અમદાવાદ
ગુજરાતની દિકરી લંડનમાં લડી રહી છે ચૂંટણી
ગુજરાતની દિકરી લંડનમાં લડી રહી છે ચૂંટણી
થોડા સમય પહેલા જ યુ કેના વડા પ્રધાન બોરિશ જોનસન ભારતના પ્રવાસે હતા,ત્યારે યુનાઇટેડ કિંગડમના શહેર લંડનમાં યોજાનારી
સ્થાનિક ચૂંટણીમાં ગુજરાતની દિકરીએ ઝંપલાવ્યુ છે, અને 5મી મે ના દિવસે ત્યાં ઇલેક્શન છે, જેને લઇને ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે
લંડનમાં લોકલ ઇલેકશન
લંડનમાં લોકલ કાઉન્સિલની ચૂંટણી માટે ત્રિપાખીયો જંગ ચાલી રહ્યુ છે,,જેમાં કન્ઝરવેટીવ, લેબર અને ગ્રીન પાર્ટી વચ્ચે પ્રચાર યુધ્ધ જામ્યો છે
અહી કુલ બેઠકો 75 છે, જે પેકી અલગ અલગ પાર્ટીથી 57 જેટલા ભારતિયો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે,,ત્યારે મુળ સુરતની હેતલ ઉપાધ્યાય
કટારીયાએ નસીબ આજમાવી રહ્યા છે, હેતલ ઉપાધ્યાય અભ્યાસ અર્થે વર્ષ 2006માં લંડન પહોચ્યા હતા, જ્યાં તેઓએ એમએસસી ઇન્ટનેશનલ
ફાયનાંસનો અભ્યાસ કર્યો અને પોતાની કંસ્ટ્રક્શન કંપની શરુ કરી,, તેઓએ બિઝનેશની સાથે સાથે સમાજીક સેવાઓ અને ધાર્મિક સેવાઓ સક્રીય
ભુમિકા ભજવી,સાથે સાથે તેઓ વર્ષ 2012માં શિવયોગ નામની સંસ્થા સાથે જોડાયા તેઓ રાજકીય રીતે પણ સક્રીય થયા
ચૂટણીની છે ખાસ પેટર્ન
આ વખતે કન્ઝરવેટી પાર્ટીએ તેમને હંસ્લો સેન્ટ્રલ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, આ વિસ્તારમાં 7500 મતદારો છે, અંદાજીત
2500 મતદારોએ એક કાઉન્સિલ બનતો હોય છે, દરેક વ્યક્તિને 3 મત આપવાના હોય છે, આ વિસ્તારમાં ભારતિયોનો પ્રભાવ છે, મોટા ભાગે માઇગ્રેટ અને ભાડુઆતોની સંખ્યા અહી
વધુ છે, અહી ભારતની જેમ સ્થાનિક ઉમેદવારનો આગ્રહ રાખવામાં આવે છે,,તેમની સામે લેબર પાર્ટી અને ગ્રીન પાર્ટીના ઉમેદવારો પણ
મૈદાનમાં છે,, આ બેઠક ઉપર 12 વરસથી લેબર પાર્ટીનો પ્રભુત્વ રહ્યુ છે,,ત્યારે આ વખતે સ્થિતિ બદલાઇ શકે છે, જો કે આ વખતે હેતલ
ઉપાધ્યાય ડોર ટુ ડોર સંપર્ક કરી પોતાનો વિસ્તારના વિકાસ માટે ચાર વરસનો પ્લાન બતાવી રહ્યા છે,,સમજાવી રહ્યા છે, અહીની ભાષામાં તેને
પ્લેચીસ પ્લાન કહેવાય છે,
લોકલ કાઉન્સિલ ઇલેક્શનની જવાબદારી શું
અહી લોકલ કાઉન્સિલને
વિસ્તારના વિકાસ, પ્રાથમિક સુવિધાઓ,ટ્રાફિકની સમસ્યા
પાર્કિંગની સમસ્યા,વસ્તીની સમસ્યા,,
પ્લાનિંગ પરમીશન, પર્યાવરણ વિગેરેના કામ જોવાનુ હોય છે,
પાચમીએ મતદાન અને છઠ્ઠીએ પરિણામ
લોકલ કાઉન્સિલની ચૂટણી પાંચ મેના દિવસે સવારે 7થી 10 વાગ્યા સુધીનો હોય છે,,
અહી ઓન લાઇન અને પોસ્ટલથી પણ મત આપી શકાય છે, જ્યારે રાત્રે 9.30 મતગણતરી શરુ થાય છે,
આમ તો એશિયન લોકો લેબર પાર્ટીને પસંદ કરે છે,,પણ થોડા સમયથી ભારતિયોમાં કન્ઝરવેટીવ પાર્ટી
લોકપ્રિય બની રહી છે લંડનના પીએમ બોરિશ જોહ્નસન કન્ઝરવેટી પાર્ટીના છે, તેઓ ગુજરાત સહિત ભારતનો
પ્રવાસ કરી ગયા, અને ભારત સાથે આર્થિક અને રાજકીય સંબધો વધુ મજબુતાઇ આપી,,