Gujarat Assembly Election 2022:ભાજપે ગુજરાતમાં 151 સીટો જીતવા બનાવ્યો છે ખાસ પ્લાન- આ રીતે જીતાશે ગુજરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂટણીને લઇને ભાજપે પાચ સ્તરીય પ્લાનને અમલ કરવાની શરુઆત કરી દીધી છે,જેના માટે પીએમ નરેન્દ્રમોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક નેતાઓના પ્રવાસ ગુજરાતમાં વધી ગયા છે, સાથે ભાજપ હાઇ કમાન્ડ
2017ની જેમ કોઇ જોખમ લેવા તૈયાર નથી, પરિણામે કાર્યકર્તાઓને દોડતા રાખવાની સાથે આવનારા પડકારોનો સમાનો કઇ રીતે કરવા તેને લઇને કામ શરુ કરી દેવાયો છે, સાથે આ વખતે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને તેમના કામને લઇને જ ભાજપ
મૈદાનમાં ઉતરશે તેવી રણનિતી પણ બનાવી લેવાઇ છે,
ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !
જોખમ લેવા તૈયારન નથી ભાજપ- પીએમ મોદી અને અમિત શાહના વધતા પ્રવાસો
ગુજરાતમા સમયસર ચૂટણી થશે, જેના માટે તૈયારીઓમાં કચાસ ન રહે તે માટે કાર્યક્રમો શરુ કરી દેવાયા છે, પણ આ વખતે ભાજપ 2017ની જેમ કોઇ રિસ્ક લેવા તૈયાર નથી, તમામને ખબર છે કે 2017 વિધાનસભા ચૂટણીમાં જો વડા પ્રધાન નરેન્દ્રમોદીએ
ધુઆધાર પ્રચાર ન કર્યો હોત તો ભાજપ માટે ગુજરાત જીતવું મુશ્કેલ બની જાત,,એટલે આ વખતે ભાજપ ચૂંટણી પ્રચારથી માંડી મોટા નેતાઓનો પ્રવાસ વહેલા શરુ કરી દીધુ છે, પીએમ નરેન્દ્રમોદી અને અમિત શાહ સતત ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો
હેઠળ આવી રહ્યા છે, તેઓ રેલીઓ, રોડ શોડ વિગેરે કરી રહ્યા છે તે સિવાય ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડા, અને ભાજપના રાષ્ટ્રિય સંગઠન મહાસચીવ બી એસ સંતોષ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે,
ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !
151 સીટો જીતવા ખાસ પ્લાન
ભાજપ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્રમોદીની લોકપ્રિયતા અને સરકારી યોજનાઓની સફળતા સિવાય ગુજરાતી સ્વાભિમાનની વાતને લઇને પણ મતદારો વચ્ચે જઇ રહી છે, સાથે 182 પૈકી 151 સીટો જીતવા માટે કાર્યકર્તાઓને લક્ષ્ય પણ આપી દીધો છે,
આમ તો 1995થી ગુજરાતમાં ભાજપ જીતતી આવી છે, જેમાં 1998,2002,2007,2012,2017 આમ છ વખતમાં 99થી લઇને 127 બેઠકો જ ભાજપને પ્રાપ્ત થઇ હતી, જ્યારે 2014માં નરેન્દ્રમોદી પીએમ બન્યા ત્યારે ભાજપે એડિચોટીનો જોર લગાવીને
150 સીટો જીતવાનો લક્ષ્ય રાખ્યો હતો, જો કે તે સમયે પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ 100 સીટો પણ જીતવામાં નિષ્ફળ રહી હતી, આ વખતે ભાજપ 151 સીટો જીતવા માટે શહેરી મતદારોની સાથે સાથે આદિવાસી, ઓબીસી
દલિત અને પાટીદારોને પણ સાથે રાખવાની રણનીતિ બાનાવાઇ છે,,આ વખતે કોંગ્રેસની પંરપરાગત વોટબેંક એવા આદિવાસી વિસ્તારોમાં પણ વડા પ્રધાન વધુ કાર્યક્રમો કરી રહ્યા છે,
હાર્દીકનો વિરોધ સો.મિડીયાથી આગળ હવે રસ્તા પર-હાર્દીકનો જાહેરમા કાર્યક્રમ કરવુ બનશે મુશ્કેલ !
રેકોર્ડ બ્રેક જીત માટે શુ છે રણનીતિ
ગુજરાત વિધાનસભાની 182 પૈકી 27 સીટો અનુસુચિત જનજાતી એટલે કે એસટી માટે અનામત છે, આદિવાસી મતદારોની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચ મહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, વલસાડ
નવસારી,ડાંગ અને સુરતના કેટલાક ભાગોમાં છે,જ્યારે 13 સીટો અનુસુચિત જાતી એટલે કે એસસી સીટો માટે અનામત છે,, જ્યારે રાજ્યમાં લગભગ 12થી 14 ટકા પાટીદારોની વસ્તી છે, જેના માટે કહેવાય છે ખુબજ વિરોધ હોવા છતા પણ
હાર્દીક પટેલને ભાજપમાં સામેલ કરાયા,તે સિવાય દલિત, ઓબીસી અને તે સિવાય પણ ડોક્ટર્સ અને પ્રોફેસનલ્સને પણ ભાજપમાં જોડીને મતદારોમાં સીધો સંદેશ આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, ઉલ્લેખનિય છેકે 2017માં ભાજપને 99 જ્યારે કોંગ્રેસને 77 સીટો મળી હતી, મતોના ટકાવારીની વાત કરીએ તો ભાજપને 49 ટકા મતદારોનો સમર્થન હતો, જ્યારે કોંગ્રેસને 41.5 ટકા મતદારોએ મત આપ્યો હતો, ત્યારે આ વખતે ભાજપ આ વખતે કોઇ ભ્રમમાં રહેવા માંગતો નથી, જેથી એક એક સીટોમાં
જાતે સર્વે કરીને જીત સુનિશ્ચિત કરવા માંગે છે
પોતાના નારાજ નેતાઓ અને વિરોધીઓની રણનિતિ ઉપર પણ નજર
ભાજપે જે રીતે વિજય રુપાણી અને તેમની કેબિનેટને એક સાથે બદલી દીધી,, તેનાથી સીધો સંદેશ આપી દેવાયો હતો કે ભાજપ હવે નવા લોકોને તક આપવા જઇ રહી છે, જેમા મોટા ભાગના સિનિયર અને વરિષ્ઠ નેતાઓની ટિકીટ કપાઇ જશે
તો નવા ચહેરાઓને તક આપવાની પાર્ટીની ગણતરી છે, માનવામાં આવે છે કે 100થી વધુ લોકો નેતાઓ હશે જેમને ભાજપ ટિકીટ નહી આપે,તેમને અત્યારથી જ મનાવવાની રણનિતિ બનાવી લેવાઇ છે,તેમને સંગઠનમાં જવાબદારીઓ સોપવાની
કામગીરી શરુ કરી દેવાઇ છે,ત્યારે સાથે આમ આદમી પાર્ટી, અને કોગ્રેસની રણનિતિ ઉપર પણ ભાજપ નજર રાખી રહી છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી ભાજપને નુકશાન પહોચાડી શકેછે,જેથી આમ આદમી પાર્ટીના પ્રચારનો તોડ કઇ રીતે કરી શકાય તેની રણનિતિ પણ બનાવી લેવાઇ છે,
મોધવારી સહિતના મુદ્દાઓને ખાળવા માટે પ્રયાસો
ખાસ કરીને ગુજરાતમાં મુસ્લિમ અને દલિતો બાદ ઓબીસી અને પાટીદારોને સાધવા માટે વિશેષ રણનિતી બનાવાઇ છે,, તે સિવાય મોધવારી અત્યારે સૌથી મોટી ચિન્તા છે, તે સિવાય આરોગ્ય બાદ મોંધુ શિક્ષણ પણ ગુજરાતમાં મુદ્દો છે
જેને વિપક્ષ વારં વાર ઉઠાવી રહ્યો છે,, તે સિવાય ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નો પણ ઉભા છે,, તો જે રીતે પુર્વ સૈનિકોનો આંદોલન શરુ થયો છે, તે પણ ચિન્તાનો વિષય છે, ખેડુતોના પ્રશ્ને પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં આદોલન
શરુ થઇ ગયા છે, તે સિવાય મોધવારીમાં મહિલાઓ પણ નારાજ જોવા મળી રહી છે, પેપરલીક કાંડ અને બેરોજગારી જોવા પ્રશ્નો પણ સરકારના ચિન્તાના કારણ બન્યા છે, ત્યારે સુત્રો કહી રહ્યા છે, ગુજરાત ભાજપનો ગઢ છે અને તેને ભાજપ
હિન્દુત્વનુ પ્રયોગશાળા પણ માને છે, ત્યારે હવે જેમ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ વડા પ્રધાન નરેન્દ્રમોદી સહિતના નેતાઓના મહાજનસંપર્ક અભિયાન, સદસ્યતા અભિયાન, વિસ્તારક અને અલ્પ વિસ્તારક યોજનાઓ થકી
નારાજ લોકોને મનાવવા અને ગ્રાઉન્ડ લેવલ ઉપર મતદારોને સમજાવવાનો અભિયાન તેજ બનશે,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ