અમદાવાદ

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી :કોંગ્રેસનો આરોપ

Published

on

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી :કોંગ્રેસનો આરોપ
ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતનો યુવાન બની રહ્યો તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી *

આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ

સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો : સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ : ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ – ૨૦૨૨માં વિગતો સામે આવી.
કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું.
સમગ્ર દેશના યુવાનો – વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી ૧૧ વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ-૨૦૨૨માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ના માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા. જેના માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતિ જવાબદાર
સ્કીલ ઈન્ડિયા – ૨૦૨૨ માં જાહેર કરાયેલા અહેવાલમાં યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ–૫ રાજ્યમાં પણ ગુજરાતનો સમાવેશ નથી.

ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !


સ્કીલ રીપોર્ટ-૨૦૨૨માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે.
રૂ. ૨ લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ–૫ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-૫ રાજ્યમાં પણ યુવાનો માટે સમાવેશ થતો નથી.
બેન્કિંગ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, BOP, KPKPO બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ, ઈન્સ્યોરન્સ, BPO, KPKPO, ITES, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, FMCG, હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલીકોમ સહિતના ૧૧ થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં સમાવેશ થયો નથી.
ભાજપ શાસકોના છેલ્લા ૨૭ વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભાં થયાં છે. ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યમાં જવાની ફરજ પડી રહી છે.

યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો


રાજ્યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ ‘કૌશલ્ય’ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્ત કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે.
દર વર્ષે સ્કીલ ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાના નાણા ફાળવવા અને જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version