અમદાવાદ
હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !
હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં હદ વટાવી સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !
કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
વડા પ્રધાન નરેન્દ્રમોદીના વખાણ કરવામાં હાર્દીક પટેલે એવી તો હદ વટાવી કે તેણે દેશને અખંડ કરનારા સરદાર પટેલને ગુજરાતના લીડર ગણાવ્યા જ્યારે વડા પ્રધાનને દેશના નેતા ગણાવી દીધા, હાર્દીક પટેલના
આ પોસ્ટથી સોશિયલ મિડીયા યુઝર્સમાં રોષ ફાટી નિકળ્યો, અને તેઓએ હાર્દીકને ચાપલુસ ગણાવ્યા,,અને સવાલો કર્યા કે શુ આનાથી તેને ટિકીટ મળશે,
વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસ ઉપર રહ્યા,ત્યારે ભાજપના નેતાઓ વડા પ્રધાનના વખાણ કરે તે સ્વાભાવિક છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને અમિત શાહ માટે હમેશા ઘસાતુ બોલતા અને કાંચિડાની જેમ રંગ બદલવા માટે
ટેવાયેલા હાર્દીક પટેલ ભાજપમાં એન્ટ્રી થતા ની સાથે જ વેણ બદલ્યા છે, બીજેપી ગુજરાતના ફેસબુક પેજ ઉપર ગુજરાત ગૌરવ અભિયાન વડોદરાના કાર્યક્રમ દરમિયાન હાર્દીક પટેલે કોમેન્ટ બોક્સમાં લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભ ભાઇ પટેલ ગુજરાતનો અભિમાન છે
મોરારજી ભાઇ દેસાઇ ગુજરાતનુ સ્વાભિમાન છે, અને આપણા નરેન્દ્ર ભાઇ મોદી માત્ર ગુજરાત જ નહી પણ ભારતનુ ગૌરવ છે,
હાર્દીક પટેલે આટલુ લખ્યુ ત્યારે સોશિયલમ મિડિયા યુઝર્સે તેના રિમાન્ડ લઇ લીધા,,
હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે
એક યુઝર્સે લખ્યુ કે હવે આ બે દિવસનો કમળગટ્ટો મોદીની ભક્તિમાં ને ભક્તિમાં સરદાર વલ્લભ ભાઇ પટેલને ખાલી ગુજરાતનો અભિમાન અને નરેન્દ્રમોદીને ખાલી ગુજરાતનુ નહી પણ દેશનો ગૌરવ કહે છે,,આને હવે કયા શબ્દે નવાજવો એ ખબર નથી પડી,,
શૈલેષ પટેલ નામના યુઝર્સે કહ્યુ કે ભાઇ તમે તો ગાળુ ખાવાજ જન્મ્યા છો,, સોશિયલ મિડીયામાં તમને રોજ લાખો લોકો નકારે છે, તોય સમજાતુ નથી,
એક યુઝર્સે કહ્યુ કે 30 વર્ષથી તમારી જ સરકાર હતી જેમાં તમે તાજા તાજા સિપાહી બન્યા છો
ભાજપમાં ગયા એટલે વાહ વાહી કરવાની છે, તેમ પણ એક યુઝર્સે લખ્યો છે,
સચીન પટેલ નામના યુઝર્સે લખ્યો કે સીડી બોય એમ લખ કે કોંગ્રેસના રાજમા હિન્દુ મંદિરોની ઉપેક્ષા થતી હતી,, અને મોદીજીની સરકારમાં હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક પૌરાણિક મંદિરોનો ઉદ્ધાર કર્યો,,
હાર્દીક ભૈ તમને પેલુ આંદોલન યાદ છે ને પાછુ કરવુ કે નૈ,,,