રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર વરણીનો દોર ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નવી નિમણૂંકો કરવામાં આવી રહી છે. ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેનીબેન ઠુમ્મરની પસંદગી કરવામાં આવી છે. અત્યારસુધી ગાયત્રીબા વાઘેલા ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ હતા.
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા નવી નિમણૂકો કરવામાં આવી રહી છે. શુક્રવારે ગુજરાતમાં 3 સચિવોની નિમણૂંક કરી અને વર્તમાન નેતાઓને હટાવવામાં આવ્યા હતા. ઉમંગ સિંધાર, વિરેન્દ્રસિંહ રાઠોડ અને બી.એમ. સંદીપને રાજ્યના પ્રભારી રઘુ શર્માને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રામકિશન ઓઝાને પણ રાજ્યમાં પાર્ટીના કામ માટે તૈયાર કરવામાં આવ્યા છે.
અગાઉ ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠનની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. ચૂંટણીના વર્ષમાં વિરોધ પક્ષે તમામ જિલ્લા અને નગરોમાં પાયા મજબૂત કરવા હોય તેમ જથ્થાબંધ ઉપપ્રમુખો, મહામંત્રીઓની નિમણુંક કરી દીધી