અમદાવાદ

ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !

Published

on

ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !

ભરત સિહ સોલંકીએ કહ્યું મને મારવાનો પ્રયત્ન થયો ,રેશ્મા પટેલે કહ્યુ હુ પતિ સાથે રહેવા માંગું છુ આરોપો પાયા વિહોણા !

સમગ્ર દેશમાં 27 વરસથી સંધ પરિવાર માટે ગુજરાત રોલ મોડેલ રહ્યુ છે, ત્યારે ગુજરાતનુ ગઢ જાળવી રાખવો ભાજપ જ નહી પણ સંધ પરિવાર માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, ત્યારે સંધ પરિવારની ભગીની સંસ્થા ભાજપની સાથે
સમગ્ર સંધ પરિવાર ગુજરાતના ગઢને જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાવશે, એ માટે આગામી સમયમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે સંઘ દ્વારા પણ કાર્યકર્તાઓને વિધાનસભા બેઠક પ્રમાણે વિશેષ જવાબદારી સોપાશે
જેમના દ્વારા દરેક વિધાનસભા બેઠકોનું સમાજીક- જાતિકિય સમિકરણ પ્રભાવી વ્યક્તિત્વ સહિત વિવિધ પ્રકારના આયામોનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરાશે, ભાજપ માટે નબળી ગણાતી બેઠકો માટે અલગથી રણનિતી તૈયાર કરાશે,
આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમિકરણો બદલાયેલા જોવા મળે છે ત્યારે ફરી લોકો હિન્દૂુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા રહે તે માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવશે, તેવી ચર્ચા
અમદાવાદમાં મળેલી સમન્વય બેઠકમાં થઇ હોવાનું જાણવા મળ્યા છે,

હાર્દીક પટેલનું ભાજપમાં ભવ્ય સ્વાગત બાદ શું- હાર્દીકે ટ્ટીટર ઉપર કેમ ભાજપ લીડર તરીકે નથી કર્યો ઉલ્લેખ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠકમાં સી.આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. બેઠકમાં રાજકીય, સામાજિક સ્થિતિ પર ચર્ચા થશે. પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક જયંતિભાઈ ભડેસિયા પણ હાજર રહ્યા છે. જ્યારે થોડીવારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. દર વર્ષે જૂન અને નવેમ્બર મહિનામાં આ સમન્વય બેઠક યોજાતી હોય છે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ મામલે ભાજપે ફાસ્ટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે આવા સમયે જ આજે અમદાવાદમાં RSS અને ભાજપના રાજ્ય એકમની એક બેઠક મળી હતી. જેમાં રાજ્યની ચૂંટણીઓમાં સંઘની ભૂમિકા તથા સંઘ પાસે જે કાંઇ વિચારો છે તેની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં RSSના અનેક અગ્રણીઓ ઉપરાંત બેઠકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. ખાસ કરીને દિલ્હીથી આ બેઠકમાં હાજરી આપવા ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ પણ ખાસ હાજર હતા. લગભગ અઢી કલાક સુધી આ બેઠક ચાલી હતી.

Advertisement

કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ


દેશભરમાં આ રીતે સંઘ અને ભાજપ વચ્ચે નિયમિત રીતે બેઠકો યોજાતી રહે છે. તે વચ્ચે વર્ષમાં બે વખત ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ હતી. જોકે સૌપ્રથમ વખત ભાજપમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંને RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, જેથી એ મુદ્દો પણ મહત્વનો છે. આમ છતા પણ RSS દ્વારા રાજ્યમાં રાજકીય, સામાજિક સહિતના મુદ્દાઓ પર ભાજપને માર્ગદર્શન અને સરકારને પણ સૂચનો આપવામાં આવે છે અને તેનો અમલ પણ થાય છે. આ સ્થિતિ દેશભરમાં સંઘ અને ભાજપ વચ્ચે એક સમન્વય તરીકે જોવામાં આવે છે.થોડા દિવસ પહેલા ગુજરાત આવેલા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સરકાર અને સંગઠનના ટોચના આગેવાનો સાથે બેઠકો કરી 2017ની વિધાનસભા અને 2019ની લોકસભા ચૂંટણીની સમીક્ષા કરી અન્ય રાજ્યોની ચૂંટણીની રણનીતિ ગુજરાતમાં પણ લાગુ કરવા ચુનંદા કાર્યકરોની ફોજ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી.

શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ ક્યાંથી આપશે ટિકીટ !

તે સમયે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના કામગીરીનું કાર્ડ મુકવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત યુવાન મહિલા ગરીબો માટેની યોજના અંગેની જાણકારી આપવામાં આવી હતી. દરેક મંત્રીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, માત્ર પોતાના મતવિસ્તારની નહીં, પરંતુ આસપાસના વિધાનસભા વિસ્તારને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવે અને આગામી 18 સપ્તાહનો સમય તમારી પાસે છે તેમાં સરકારી યોજના લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવા તાકીદ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version