અમદાવાદ
ગુજરાતમાં આપનું સંગઠન કેમ થયુ ભંગ – આ રહ્યા કારણો !
ગુજરાતમાં આપનું સંગઠન કેમ થયુ ભંગ – આ રહ્યા કારણો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનુ સમગ્ર રાજ્યનુ સંગઠન અચાનક ભંગ કરી દીધુ,,પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કારણ આપ્યુ કે અત્યારનુ સંગઠન વિચાર ધારાના પ્રચાર માટે હતું, જ્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપને હરાવવા માટેનું
સંગઠન જલ્દી બનાવાશુ,, પણ સુત્રોની માનીએ તો હાલના સંગઠનથી ન તો આપના વ્યુહરચનાકાર સંદીપ પાઠક અને ન તો અરવિંદ કેજરીવાલ સંતોષ હતો,, તે સિવાય પણ અનેક કારણો એવા હતા જેના કારણે માત્ર પ્રદેશ પ્રમુખને છોડીને
તમામ સંગઠનને વિસર્જિત કરી દેવાયું છે
ગુજરાતમાં ચૂંટણીને લઇને તમામ પક્ષોએ પોતાની તમામ રાજકીય તાકાત લગાવી રહ્યા છે,,તેવામાં ગુજરાત વિધાનસભામાં ચૂંટણીને આડે છ મહિનામાં બાકી હોય ત્યારે તમામના આશ્ચર્યની વચ્ચે આમ આદમી પાર્ટીએ વોર્ડ કક્ષાથી લઇને પ્રદેશ સુધીના
સંગઠનની નિમણુકોને રદ્દ કરી દીધી છે, આ તમામ વચ્ચે પ્રદેશ પ્રમુખનો હોદ્દો યથાવત રહેશે, આમ તો તર્ક અપાયો છે કે અત્યારનો જે સંગઠન હતું તે માત્ર આમ આદમી પાર્ટીના વિચારધારાને લોકો સુધી પહોચાડવાનુ હતું, આગામી સમયમાં
સત્તા પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે વિશાળ સંગઠનની રચના કરાશે,,તે સિવાય નવા લોકો જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે,,તેમને પણ જવાબદારીઓ અપાશે,, જેથી ચૂટણી સમય તેમનો મહત્તમ ઉપયોગ કરી શકાય,,
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !
પણ સુત્રોની માનીએ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય કન્વિનર અરંવિંદ કેજરીવાલ હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વ્યુહ રચનાકાર સંદીપ પાઠક ગુજરાતના સંગઠનની કામગીરીથી ભારે નારાજ હતા, અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના
જિલ્લા હોદ્દેદારોની કામગીરી પરિવર્તન યાત્રા અને તિરંગા દરમિયાન નબળી જોવા મળી, કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની ભાજપના હોદ્દેદારો સાથે સાંઠ ગાંઠની વાતો પણ સામે આવી છે, તે સિવાય સંગઠન આંતરિક વાતો પણ
સત્તા પક્ષ સુધી લીક પહોચાડવાની વાતો પણ સામે આવી છે,હોદ્દાઓ લેવા માટે પણ ચડસા- ચડસીની ઘટનાઓ બની છે,, તે સિવાય બુથ સ્તરની કામગીરીમાં પણ અનેક જિલ્લાઓમાં યોગ્ય રીતે થઇ ન હોવાની ફરિયાદો સામે આવી હતી,
સાથે અનેક નવા નેતાઓ પણ જોડાયા છે,,તેમની પાસે કોઇ હોદ્દો ન હોવાથી તેમને યોગ્ય રીતે કામ કરી શકતા નથી, સાથે તેમની પણ ડીમાન્ડ હતી કે પક્ષમાં તેમનુ માન સન્માન જળવાય તે પ્રમાણે તેમની જવાબદારી આપવામાં આવે..
આમ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યુ છે કે જુના માળખામાં જેઓ સારી કામગીરી કરી ચુક્યા છે, તેમને પાર્ટી યોગ્ય સ્થાન આપશે, સાથે પરફોરમંસના આધારે પણ હોદ્દો અપાશે, ત્યારે અનેક જુના જોગીઓ
આમાંથી કપાશે, સાથે વફાદારોની ટીમ બનાવવાની વાત કરાઇ છે,,જેઓ પાર્ટીને વફાદાર રહેશે તેમને સંગઠનમાં જગ્યા આપવાની રણનિતિ આમ આદમી પાર્ટીએ બનાવી છે,જેથી નવા સંગઠન થકી વિધાનસભા ઇલેક્શન દરમિયાન
જીતની રણનીતિ બનાવવા કવાયત આમ આદમી પાર્ટીની છે,ત્યારે જોવાનુ એ રહેશે કે નવુ માળખુ કેવી રહેશે તે જોવાનુ રહેશે,,
રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી