ઇન્ડિયા
યુક્રેન પર એક્શનમાં PM મોદી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી આજે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી શકે છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. જેના કારણે ત્યાંનું એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ભારતીય નાગરિકોને લેવા જઈ રહેલી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટને પણ પરત ફરવું પડ્યું હતું. જો કે કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પ્લાન-બી પર કામ શરૂ કરી દીધું છે.
ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો તરફથી જણાવાવમાં આવ્યું છે કે, મીટિંગમાં યુક્રેનથી ભારતીય નાગરિકોને સુરક્ષીત પરત લાવવા અન્ય વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી છે. તે સાથે જ સંકટના કારણે દેશના હિત પર થતા પ્રભાવની પણ સમીક્ષા કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીટિંગની સાથે આ સંકટના કારણે દેશના હિતો પર થનારા પ્રભાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. હકિકતમાં યુક્રેન અને રશિયા બંને સાથે ભારતની એક સમાન સામરિક અને કૂટનીતિના સંબંધો છે. ભારત બંને દેશો પાસેથી હથિયારોની ખરીદી કરે છે. આ સંજોગોમાં સંકટના કારણે દેશની રક્ષા ખરીદ પ્રભાવિત થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ સરકારે દરેક ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દે ડાયરેક્ટ અથવા ઈનડાયરેક્ટ રીતે જાહેરમાં નિવેદન આપવાની ના પાડી છે.
સરકારે કહ્યું છે કે તેના નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી, સરકારે યુક્રેનમાં હાજર ભારતીય નાગરિકો અને અહીં તેમના પરિવારોને તેમની શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજી તરફ કિવમાં ભારતીય રાજદૂતે પણ લડાઈને કારણે એમ્બેસી બંધ ન કરવાની જાહેરાત કરી છે.
ઈરાક યુદ્ધ વખતે પણ ભારતીયોને પરત લાવ્યા છીએ,
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું કે, સરકારે ઈરાક, કુવૈત જેવા સ્થળોથી પણ ભારતીયોને પરત લાવ્યા છે. વિદેશ મંત્રાલય યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત લગભગ 18,000 ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પગલાં લઈ રહ્યું છે. યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, તેથી પ્લાન-બી ચાલી રહી છે અને ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મુરલીધરને કહ્યું, મેં યુક્રેનમાં મલયાલી વિદ્યાર્થીઓ સાથે ફોન પર વાત કરી છે. યુક્રેનના દક્ષિણી પ્રદેશોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ અમને જણાવ્યું છે કે તેઓને ખોરાક, પાણી અને વીજળી મળી રહી છે. કેન્દ્ર સરકાર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે, તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગભરાવું જોઈએ નહીં.
સ્થિતિ ચિંતાજનક છે,પણ ઇન્ડિયન એમ્બેસીની ખાસ નજર
યુક્રેનમાં ભારતીય રાજદૂતે કહ્યું છે કે કિવમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે નહીં. તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. અમે આ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે મિશન મોડ પર કામ કરી રહ્યા છીએ. રાજદૂતે કહ્યું, પરિસ્થિતિ ખૂબ જ તંગ અને અનિશ્ચિત છે. આ અત્યંત ચિંતાજનક છે.
એરસ્પેસ બંધ છે, પણ રેલ્વે માર્ગનો પણ વિકલ્પ ; માર્ગો પણ ધ્વસ્ત
ભારતીય રાજદૂતે કહ્યું, “યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, રેલ્વે શિડ્યુલ સંપૂર્ણપણે અવ્યવસ્થિત છે અને રસ્તાઓ તૂટી ગયા છે.” હું અપીલ કરું છું કે, ભારતીય નાગરિક જ્યાં પણ હોય, શાંતિથી રહે અને ધીરજથી પરિસ્થિતિનો સામનો કરે. અમે વિદેશી ભારતીયોનો સંપર્ક કરી રહ્યા છીએ અને તેમને યુક્રેનમાં હાજર ભારતીય નાગરિકોને મદદ કરવા વિનંતી કરી રહ્યા છીએ.