ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચો હવે સરકારને માંગણીઓને લઇને ઘેરશે
ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચાએ હવે સરકાર સામે જુની પેન્શન યોજનાને લઇને સરકાર સામે મોર્ચો ખોલી દીધો છે
કર્મચારી મોર્ચા તરફથી કહેવાયુ છે કે તેઓ 14મી એપ્રિલ એટલે કે આંબેડકર જંયતિથી રાજ્યના તમામ 182 વિધાનસભા
સીટો ઉપરથી પોતાની માંગણીને લઇને તંત્રને જામ કરાશે,, 10 દિવસના અલ્ટીમેટમ બાદ પણ કોઇ નિવેડો નહી આવે તો
ઉગ્ર આદોલનની ચિમકી અપાઇ છે
ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !
ગુજરાત રાજ્ય સયુક્ત મોર્ચા તરફથી પાચ માંગણીઓને એક પત્ર સરકારને મોકલી દેવામાં આવ્યો છે, મોર્ચાના પ્રમુખ દિગ્વિજય સિહ જાડેજાએ
જણાવ્યુ છે કે ગુજરાત સરકાર સમક્ષ રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકો ઉપરાંત 3.5 લાખ સરકારી કર્મચારીઓ અને બોર્ડ નિગમ કોર્પોરેશનના કર્મચારીઓ
મળીને સાત કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ,,અમે પહેલા શાંતિથી આંદોલન કરીશુ
જેના માટેે 14મી એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિથી રાજ્યના 182 મત વિસ્તારમાં કાર્યક્રમો યોજાશે,,અને દરેક ધારાસભ્યોને માગણીઓ
પહોચાડવામાં આવશે, અને દસ દિવસનો સમય પણ અપાવામાં આવશે,
ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !
આ છે માંગણીઓ
મોર્ચાના મહામંત્રી કિરીટ સિહ ચાડવાએ જણાવ્યુ છે કે અમારી માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પડતર છે, જેમાં
જુની પેન્શન ચોજના ફરી ચાલુ કરવામાં આવે
ફિક્સ પગારના કેસ સુપ્રિમ કોર્ટમાંથી ફરી ખેચવામાં આવે,
ફિક્સ પગાર પ્રથા નાબુદ કરવામા આવે, કરાર આધારિત કર્મચારીઓને પણ પુર્ણ પગારથી મુકવામા આવે
સાતમાં પગાર પંચનો લાભ મોંધવારી ભથ્થા સાથે કેન્દ્રના ધોરણે 1-1-2016થી આપવામાં આવે
પ્રાથમિક શિક્ષક સિવાયના કર્મચારીઓને પણ સળંગ નોકરીનો લાભ આપવામા આવે
શૈક્ષણિક કર્મચારીઓ સિવાયના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે 10.20, અને 30મુજબ ત્રણ ઉચ્ચરતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે
આમ સાત લાખ કર્મચારીઓ પહેલા શાંતિપુર્વક પોતાની માંગો મુકશે , પછી સમગ્ર રાજ્યવ્યાપી આદોલન કરવાની યોજના સયુક્ત મોર્ચાએ બનાવ્યા છે,