ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચૂંટણી સંપન્ન
¤ નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે જયંતિભાઈ લાલજીભાઈ ચૌધરી તથા મંત્રી તરીકે દિલીપકુમાર રજનીકાંત ગજ્જરની સર્વાનુ મતે વરણી: અન્ય 13 સભ્યોની કારોબારીમાં નિમણુંક
***
ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી આજે યોજાઇ હતી. રાજ્યભરની જિલ્લા માહિતી કચેરીમાંથી સૌ સભાસદ કર્મચારી – અધિકારીશ્રીઓએ આ ચુંટણીમાં મતદાન કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો. જંગી બહુમતીથી વિજયી થયેલા ૧૫ ઉમેદવારોની હાજરીમાં આજે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી, જેમાં અવસાન પામેલા પાંચ સભાસદોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે જયંતિભાઈ લાલજીભાઈ ચૌધરી અને મંત્રી તરીકે સમાચાર શાખાના દિલીપકુમાર રજનીકાંત ગજ્જરની સર્વાનુ મતે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 13 સભ્યોની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે જેમાં ગાભુજી સોમાજી ઠાકોર, પ્રહલાદ હરીભાઈ ચૌધરી, કિરીટકુમાર ખુશાલભાઈ બેન્કર, ફોરમ અમિત રાઠોડ દિનુભાઈ લલ્લુભાઈ સોલંકી, શ્રી પરબતજી ઘેમરજી ચંડીસરા, ધર્મિષ્ઠાબેન હેમંતકુમાર સોની, પરિમલ વિરાભાઈ પટેલ, દેવાંગ રમેશચંદ્ર મેવાડા, રજાક આદમભાઈ ડેલા, રેશૃંગભાઈ શંકરભાઈ ચૌહાણ, ધવલ નરેશકુમાર શાહ અને અંકુરકુમાર રમણલાલ માળીનો સમાવેશ થાય છે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે દિનેશભાઇ ચૌહાણ અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ભરતભાઈ ગાંગાણી સહિત અન્ય પાંચ સભ્યની ટીમે ઉમદા સેવાઓ આપી હતી.