અમદાવાદ
ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !
ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ જ્યારથી જન્નતનશી થયા છે,,ત્યારથી સમગ્ર કોંગ્રેસમાં તેમના સ્થાને શુન્યવકાશ છે, પણ વાત ગુજરાતની કરીએ તો અત્યારે
કોંગ્રેસમાં અનેક મુસ્લિમ નેતાઓ અહેમદ પટેલના શુન્યવકાશને ભરવાનો પ્રયત્ન કરીર રહ્યા છે,તેવામાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ લઘુમતિ સમાજ માટે
મસીહા સાબિત થઇ રહ્યા છે, ગુજરાતમાં મુસ્લિમ સમાજમાં સર્વ સમ્મત નેતા તરીકે ઉભરી આવ્યા છે,
કોંગ્રેસ અને ગુજરાતમાં ચાર દાયકા સુધી અહેમદ પટેલનો એક ચક્રીય શાસન રહ્યુ,ગુજરાત કોંગ્રેસ અને દેશમાં તેમનો પડ્યો બોલ ઝિલાતો હતો, કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ હોય કે
વડા પ્રધાન હોય,,કે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન, કે પ્રધાન મંડળ પસંદ કરવાની વાત હોય તો અહેમદ ભાઇ પટેલની સલાહ વગર નક્કી ન થાય,,પણ જ્યાર થી તેમનુ નિધન થયા બાદ
કોંગ્રેસને તેમની ખોટ સાલી રહી છે, જે દેશમાં કોંગ્રેસનો કોઇ નેતા અહેમદ પટેલની જગ્યા ભરી શક્યો નથી, જો કે ગુજરાતમાં સ્થિતિ અલગ છે, ગુજરાતમાં અહેમદ કાર્યકાળ દરમિયાન જ
મોહમદ પીરજાદા, ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલા, વજીર ખાન પઠાણ,શાહનવાઝ શેખ, પુર્વ ધારાસભ્ય ઇકબાલ શેખ, શહેજાદ ખાન પઠાણ, સમીર ખાન પઠાણ ,હાજી બાવા, બદરુદ્દીન શેખ,અને
પુર્વ ધારાસભ્ય ફારુખ શેખ જેવા નેતાઓનો ઉદય થયો,, કારણ કે ગ્યાસુદ્દીન શેખની કાર્યપધ્ધતીએ બીજા મુસ્લિમ નેતાઓ કરતા તેમને આગવી ઓળખ અપાવી છે,,
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
ગ્યાસુદ્દીન શેખની રાજકીય ગ્રાફ જોઇએ તો વર્ષ 2007માં પુર્વ પ્રદેશ પ્રમુખ ભરત સિહ સોલંકીના કાર્યકાળ દરમિયાન તેમને ભાજપ સરકારના ઉર્જા પ્રધાન અને સિનિયર નેતા કૌશિક પટેલની સામે
શાહપુર વિધાનસભાની ટિકીટ મળી,, અને તેઓએ કૌશિક પટેલ જેવા સિનિયર નેતાને હરાવીને અપસેટ સર્જ્યો,
વર્ષ 2012માં નવુ સિમાંકન થતા દરિયાપુર શાહપુર સીટ બની,,તેઓએ ગુજરાત સરકારના પુર્વ મંત્રી અને ઓબીસી નેતા ભરત બારોટને ભોય ભેગા કરી દીધા,,
વર્ષ 2017માં તેમણે ફરીવાર ભરત બારોટ ને ઠેરાણે પાડી દીધા,, આમ તેઓએ દરિયા પુર શાહપુર વિધાનસભાને કોંગ્રેસનો ગઢ બનાવી દીધો,,
હવે 2022માં કોંગ્રેસ દ્વારા તેમની ટીકીટ ફાઇનલ માનવામાં આવે છે, અને તેમની પણ જીત પણ નિશ્ચિત છે તેમ તેમના સમર્થકોનો દાવો છે,
3 ટર્મથી આ સીટ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગઇ છે, ગ્યાસુદ્દીન શેખ સામે ભાજપ જીત અપાવી શકે તેવો મજબુત ઉમેદવાર હજુ સુધી ભાજપને મળ્યો નથી,
ગ્યાસુદ્દીન શેખના જીતનુ રહસ્ય
ગ્યાસુદ્દીન શેખનો સરળ અને મૃદુ સ્વભાવ,લાગણીશિલ,ઉદારતા,,ભેદભાવ વગર મદદરુપ થવાની ભાવના, જાતિ ધર્મના ભેદ વગર સબકા સાથ સબકા વિકાસની ભાવના તેમની જીતનુ
રહસ્ય છે,, જેઓ માત્ર લઘુમતિઓના નહી પણ સર્વ સમાજના નેતા બન્યા છે,જેના પરિણામે તેમને માત્ર લધુમતિ સમાજ જ નહી, પણ હિન્દુ ધર્મના લોકો પણ તેમની પ્રશંસા પણ કરે છે
અને તેમની મત પેટી છલકાવી તેમની જીત નિશ્ચિત કરે છે, તેમના માત્ર મુસ્લિમ ધર્મ ગુરુઓ જ નહી પણ હિન્દુ , જૈન,ક્રિશ્ચિયન સહિત તમામ વર્ગના ધાર્મિક વડાઓ સાથે પારિવારીક સંબધ છે
સમય આવ્યે તેમને આર્થિક અને સમાજિક રીતે મદદ રુપ થતા હોય છે,
ભાજપની ચિન્તન શિબિરમાં જાડેજા,ઠાકોર અને હુંબલની એન્ટ્રી શા માટે !
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
દરિયાપુર શાહપુર વિધાનસભા વિસ્તાર એ સંવેદનશિલ વિસ્તાર છે, અહી કોમી તોફાનો થવા એ સમાન્ય બાબત છે, ત્યારે તેઓ તટસ્થ રહીને તેઓ વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પ્રયાસ કરે છે
અસમાજિક તત્વો સાથે ભાગ બટાઇ કરવાના બદલે તેમની સામે બાથ ભીડે છે, આવા અમસાજિક તત્વોને ઝેર કરવા માટે તેઓ સરકારમાં રજુઆત કરીને પગલા લેવડાવે છે,,અત્યારે ગૃહ રાજ્ય
પ્રધાન હર્ષ સંધવીના ચાર્જ સંભાળ્યા બાદ ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયુ છે ત્યારે મહત્વની વાત છે કે ગ્યાસુદ્દીન શેખ દ્વારા દસ વરસ પહેલા ગુજરાત વિધાનસભામાં એમડી ડ્રગ્સ અમદાવાદ
શહેરમાં વેચાતુ હોવાની ચિન્તા વ્યક્ત કરી હતી આવા તત્વો સામે તાત્કલિક પગલા લેવામાં આવે તેવી માંગ કરતા આવ્યા છે, ગુજરાતનુ યુવા ધન બર્બાદ ન થાય તે માટે સતત તેઓ ચિંતા કરતા હોય છે,
ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી
કોરાનાકાળ જેવી કપરી પરિસ્થિતીમાં તેઓએ કોરોનાની સારવાર કે વેક્સીનેશન માટે ન માનતા લધુમતિ સમાજને મનાવવામાં મોટી ભુમિકા ભજવી, વીએસ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલમાં ગરીબ
દર્દીઓની સારવાર માટે પણ તેઓ રાજ્ય સરકાર સામે ઝઝુમતા રહ્યા છે,સમગ્ર રાજ્યમાં લધુમતીના વિવિધના પ્રશ્નો,તેમના ઉત્પિડન, તેમના શોષણ,તેમને થતા અન્યાયને લઇને ગ્યાસુદ્દીન શેખ હમેશા
અગ્રેસર રહેતા હોય છે, લવ જેહાદ, એનઆરસી સીએએ, તીન તલાક જેવા મુદ્દાઓ ઉપર તેઓ ખુલીને મુસ્લિમ સમાજનો અવાજ બન્યા છે,અને દેશના સંવિધાનની વાત કરતા રહ્યા છે, હાલમાં જ તેઓએ
ભેંસાના ગેરકાયદે કતલને લઇને લધુમતીઓને દબાવવાના સરકારના પ્રયાસ સામે અવાજ ઉઠાવ્યો છે,,તેમની સાથે ઇમરાન ખેડાવાલા અને મોહંમદ પીરજાદા જેવા સિનિયર ધારાસભ્યો પણ સાથે રહી ડીજીપીને રજુઆત કરી છે