ચિલ્ડ્રન યુનિવર્સીટી ના કુલપતિ તરીકે હર્ષદ પટેલે ચાર્જ સંભાળ્યો
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તથા જાણીતા કેળવણીકાર હર્ષદભાઈ શાહ શનિવારે ૧૮મી જૂને હોદ્દા પરથી નિવૃત્ત થયા. આ સાથે નવા ડાયરેક્ટર જનરલ તેમજ કુલપતિ તરીકે ડૉ. હર્ષદ પટેલે ચાર્જ સંભાળી લીધો છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તેમજ કુલપતિ હર્ષદભાઈ શાહની મુદ્દત શનિવારે પૂર્ણ થતી હોવાથી, રાજ્ય સરકાર દ્વારા નવા ડાયરેક્ટર જનરલ તેમજ કુલપતિ તરીકેનો વધારાનો ચાર્જ, ટીચર્સ યુનિવર્સિટીનાકુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે. તેમણે શનિવારે શાહ પાસેથી આ ચાર્જ સંભાળ્યો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પરિવાર દ્વારા નિવૃત્ત થતા કુલપતિશ્રીનો વિદાયમાન તેમજ નવા કુલપતિશ્રીનો સ્વાગત સમારોહ શનિવારે સાંજે યુનિવર્સિટી પરિસરમાં યોજવામાં આવ્યો. જેમાં માનનીય શ્રી હર્ષદભાઈ શાહ, કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિ તેમજ સમગ્ર યુનિવર્સિટી પરિવારે નવા કુલપતિ નું ભાવભેર સ્વાગત કર્યું. આ સાથે હર્ષદભાઈ શાહને ભાવભેર વિદાયમાન આપ્યું. સ્ટાફના સભ્યોએ માનનીય શાહસાહેબ સાથેના સંભારણા રજૂ કર્યા. આ પ્રસંગે કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિ સ્વાગત પ્રવચન સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પરિચય પણ આપ્યો. જ્યારે હર્ષદભાઈ શાહે વિદાય પ્રવચનમાં યુનિવર્સિટીની વિકાસગાથા રજૂ કરી. આ સાથે તેમણે જરૂર પડ્યે કાર્ય હંમેશા ઉપસ્થિત રહેવાની તત્પરતા પણ વ્યક્ત કરી. નવનિયુક્ત માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલે પ્રવચનમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વિકાસયાત્રાને વધુ ગતિથી આગળ લઈ જવાની નિષ્ઠા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સમય સાથે કાર્યશૈલી અને વ્યક્તિઓ, વ્યવસ્થાઓ બદલાતી રહે, પરંતુ ધ્યેય અચળ હોય છે અને તેને પામવા માટે સમયાંતરે જે વ્યવસ્થા જરૂરી હોય તે સર્જાતી હોય છે. સૌ સાથે મળીને યુનિવર્સિટીને નવી ઊંચાઈ પર લઈ જઈશું એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ઋષિવંશી ફાઉન્ડેશન દ્વારા પૂજ્ય હીરાબાના જન્મ દિવસની ઉજવણી
સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન