ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છુંઃ મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 6 દિવસ માટે ગુજરાતમાં
મનીષ સિસોદિયાએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી.
સાબરમતી આશ્રમમાં સ્થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવી મનીષ સિસોદિયાજીએ બાપુના આશીર્વાદ લીધા
મનીષ સિસોદિયાજી ગાંધી આશ્રમથી ‘બસ હવે પરિવર્તન જોઈએ’ યાત્રા શરૂ કરશે.
મનીષ સિસોદિયાજીએ આશ્રમમાં બાપુનો ચરખો ચલાવ્યો.
મારા માટે સૌભાગ્યની વાત છે કે હું સાબરમતી આશ્રમમાં આવીને આ ચરખો ચલાવી શક્યો છું.છેઃ મનીષ સિસોદિયા
બાપુના બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત વિશ્વના નંબર વન રાષ્ટ્ર બનશેઃ મનીષ સિસોદિયા
27 વર્ષથી ભાજપે અહીં માત્ર ‘જુમલા’ જ આપ્યા છે અને કોઈ કામ કર્યું નથીઃ મનીષ સિસોદિયા
અરવિંદ કેજરીવાલ પર ગુજરાતની જનતા વિશ્વાસ કરવા લાગી છે, તો ભાજપની બોખલાહટ સ્વાભાવિક છેઃ મનીષ સિસોદિયા
ગુજરાતની જનતાએ છેલ્લા કેટલાક મહિનાઓથી જે પ્રકારનો પ્રેમ, સન્માન અરવિંદજી અને ‘આપ’ ની જનતા માટે કામ કરવાની રાજનીતીથી ઘણી આશાઓ જન્મી છેઃ મનીષ સિસોદિયા
ગુજરાતના લોકો રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારી સરકારી શાળાઓ, સરકારી હોસ્પિટલ બને, વીજળીના ભાવ ઘટે, તેમના બાળકોને નોકરી મળે: મનીષ સિસોદિયા
27 વર્ષથી ભાજપે ગુજરાતમાં જનતા ઈચ્છે તેવું કોઈ કામ કર્યું નથી, ભાજપે માત્ર આડીઆવળી વાતો કરી છેઃ મનીષ સિસોદિયા
ગુજરાતમાં દરેક જગ્યાએ અનેક અલગ-અલગ મુદ્દાઓ છે, માટે હું લોકોને જુદી જુદી જગ્યાએ મળતો રહીશઃ મનીષ સિસોદિયા
મને લાગે છે કે દરેક વ્યક્તિએ ગાંધી આશ્રમમાં આવવું જોઈએ, વારંવાર આવવું જોઈએ અને અહીંથી પ્રેરણા લેવી જોઈએ: મનીષ સિસોદિયા
દેશમાં અસ્પૃશ્યતા ન હોવી જોઈએ, બેઇમાની ન હોવી જોઈએ, સાચું બોલવું જોઈએ, દરેક વસ્તુ માટે બાપુ પ્રેરણા આપે છે: મનીષ સિસોદિયા
ભાજપ ખોટું બોલી રહી છે, ખોટા સિવાય એ કશું નથી બોલતી: મનીષ સિસોદિયા
વિપક્ષ રાત-દિવસ બેસીને કેજરીવાલને ખરું ખોટું કહેતા રહે છે, જુઠ્ઠું બોલતા રહે છે, વિપક્ષ સામે લડવાની પ્રેરણા અહીંથી મળે છેઃ મનીષ સિસોદિયા
આજે પણ દેશમાં શિક્ષણ માટે, આરોગ્ય માટે, યુવાનોના રોજગાર માટે ઘણું બધું કરવાનું બાકી છેઃ મનીષ સિસોદિયા
જે લોકો રાજનીતિમાં છે, સરકારમાં વિવિધ હોદ્દા પર બેઠા છે, જેમને નિર્ણય લેવાના છે તેઓએ બાપુ પાસેથી પ્રેરણા લેવા વારંવાર ગાંધી આશ્રમમાં આવવું જોઈએ: મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયા હિંમતનગરમાં તિરંગા યાત્રામાં ભાગ લેશે.
મનીષ સિસોદિયાજી તલોદ અને પ્રાંતિજમાં લોકો સાથે જનસંવાદ કરશે.
આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજે તેમની છ દિવસીય મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. મનીષ સિસોદિયાજી સવારે 8.00 વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિત સેંકડો કાર્યકરોએ મનીષ સિસોદિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મનીષ સિસોદિયાજી સૌથી પહેલા ગાંધી આશ્રમ જશે, ત્યાં ગાંધીજીના દર્શન કરીને ‘બસ હવે પરિવર્તન જોઈએ’ની યાત્રા શરૂ કરશે. ત્યારબાદ મનીષ સીસોદીયાજી હિંમતનગર જવા રવાના થશે, જ્યાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે. ત્યારપછી મનીષ સીસોદીયાજી તલોદ જશે અને ત્યાં જનસંવાદ કરશે, તલોદથી પ્રાંતિજ જશે અને ત્યાંના લોકો સાથે પણ જનસંવાદ કરશે.
ગુજરાતની જનતાએ છેલ્લા કેટલાક મહિનાઓથી જે પ્રકારનો પ્રેમ, સન્માન અરવિંદજી અને ‘આપ’ ની જનતા માટે કામ કરવાની રાજનીતીથી ઘણી આશાઓ જન્મી છેઃ મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે હું ગુજરાત આવ્યો છું અને છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતની જનતાએ જે પ્રકારનો પ્રેમ, જે પ્રકારનું સન્માન અરવિંદ કેજરીવાલજીને આપ્યું છે, આમ આદમી પાર્ટીની રાજનીતિને આપ્યું છે તેનાથી ઘણી આશા વધી છે કે, ગુજરાતમાં પણ સારી શાળાનું કામ થઈ શકે છે, હોસ્પિટલનું સારું કામ થઈ શકે, મોંઘવારી સામે લડી શકાય છે, રોજગારીનું કામ થઈ શકે છે. 27 વર્ષથી ભાજપે અહીં માત્ર ‘જુમલા’ જ આપ્યા છે અને કશું કર્યું નથી. લોકો રાહ જોઈ રહ્યા છે કે તેમના માટે સારી સરકારી શાળાઓ બને, સરકારી હોસ્પિટલો બને, તેમની વીજળી ઘણી મોંઘી થઈ ગઈ છે, તેના ભાવ ઘટે, રોજગાર મળે. એટલા માટે આજથી હું ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જઈને યાત્રાઓ કરી રહ્યો છું. ગાંધીનગરમાં થઇ રહેલા આંદોલનો અંગે મીડિયાને સંબોધતા મનીષ સિસોદીયાજીએ કહ્યું કે, અત્યારે શિડ્યુલ પ્રમાણે કાર્યક્રમ નક્કી છે, બીજા કોઈ સમયે હું સમય કાઢીને લોકોને મળતો રહીશ. દરેક જગ્યાનાં વિવિધ મુદ્દાઓ છે,તો હું જુદી જુદી જગ્યાએ જઇને લોકોને મળતો રહીશ.
27 વર્ષથી ભાજપે ગુજરાતમાં જનતા ઈચ્છે તેવું કોઈ કામ કર્યું નથી, ભાજપે માત્ર આડીઆવળી વાતો કરી છેઃ મનીષ સિસોદિયા
ગઈકાલે કેજરીવાલજી જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મોદીજીના નારા લાગ્યા તે વિશેની પ્રતિક્રિયા આપતા મનીષ સિસોદીયાજીએ આપતા કહ્યું કે, ભાજપનો આ ડર સ્વાભાવિક છે કારણ કે, 27 વર્ષથી તેમણે એવું કોઈ કામ કર્યું નથી જે જનતા ઈચ્છે છે. જનતા ઈચ્છે છે કે તેમના બાળકો માટે સારી શાળાઓ બને, સારી હોસ્પિટલો બને, તેમના છોકરા-છોકરીઓને નોકરી મળે, તેવું તો એમણે કર્યું નહીં, આડીઅવળી વાતો કરતા રહ્યા. હવે જ્યારે લોકો અરવિંદ કેજરીવાલજી ઉપર વિશ્વાસ કરવા લાગ્યા છે અને દિલ્હીમાં થયેલા કામ પંજાબમાં થયેલા કામ જોઇને ગુજરાતમાં પણ સારી શાળાઓ બની શકે છે, માટે ભાજપ માટે બોખલાઈ જવું અને દુ:ખી થવું એ સ્વાભાવિક છે.
મારા માટે સૌભાગ્યની વાત છે કે હું સાબરમતી આશ્રમમાં આવીને આ ચરખો ચલાવી શક્યો છું.છેઃ મનીષ સિસોદિયા
દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અમદાવાદ સ્થિત બાપુના સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં આશ્રમના લોકોએ મનીષ સિસોદિયાજીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું અને સાબરમતી આશ્રમ દર્શન માટે પ્રયાણ કર્યું. આશ્રમના તમામ રૂમ, ગેસ્ટ રૂમ, રસોડું, વરંડા, દરેક રૂમને લગતી તમામ વાર્તાઓ, મનીષ સિસોદિયાને આશ્રમની સંભાળ રાખનારા લોકો દ્વારા આશ્રમના દર્શન કરાવે છે. મનીષ સિસોદિયાએ પણ આશ્રમમાં બાપુનું ચરખું ફેરવ્યું હતું. મનીષ સિસોદિયાએ કહ્યું કે આવો ચરખો મારા ઘરે પણ હતો અને આજે મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે હું સાબરમતી આશ્રમમાં આવીને આ ચરખો ચલાવી શક્યો છું.
બાપુના બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત વિશ્વના નંબર વન રાષ્ટ્ર બનશેઃ મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ તેમનો અનુભવ વર્ણવતા આશ્રમની ડાયરીમાં લખ્યું કે, જ્યારે પણ હું સાબરમતી આશ્રમમાં આવું છું ત્યારે અહીં પૂજ્ય બાપુની હાજરીનો અનુભવ, પ્રેરણા અને ઉર્જાનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. પરંતુ અહીં આવીને હંમેશા સમાજનું શિક્ષણ, આરોગ્ય, રોજગારીની દિશામાં આગળ વધવાની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. બાપુએ બતાવેલા માર્ગ પર ચાલીને જ ભારત વિશ્વનું નંબર વન રાષ્ટ્ર બનશે.
સાબરમતી આશ્રમમાં સ્થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવી મનીષ સિસોદિયાજીએ બાપુના આશીર્વાદ લીધા
ચરખા ચલાવ્યા બાદ, આશ્રમના લોકોએ મનીષ સિસોદિયાને સાબરમતી આશ્રમમાં આવીને કેવો અનુભવ થયો એનાં વિશે આશ્રમની ડાયરીમાં તેમને લખાવ્યું. ત્યાર બાદ બાપુ જે ઓરડામાં ધ્યાન કરતા હતા ત્યાં જઈને મનીષ સિસોદિયાજીએ પણ થોડો સમય મૌન પાળીને ધ્યાન કર્યું હતું. મનીષ સિસોદિયાજીએ સાબરમતી આશ્રમમાં સ્થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવી બાપુના આશીર્વાદ લીધા હતા. મનીષ સિસોદિયાજીએ સમગ્ર સાબરમતી આશ્રમનું ભ્રમણ કર્યું. મનીષ સિસોદિયાને જોઈને ગાંધી આશ્રમમાં આવેલા અન્ય લોકોની ઘણી ભીડ એકઠી થઈ ગઈ. ભીડમાં આવેલા લોકોએ મનીષ સિસોદિયાને ઘણા બધા ફૂલોના ગુલદસ્તા ભેટમાં આપ્યા. ગાંધી આશ્રમ ખાતે ભેગી થયેલી ભીડ અને લોકોનો ઉત્સાહ બતાવે છે કે ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ કેટલું વધી ગયું છે.
મને લાગે છે કે દરેક વ્યક્તિએ ગાંધી આશ્રમમાં આવવું જોઈએ, વારંવાર આવવું જોઈએ અને અહીંથી પ્રેરણા લેવી જોઈએ: મનીષ સિસોદિયા
ગાંધી આશ્રમમાં મનીષ સિસોદિયાએ કહ્યું, મને ગાંધી આશ્રમ આવવાની તક મળી છે. જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે હું ભાગ્યશાળી અનુભવું છું. અહીં આવીને આપણને સમાજ માટે ઈમાનદારીથી કંઈક કરવાની, મહેનત કરવાની પ્રેરણા મળે છે અને સમજાય છે કે જો કોઈ બદલાવ લાવવો હોય તો તેના માટે ત્યાગ અને બલિદાન ખૂબ જરૂરી છે. આજે હું અહીં ફરી રહ્યો હતો, ગાંધીજીનારૂમમાં ગયો, રસોડામાં ગયો, મ્યુઝિયમમાં ગયો જ્યાં સમગ્ર જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ત્યાં જઈને લાગ્યું કે ગાંધીજી હાજર છે, ગાંધીજી પ્રેરણા આપે છે કે, આજે પણ દેશમાં અસ્પૃશ્યતા માટે ઘણું બધું કરવાનું બાકી છે. આજે પણ દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, યુવાનોના રોજગાર માટે ઘણું કરવાનું બાકી છે. મને લાગે છે કે દરેક વ્યક્તિએ અહીં આવવું જોઈએ, વારંવાર આવવું જોઈએ અને અહીંથી પ્રેરણા લેવી જોઈએ અને ખાસ કરીને એવા લોકો કે જેઓ રાજકારણમાં છે, સરકારમાં વિવિધ હોદ્દા પર બેઠા છે, જેમણે નિર્ણયો લેવાના છે, તેઓએ અહીં ખૂબ આવવું જોઈએ. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે જો તમે અડધા કલાક માટે અહીં આવો છો, તો તમને અંદરથી પ્રેરણા મળશે કે આ બધા મુદ્દાઓ પર હજુ ઘણું કરવાનું બાકી છે.
ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છુંઃ મનીષ સિસોદિયા
હું 6 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યો છું અને 6 દિવસમાં અલગ અલગ જગ્યાએ જઈશ. ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છું અને બાપુના આશીર્વાદ લીધા હતા.
વિપક્ષ રાત-દિવસ બેસીને કેજરીવાલને ખરું ખોટું કહેતા રહે છે, જુઠ્ઠું બોલતા રહે છે, વિપક્ષ સામે લડવાની પ્રેરણા અહીંથી મળે છેઃ મનીષ સિસોદિયા
દિલ્હીમાં બીજેપી દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન પર મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભાજપ જૂઠું બોલે છે, જૂઠ સિવાય કંઈ બોલતી નથી. બાપુ દરેક વસ્તુ માટે પ્રેરણા આપે છે, દેશમાં અસ્પૃશ્યતા ન હોવી જોઈએ, બેઈમાની ન હોવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, આજે કોંગ્રેસ અને ભાજપના લોકોએ શાળાઓ ખોલી નથી, હોસ્પિટલો ખોલવી જોઈએ નહીં. લોકો આજે કેજરીવાલજી પાસેથી ઉમ્મીદ રાખે છે. રાત-દિવસ તેઓ કેજરીવાલજીને ખરું ખોટું કહેતા રહે છે, જુઠ્ઠું બોલતા રહે છે, વિપક્ષ સામે લડવાની પ્રેરણા અહીંથી મળે છે.
અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા.