અમદાવાદ

જીતુ ભાઇ વાધાણી બન્યા રણછોડ !

Published

on

 

 

 

 

અગ્રેજોને દેશમાં થી ઉખાડીને ફેકનારા એવા ગાંધી અને સરદારના ગુજરાતને દિલ્હીએ મોટો પકડકાર ફેક્યો છે, તમને બતાવી દઇએ કે આ પડકાર દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ
ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાધાણીને આપ્યો છે, તેઓએ કહ્યુ છે કે શિક્ષણને લઇને જો જાહેરમાં ચર્ચા કરવી હોય તો આવી જાવ મૈદાનમાં,,સમય અને સ્થળ તમારો રહેશે,,ત્યારે જીતુ ભાઇ વાધાણીએ પોતાના અંદાજમાં ગોળ ગોળ જવાબ આપ્યા, અને સિસોદીયાના  મૈદાનમાં આવવાના પડકારને ટાળ્યુ હતું,, અને જનતા જવાબ આપશે તેવી વાત કરી હતી

Advertisement

file photo 

બીજેપીના ટ્ટીટ સામે સિસોદિયાનો વળતો પ્રહાર
ગુજરાતમાં જેમ જેમ આમ આદમી પાર્ટી એક્ટીવ થઇ રહી છે,,તેમ તેમ તે ગુજરાતમાં ભાજપના નિશાના ઉપર આવી ગઇ છે, બુધવારે સાંજે ગુજરાત ભાજપે પાચથી વધુ ટ્રીટ કર્યા, જેમાં દિલ્હીના
શિક્ષણ મોડલ કઇ રીતે ફેલ છે, તેને લઇને સવાલો પુછ્યા,, જેમાં શિક્ષકોના ધરણા, ગેસ્ટ ટીચરને લઇને સવાલો ઉભા કર્યા હતા, પરિણામે મનિષ સિસોદીયાએ વળતો પ્રહાર કર્યો હતો
જેમાં તેઓએ ગુજરાતના શિક્ષણ પ્રધાનને ઓપન ચેલન્જ આપીને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેક્યો હતો, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ
પણ ગુજરાતના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીને ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ કરી છે. મનિષ સિસોદિયાએ ગુજરાતની સરકારી શાળામાં 28,212 શિક્ષકો અને આચાર્યોની
ઘટ, કૉલેજમાં 6903 પ્રોફેસર્સની ઘટ, 18,000 કલાસરૂમની ઘટ તેમજ 6000 સરકારી શાળાઓ બંધ થઈ ચૂક્યા અંગેની ટ્વીટ કર્યું હતું.

Advertisement

 

 

 

Advertisement

સિસોદિયાના પડકારનો જીતુ ભાઇનો જવાબ

રાજ્યની ભારતિય જનતા પાર્ટીની સરકાર સતત શાષનમાં છે, અને ગુજરાતમાં તમામ લોકસભાની સીટો ભાજપની જીતી છે,,સત્તાના મદમાં જેલોકો આવ્યા છે, અમે જનતાની જવાબદારી સ્વિકારીએ છીએ

ઝુઠ બોલીને કોઇ એક વાર કે બે વાર ચૂટણી જીતી શકે પણ અમે છ છ વાર ચુટણી જીત્યા છે,

રાજ્યની સરકાર 33 હજાર સ્કૂુલો ધરાવે છે,, 1054 સ્કૂલો તેમની પાસે છે તે પૈકી 54 સ્કુલો સ્માર્ટ છે,

આવનારા દિવસોમાં 40 હજારમાંથી હાઇસ્કુલ સાથે છથી આઠ વરસમાં 20 હજાર સ્કુલો સ્માર્ટ સ્કુલ બનાવીશ, 70 લાખ વિદ્યાર્થીઓ છે, કેટલાક રાજ્યો પાસે 15 લાખ વિદ્યાર્થી છે, સરખામણી કરતા જનતા જનાર્નદની સેવા કરવી જોઇએ

Advertisement

મૈદાનની આવવાની તમામને છુટ,, જનતા જનાર્દન જેને સ્વીકારે, અમને વિશ્વાસ છે કે જનતા જનાર્દન અમને ચૂટશે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બ્યુંગલ વાગી ચુક્યુ છે,, વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાતના ગઢને તોડવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રીય થઇ છે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય કન્વિનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન 2 એપ્રિલે અમદાવાદના પુર્વ વિસ્તારમાં રોડશો યોજી ભાજપની વોટ બેંકમાં ફાચર મારશે,
આદમી પાર્ટીનુ લક્ષ્ય દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત છે, એ માટે તેઓએ જાહેરમાં હોર્ડિંગ્સ, બેનર્સ લગાવી દીધા છે, જેમાં દિલ્હી અને પંજાબ પછી ગુજરાત પણ પરિવર્તન માંગે છે જેવા સુત્રો લખી દેવાયા છે
જેનાથી ડરીને ભાજપે દિલ્હીના શિક્ષણ મોડેલ ઉપર સવાલો ઉભા કરીને ટ્ટીટ કર્યા હતા પણ મનિષ સિસોદીયા આક્રમક તેવર બાદ બીજેપીના શિક્ષણ પ્રધાન જીતુ વાધણી હજુ સુધી મનિષ સિસોદિયાની ચેલેન્જ

સ્વીકારવાની વાત તો દુર રહી જવાબ આપવાથી ભાગી રહ્યા છે

 

 

કોના ઇશારે શિક્ષણમંત્રીને ગુજરાત ભાજપે ફસાવ્યા !
સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનુ શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્ર અન્ય રાજ્યો કરતા સારો દેખાવ છે,ત્યારે ગુજરાત વિધાનસભામાં શિક્ષણ અને આરોગ્ય વિભાગે જે આકડાઓ આપ્યા છે, જે ખુબ નિરાશા જનક છે
આરોગ્યની વાત કરીએ તો જિલ્લાની હોસ્પિટલ એમઆરઆઇ મશીન સીટી સ્કેન મશીન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, તબિબો નથી, પેરામેડિકલ સ્ટાફ સહિતની જગ્યાઓ મોટા ખાલી છે, તેવી જ રીતે
શિક્ષણ ક્ષેત્રે તો હાલ એના કરતા પણ ખરાબ છે, જેમાં ઓરડાઓની અછતાં, પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પુરતી જગ્યાઓ ભરાયેલી નથી, ઓરડાઓ નથી, કલાસમાં વિજળી જેવી
સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ નિવડી છે,,ત્યારે હવે બીજેપીમાં આતરિક ચર્ચા થઇ રહી છે કે કોના કહેવાથી આ ટ્ટીટ કરાયો હતો,
સુત્રોની માનીએ તો જીતુ વાધાણીને અમિત શાહના કોટામાંથી ભુપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ પ્રધાન બનાવાયા છે, ત્યારે પક્ષના જ એક જુથને આ ગમ્યુ નહતુ,,, ત્યારથી જ જીતુ વાધાણી કેવી રીતે ડેમેજ કરી શકાય તેવી
રણનિતિના ભાગ રુપે આયોજન કરાયુ છે કારણ કે જીતુ વાધાણી પણ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે તે સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા છે,, તેઓ પણ મુખ્ય મંત્રી પદના મજબુત દાવેદાર માનવામાં આવે છે
તેવામાં વર્ષ 2022મા યોજાનાર ચૂટણીમાં મુખ્ય મંત્રી બનવા માંગતા ચંદ્રકાંતરપાટીલમાં સ્વપ્નમાં રોડુ બનવાની શક્યતા છે, ત્યારે ગુજરાતની શિક્ષણની સ્થિતિ વિશે ગુજરાત ભાજપ જાણતું હોવા છતાં
શિક્ષણ પ્રધાનને ડેમેજ કરવાના હેતુ થી આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડેલ સામે સવાલો કરીને જીતુ વાધાણીને ફિક્મમાં મુકી દેતા તેમની સ્થિતિ સાંપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઇ ગઇ હતી, આપે જ્યારે સો, મિડીયાામં  દબાણ કર્યુ તો મોડે મોડ

Advertisement

જીતુ ભાઇ વાધાણી જવાબ આપવા આવ્યા, પણ તેઓએ સિસોદીયાના પડકારને માત્ર અભિમાન ગણાવ્યા,,અને ગુજરાત સાથે દિલ્હીની સરખામણી ન કરાય,, જનતા તેમને ગુજરાતમાં જવાબ આપશે તેવુ નિવેદન પણ કર્યું,

1 Comment

  1. Pingback: દિનેશ શર્મા ક્યાંના-ન ઘરના ન ઘાટના ! – Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version