે, વડા પ્રધાનના કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સહકાર પ્રધાન જગદીશ પંચાલ , પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉપરાંત સ્થાનિક ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા સાંસદ દિપ સિહ રાઠોડ ઉપરાંત શંકર ચૌધરી જેવા આગેવાનોને પણ સ્ટેજ ઉપર સ્થાન અપાયુ હતું,
ત્યારે હવે ભાજપમાં ચર્ચા શરુ થઇ ગઇ છે કે અર્જુન સિહ અને ગજેન્દ્ર સિહ જેવા દિગ્ગજ યુવા ઠાકોર નેતાઓને ટિકીટ મળશે કે કેમ તેને લઇને આશંકા વ્યક્ત થઇ રહી છે બન્ને પ્રથમ ધારાસભ્ય બન્યા,, પ્રધાન બન્યા, સાથે બન્ને ઠાકોર નેતાઓ છે,, મહત્વની વાત એ છે કે બન્ને ઉપર આરોપો પણ સમાન છે, ત્યારે રસપ્રદ વાત એ છે કે ગજેન્દ્ર સિહ સામે દલિત મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો તો અર્જુન સિહ સામે પાટીદાર મહિલાના પતિએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે,,ત્યારે સરકારે એક તરફ ગજેન્દ્ર સિહને બચાવી લેવાની ચર્ચા છે,, ત્યારે અર્જુન સિહને બચાવાશે કે પછી તેમનો ભોગ લેવાશે તે એક ચર્ચાનો વિષય છે, આ તમામ ધટના ક્રમમાં અર્જુન સિહ કોઇ ખુલાસો કે પ્રતિક્રીયા આપવાથી દુર રહ્યા છે,
કાઉન્સિલર હોવ કે કેબિનેટ પ્રધાન સંગઠન માટે કામ કરો નહી તો ઘરે બેસો-ભાજપે કેમ આપ્યા આવા સંકેતો
ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ