ગુજરાત
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન
..
ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર મંજુલા સુબ્રમણ્યમનું નિધન થયું છે તેઓએ બરોડા ખાતે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા ત્યારે નોંધનીય બાબત તો એ છે કે તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા તેઓની આઈ એ એસ તરીકે કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 1972માં સિવિલ સર્વિસમાં જોડાયા હતા.તેઓએ સરકારના વિવિધ ભાગોમાં કામ કર્યા બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમ્યાન વર્ષ 2008માં ગુજરાતના મુખ્ય સચિવ બન્યા હતા તેમને નિવૃત થયા બાદ પણ રાજય સરકારે તેમની કામગીરી ની કદર કરીને વિજિલન્સમાં જવાબદારી સોંપી હતી.ત્યારે તેમના નિધનને લઇ અધિકારીઓ સહીત રાજય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.