આરોગ્યકર્મચારીઓએ હડતાલ જારી રાખી સરકારને દેખાડ્યો ઠેંગો
જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓએ સરકારને ઠેગો બતાડીને પોતાનુ હડતાલ યથાવત રાખવાની જાહેરાત કરી છે, આરોગ્ય કર્મી સંઘના ગુજરાતના પ્રમુખ રણજીતસિહ મોરીએ જાહેરાત કરી છે કે 33 જિલ્લાના પ્રમુખો સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી, જેમાં રાજ્યના તમામ જિલ્લા પ્રમુખો અને સંકલન સમિતીએ કહ્યુ હતુ કે જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા જીઆર કરવામાં ન આવે ત્યાં સુધી આદોલન ચાલુ રાખવામાં આવે,,આ સરકાર વિશ્વાસને લાયક નથી, પહેલા પણ આવી રીતે ત્રણ વખત બાહેધરી આપી ચુક્યા છે, જેથી તેમને એક મહિનાની મુદ્દત ન આપી શકાય આમ બે દિવસ પહેલા સરકારના પ્રધાનોની કમિટી આરોગ્ય કર્મચારીઓની હડતાલને સમેટીને પોતાની પીઠ થાભળી હશે તેમને આરોગ્ચ કર્મીઓએ મોટો ઝટકો આપ્યો છે,
જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ છેલ્લા 22 દિવસથી હડતાલ ઉપર હતા,, તેમની હડતાલ સમેટવા પહેલા આરોગ્ય મંત્રી રુષિકેશ પટેલે મિટીંગ કરી હતી, પણ કોઇ નિવેડો ન આવતા હડતાલ ચાલુ રાખવામાં આવી હતી, તે પછી રાજ્યસરકારના પ્રધાનોની કમિટીએ સાથે આરોગ્યકર્મચારીઓના પ્રમુખ સહિત કેટલાક હોદ્દેદારોએ બેઠક કરી,, અને તેમાં સરકારે એક મહિનામાં તેમના તમામ પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી, પણ આ ખાતરી મૌખિક હતી, છતાં પ્રમુખ રણજીતસિહ મોરી અને તેમના સહયોગીઓ સરકારના પ્રધાનો પર ભરોસો મુકીને હડતાલ સમેટવાની જાહેરાત કરી હતી, પણ બાકીના જિલ્લા પ્રમુખોને આ વાત ગમી ન હતી,
પરિણામે ગાંધીનગરમાં આ વાતને લઇને બેઠક થઇ હતી, બેઠકમાં મોટા ભાગના જિલ્લા પ્રમુખોએ રોષ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ સરકાર ભરોસાને લાયક નથી, ભુતકાળમાં પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના કાર્યકાળ દરમિયાન આરોગ્ય કર્મચારીઓની હ઼ડતાલ પડી ત્યારે સરકારે તેમની માગંણીઓ બાબતે હકારાત્મક વલણ આપનાવવાની વાત કરી હતી પણ અમલ કર્યો ન હતો, જેથી આ વખતે પણ સરકારે લોલી પોપ આપ્યો છે, જેનો ભરોસો કરાય નહી, જ્યાર સુધી સરકાર જીઆર બહાર ન પાડે ત્યાર સુધી હડતાલ ચાલુ રાખવી પડે,,એક મહિના પછી ચૂંટણી આવશે જેનુ બહાનુ કહીને સરકાર આરોગ્ય કર્મચારીઓનું કોઇ વાત નહી માને,
બેઠકમાં મામલો ઉગ્ર બન્યો હતો, કેટલાક હોદ્દેદારો ધક્કામુકીનો ભોગ બન્યા હતા, પ્રમુખ રણજીત સિહ મોરી સામે પણ કેટલાક હોદ્દેદારોએ બળાપો કાઢ્યો હતો, આમ છેલ્લે સર્વ સર્વાનુમતે નક્કી થયુ કે હડતાળ જારી રહેશે,
સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડમાં નિમણુંકો માટે નાણાં લેવાયા હોવાનો કથિત ઓડિયો વાયરલ