કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 નવેમ્બર ના રોજ જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનાર એકતા પરેડ માં હાજરી આપશે.
.જયારે તેઓ સૌરાષ્ટ્ર માં પાટીદાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ માં સંમેલન માં હાજરી આપી તેવી પ્રબળ શક્યતા છે.જયારે અમદાવાદમાં નિકોલ ખાતે 30 ઓક્ટોબરના રોજ વિરાંજલી કાર્યક્રમ યોજાશે..આ ઉપરાંત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે 29 ઓક્ટોબર ના રોજ પંચાયત વર્ગ 3 ના કર્મચારીઓને નિમણુંક પત્રનો કાર્યક્રમ અમદાવાદ માં યોજાશે એ માટે સંબધિત વિભાગોને તૈયારીઓ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા 31 ઓક્ટોબર
ના રોજ સરદાર જયંતિ ને એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં 25 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર ના રોજ એકતા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવનાર છે એ દરમ્યાન સમગ્ર રાજયમાં ગ્રામ સભાનું આયોજન કરવા માટે વિકાસ કમિશ્નર દ્વારા પરિપત્ર કરી દેવાયો છે.આના પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો 1 નવેમ્બર 2022ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છેજેને લીધે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાય તેવી પ્રબળ સંભાવના છે
પ્રથમ તબક્કા માં નવેમ્બર ના અંત અને ડિસેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં મતદાન થશે જયારે આઠમી એ ચૂંટણી નું પરિણામ જાહેર થશે જેની સાથે જ સ્પષ્ટ થઇ જશે ગુજરાત માં કોનું રાજ રહેશે કે જશે..
બીજેપીના કાર્યકરો એ ક્યાં ધારાસભ્ય સામે પક્ષપાત કરવાનો કર્યો આક્ષેપ
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !