અમદાવાદ
ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે
ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે
27 વર્ષ બાદ પણ ગુજરાત ભાજપનો અજેય ગઢ રહેશે તેવા સંકેતો સટ્ટા બજારનો સર્વે આપી રહ્ચુ છે,જ્યારે કોંગ્રેસ બીજા નંબરે અને આપ ત્રીજા નંબરે રહે તેવી સંભાવનાઓ સટ્ટા બજારે વ્યક્ત કરી છે,તે સિવાય ભાવોની વાત કરીએ ભાજપનો ભાવ માત્ર 25 પૈસા છે, તો કોંગ્રેસનુ ભાવ એક રુપિયા જ્યારે આમ આદમી પાર્ટીનો ભાવ 5 રુપિયા છે, ભાવોથી મતલબ સાફ છે કે ભાજપ જીત માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા છે, છતા સટ્ટા બજારના સુત્રો કહે છે કે આ આખરી નથી, માહોલ પ્રમાણે સ્થિતિ બદલાઇ શકે છે,
બાપુનગર વિધાનસભા બેઠક જીતવા માટે સી આર પાટીલ કેમ ઉતર્યા મેદાનમાં
ગુજરાતમાં ઇલેક્શન નજીક છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પોતાની રીતે કેટલી સીટો મળશે તેને લઇને સર્વે કરાવી રહી છે, ભાજપ તો એક થી વધુ એજન્સીઓ પાસે સરકારી અને ખાનગી સર્વે કરાવીને બેઠક પ્રમાણે જીતની રણનીતિ તૈયાર કરી રહી છે, કોંગ્રેસ પણ પોતાની રીતે સર્વે કરાવી રહી છે, તો આમ આદમી પાર્ટી પણ તેમા બાકાત નથી, ત્યારે સટ્ટા બજાર પણ ગુજરાતમાં કોની સત્તા આવશે તેને લઇને અત્યારથી સક્રીય બન્યુ છે, હાલ માં જ સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરિટ છે, જ્યારે વિપક્ષ માટે કોગ્રેસની મજબુત દાવેદારી છે, જ્યારે આમ આદમી પાર્ટી 2017 કરતા આ વખતે ગુજરાતમાં ખાતુ ખોલાવશે તેમ સટ્ટા બજારનુ ગણિત કહી રહ્યુ છે, સટ્ટા બજારના હાલના સર્વેની માનીએ તો ભારતિય જનતા પાર્ટીને 130-132 બેઠકો પ્રાપ્ત થઇ શકે છે, કોંગ્રેસને 41-45 સીટો પ્રાપ્ત થઇ શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 4થી 6 બેઠકો મળી શકે છે, સટ્ટા બજારના સુત્રોની વાત માનીએ તો જેનુ ભાવ સૌથી ઓછુ હોય એનો ઘોડો વિનમાં માનવામાં આવે છે,સટ્ટા બજારનો ગણિત લગભગ સાચુ માનવામાં આવે છે,, છતાં સટ્ટા બજારના જાણકારો માને છેકે હજુ આ તો પ્રાથમિક તબક્કાની વાત છે,,જેમ જેમ ચૂટણી તારીખો નજીક આવશે તેમ તેમ સટ્ટા બજારમાં ભાવો અને સીટોમાં પણ ચઢાવ ઉતાર જોવા મળશે,
તે સિવાય બીજો સર્વે પણ માર્કેટમાં વાયરલ થઇ રહ્યો છે,જેમાં ભાજપને 92, આમ આદમી પાર્ટીને 78 અને કોંગ્રેસને 12 સીટો મળવાની વાત કેહવાઇ છે, જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી મતદાન પુર્ણ થયા બાદ મતગણતરી થાય ત્યારે સાચી વાત સામે આવશે,
ભારતિય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ રાજ્યમાં 182 બેઠકો પણ ભાજપનો ભગવો લહેરાવવા માટે દિન રાત એક કરી રહ્યા છે, તેઓ અને તેમની ટીમ દરેક વિધાનસભા બેઠક પ્રમાણે માઇક્રો પ્લાનિંગ કરીને કામ કરી રહ્યા છે, તેમ છતાં સટ્ટા બજાની દૃષ્ટિએ ગુજરાતમાં ભાજપને 150 સીટો પણ મળતી નથી એટલે કે પુર્વ મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસને ઐતિહાસિક જીત 149 બેઠકો સાથે પ્રાપ્ત થઇ હતી, જે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સમયમાં પણ ભાજપ રેકોર્ડ બ્રેક કરી શક્યુ ન હતું, ત્યારે હવે મહારાષ્ટ્રિય ચંદ્રકાંતપાટીલ ગુજરાતની રાજનીતિમાં એક નવો ઇતિહાસ સર્જવા માંગે છે, તેઓ ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતામાં જાય તે માટે મહેનત કરે છે, તેમનો સ્વપ્ન છે કે 182 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય, પણ સટ્ટા બજારની દૃષ્ટિએ ભાજપને માત્ર 130થી 132 બેઠકો મળશે, સુત્રોની વાત સાચી માનીએ તો ચંદ્રકાંત પાટીલના નેતૃત્વમાં ભાજપને 150 કરતા વધુ બેઠકો મળે તો ચંદ્રકાંત પાટીલને ગુજરાતનો મુખ્ય પ્રધાન પ્રધાન પદ ભેટમાં મળી શકે છે,
રાકેશ પંજાબી
August 6, 2022 at 4:29 pm
ત્રિપાંખિયો જંઞ રહેશે અને પરીણામ કટોકટ આવશે સરકાર બનાવવા ભાજપ સંપૂર્ણ તાકાત લગાવશે ધારી સફળતા નહીં જ મલે સરકાર પાતળી બહુમતીથી જ બનશે હજું ઉમેદવારો જાહેર થયાં બાદ મોટીસંખ્યામાં ઉથલપાથલ જોવા મળશે પોતાની વ્યક્તિગત તાકાત સમાજ નું લેબલ ભૂતપૂર્વ કામગીરી સત્તા નજર આવતાં ટેકેદારો કંઈ પણ કામ નહીં આવે નવાં સ્વચ્છ ઉમેદવારો કોઈ પણ પક્ષના હશે તેઓ બાજી મારી જશે