રાજકારણ
ગુજરાત અને ગુજરાતીઓ કોઇના ભરમાયા ભરમાશે નહિ અને નરેન્દ્રભાઇ મોદીમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં બે દાયકાથી મુકેલો ભરોસો અકબંધ રાખશે.
ગુજરાત અને ગુજરાતીઓ કોઇના ભરમાયા ભરમાશે નહિ અને નરેન્દ્રભાઇ મોદીમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં બે દાયકાથી મુકેલો ભરોસો અકબંધ રાખશે.
‘અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન’:-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
.
દેશની કરોડો માતાઓ-બહેનોના આશીર્વાદ એ સરકારનું રક્ષા કવચ
ભૂતકાળમાં અનેક પૂર અને મહામારીઓએ સુરતની કઠિન પરીક્ષા લીધી, પરંતુ સુરત હંમેશા રાખમાંથી બેઠું થઈને ધબકતું રહે છે
-:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિસ્તરતા તમામ ગામડાઓ સુધી પાયાની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ બની છે
આબાલવૃદ્ધ સૌના જીવનમાં ખુશહાલી અને તમામ યોજનાઓના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય:
તા.૧૭ સપ્ટેમ્બર-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને અનુલક્ષીને
ઓલપાડ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૬ જેટલી કલ્યાણ યોજનાના લાભ અંદાજે
૪.૭પ લાખ લોકોને આપવાનો સેવાયજ્ઞ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું કે, અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન છે. ‘કેન્દ્રની અને રાજ્યની એમ ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો જનતાને મળી રહ્યા છે. આવી જનહિતની યોજનાઓના કરોડો લાભાર્થીઓના આશીર્વાદ સરકારને બમણા વેગથી કામ કરવાની પ્રેરણા આપે છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાને લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમણે મેળવેલા લાભો અને તેના થકી જીવનધોરણમાં આવેલા બદલાવની વિગતો જાણી હતી અને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પણ યોજનાના લાભો મેળવવામાં સહાયરૂપ બને એ માટે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓના લાભો મળવા બદલ વડાપ્રધાનશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આગામી તા.૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને અનુલક્ષીને ઓલપાડના ધારાસભ્ય અને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના વડપણ હેઠળ ઓલપાડ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદોએ નિદાન, દવા અને સારવારનો લાભ મેળવ્યો હતો. જેમાં ૩૦૦ થી વધુ નિષ્ણાત તબીબો, ૫૦ લેબ ટેકનિશિયન, ૩૦૦ પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી, હાડકા, આંખ-કાન-નાક, હદય, દાંત, એનીમિયા, બ્લડ અને સુગર ચેકઅપ, ચશ્મા અને દવા વિતરણ સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની મળીને ૧૬ જેટલી યોજનાઓનો લાભ પોણા પાંચ લાખ લોકોને પહોચાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોઈ એક જ સ્થળે હેલ્થકેમ્પ યોજી હજારો નાગરિકોના આરોગ્યની કાળજી લેવી એ ઈશ્વરીય કાર્ય છે. કેમ્પના આગવા આયોજન માટે તેમણે મંત્રી મુકેશભાઈ પટેલને અભિનંદન આપતા કહ્યું કે, દેશની પ્રગતિમાં આરોગ્યમય નાગરિકો, સ્વસ્થ સમાજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે જ કેન્દ્ર સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સરકાર અને સમાજ સાથે મળીને કાર્ય કરે છે ત્યારે દેશ નિશ્ચિતપણે પ્રગતિના પંથે આગળ વધે છે. એઈમ્સ હોસ્પિટલોનો વ્યાપ વધારવા સાથે દરેક રાજ્યમાં વધુમાં વધુ મેડિકલ કોલેજો સ્થાપવા સરકાર સતત પ્રયાસરત છે. ગુજરાતમાં ૧૧ મેડિકલ કોલેજો હતી, જે છેલ્લા બે દાયકા દરમિયાન વધીને આજે ૩૧ થઈ ચૂકી છે. આયુષ્માન ભારત યોજનાને લીધે ગરીબ,મધ્યમવર્ગને ઉચ્ચ ગુણવત્તાની અને પરવડે એવી આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
સદાય જીવંતપણાનો અહેસાસ કરાવતા સુરત શહેરમાં સદ્દભાવના, સામર્થ્ય, ઈચ્છાશક્તિના દર્શન થાય છે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં અનેક પૂર અને મહામારીઓએ સુરતની કઠિન પરીક્ષા લીધી છે, પરંતુ સુરત હંમેશા રાખમાંથી બેઠું થઈને ધબકતું રહે છે એમ જણાવી સુરતના નાગરિકો અને જાગૃત્ત જનપ્રતિનિધિઓને શુભકામનાઓ પાઠવી હતી.
વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, દેશમાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધી લાભાર્થી કિસાનોના ખાતામાં બે લાખ કરોડ સીધા જમા કરવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતના ૬૦ લાખ અને સુરત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ આ સહાય મેળવી છે. ઉપરાંત, છેલ્લા ૮ વર્ષમાં દેશમાં ૩ કરોડ પાકા આવાસો બનાવીને લાભાર્થી પરિવારોને અર્પણ કર્યા છે, જે પૈકી ગુજરાતના ૧૦ લાખથી વધુ અને સુરત જિલ્લાના ૧.૫૦ લાખ પરિવારોને પાકા આવાસની ભેટ મળી છે, જ્યારે પી.એમ.સ્વામિત્વ યોજનાથી ડ્રોન ટેકનોલોજીથી ગ્રામીણ વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજના હેઠળ ગુજરાતના ૧૬૦૦ ગામોમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો હોવાનો સહર્ષ ઉલ્લેખ કરી આઝાદીના અમૃત્ત કાળમાં અમૃત્ત સંકલ્પો પૂર્ણ કરવામાં આ સિદ્ધી નવી ઉર્જા આપશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આબાલવૃદ્ધ સૌના જીવનમાં ખુશહાલી આવે તે માટે તમામ યોજનાઓના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિકાસના પાયા મજબૂત રીતે નાખ્યા હોવાથી આજે ગુજરાત સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. આરોગ્ય, શિક્ષણ, માર્ગો, વીજળી અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ ગુજરાતના દરેક ખુણામાં પહોંચી છે, રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિસ્તરતા તમામ ગામડાઓ સુધી પાયાની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું કે, પહેલા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો. જે આજે ઘટીને માત્ર ૩ ટકા જેટલો જ રહ્યો છે. શ્રેષ્ઠ નાણાંકીય વ્યવસ્થાપન માટે નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે. રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિસ્તરતા તમામ ગામડાઓ સુધી પાયાની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ બની છે. બે દાયકા અગાઉ ૨૬ ટકા ગામોમાં પીવાનું પાણી મળતું જે આજે ૯૭ ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. અગાઉ વર્ષે ૧૩૭૫ તબીબોની સંખ્યા સામે આજે દર વર્ષે ૫૫૦૦ તબીબો બહાર પડે છે, જે રાજ્ય અને દેશની આરોગ્ય ગરિમા જાળવવામાં યોગદાન આપી રહ્યા છે.
રાજ્યમાં નાના કારીગરો, ફેરિયાઓ, વ્યાપારીઓને સ્વનિર્ભર બનાવવા પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ આ પ્રકારના ૨.૩૫ લાખ જેટલા નાના વ્યવસાયકારોને લાભાન્વિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનશ્રીની લોકહિતની કાર્યસંસ્કૃતિના ચીલે ચાલીને રાજ્ય સરકાર ‘આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાત’ના નિર્માણ માટે સતત કર્તવ્યરત છે એનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક મહામારીમાં વિકસિત દેશોએ પણ પોતાના નાગરિકોને બેહાલ છોડી દીધા હતા. તેવા કપરા સમયે વડાપ્રધાને મોદીએ અને આગવી સુઝબુઝથી આ કપરા કાળમાંથી દેશવાસીઓને હેમખેમ ઉગાર્યા.
એટલું જ નહીં, દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સીન આપી સુરક્ષા કવચ પૂરૂ પાડ્યું છે. ગરીબોની પણ ચિંતા કરી તમામ ગરીબ પરિવારોને મફત અનાજ આપી તેમની જઠરાગ્નિ તૃપ્ત્ કરવાનો યજ્ઞ શરૂ કર્યો તે આજે પણ ચાલુ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે ગુજરાતના ઈતિહાસમાં ચાલું નાણાકીય વર્ષનું બજેટ સૌથી મોટા કદનું આપ્યું છે. કેન્દ્ર સરકારના ગુજરાત પર ચાર હાથ છે, ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વના કારણે ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાતનું વિકાસ મોડેલ દેશનું સર્વસ્વીકૃત્ત મોડેલ બન્યું છે. કોરોનાકાળના વિકટ સમયને ધીરજ, મક્કમતા અને આગવી સુઝબુઝથી સામનો કરીને દેશવાસીઓને સુરક્ષિત રાખવા અને સ્વદેશી રસી વિકસાવી દેશને આરોગ્ય કવચ પૂરૂ પાડ્યું છે. વિકાસની રાજનીતિ કરવી એ રાજ્ય અને કેન્દ્રની સરકારનો સ્વભાવ છે. વચનો આપીને નહીં, પણ કામ કરીને લોકોને સુખાકારીભર્યું જીવન પ્રદાન કરવું એ આ સરકારનું લક્ષ્ય છે.
ગુજરાત અને ગુજરાતીઓ કોઇના ભરમાયા ભરમાશે નહિ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં બે દાયકાથી મુકેલો ભરોસો અકબંધ રાખશે.
નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રસંગોચિત્ત સંબોધન કરતા રાજ્ય અને કેન્દ્ર સરકારની સેંકડો યોજનાઓ છેવાડાના માનવીઓના જીવનમાં સમૃદ્ધ બનાવવામાં નિમિત્ત બની હોવાનું જણાવી રાજ્ય સરકારે બજેટમાં ગામડાઓ, કૃષિ અને પશુપાલન માટે વિશેષ કાળજી લીધી હોવાનું ઉમેર્યું હતું.
આ કાર્યક્રમના આયોજક અને કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક સંબોધનમાં મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોને નમૂનારૂપ અને અદ્વિતય સિદ્ધિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકામાં ૧૦૯૦૫ ગંગા સ્વરૂપા બહેનોને માસિક ૧૨૫૦/- લેખે રૂ.૧,૩૬,૩૧૨૫૦ મળે છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ૩૧,૦૩૩ ખેડૂતોને રૂ.૧૮,૬૧,૯૮૦૦૦/- ની રકમ નિયત સમયે પ્રાપ્ત થાય છે. ઉજ્જવલા યોજનાના ૧૧,૬૪૮ જેટલા લાભાર્થીઓ જ્યારે વૃદ્ધ પેન્શન યોજના હેઠળ૧૩૬૯ લાભાર્થીઓને પેન્શનનો લાભ મળી રહ્યો છે.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, મંત્રી મુકેશભાઈ પટેલે સહિતના મહાનુભાવોએ ખુલ્લી જીપમાં સવાર થઈને જાહેરજનતાનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઓલપાડ તાલુકામાં વિવિધ યોજનાઓ અને લોકહિતમાં તેના અસરકારક અમલીકરણ અંગેની શોર્ટ ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રીવિનોદભાઈ મોરડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડિયા, અરવિંદ રાણા, કાંતિ બલર, સંગીતા પાટિલ, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, ઝંખના પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈ, મેયર હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ, સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, સાંસદ-ધારાસભ્યો , સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, લાભાર્થીઓ, દર્દીઓ, વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
ગાંધીનગર
દહેગામ-આંકલાવ-ગોધરા-વલસાડ-લાઠી અને માંડવી નગરપાલિકાઓને મળશે લાભ

રાજ્યની ૬ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડના વિકાસ કામોને મંજૂરી
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની છ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૯૩ કરોડ ૧૦ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ-
GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂ. રર.૧પ કરોડ અને ભુગર્ભ ગટરના ૧ પ્રોજેક્ટ માટે રૂ. ૬.૦૪ કરોડ મંજૂર થયા છે.
પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે તેમાં દહેગામ નગરપાલિકાને રૂ. ૧ર.પ૯ કરોડ પ૪૦૦ ઘર જોડાણથી અંદાજે ર૭ હજાર લાભાર્થીઓને આવરી લેવા માટે ફાળવાશે.
આંકલાવમાં પ૬ર ઘર જોડાણ અને ર૮૧૦ જનસંખ્યાને રૂ. ૧૯.પ૬ કરોડના ખર્ચે થનારા પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે.
ગોધરા નગરપાલિકામાં રૂ. ૮.૦૬ કરોડના ખર્ચે બે ફેઇઝમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ હાથ ધરાશે અને પ૦૦ ઘર જોડાણથી રપ૦૦ લોકોને લાભ થશે.
૬ નગરોમાં ૧૪૩૦૦ થી વધુ ઘરોને પાણીના કનેક્શન જોડાણથી ૧ લાખ ૯ હજાર લોકોને અને
ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં ૧૬૯૦ આવાસોના ૮૪૪૯ લોકોને લાભ મળશે
અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકા વિસ્તારના ર૦૦ ઘર જોડાણોથી ૧ હજાર લોકોને ઘરે પાણી મળશે અને આ પ્રોજેક્ટ માટે રૂ. પ.૪૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
વલસાડ નગરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારના ૭ર૬૯ આવાસોને ઘર જોડાણથી આવરી લઇ ૭૩૮૦૪ ની જનસંખ્યાને પાણી પહોંચાડવા રૂ. ૮.૩૦ કરોડનો પ્રોજેક્ટ આ બેઠકમાં મંજૂર થયો છે.
એટલું જ નહિ, વલસાડ નગરમાં ભુગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. ૬.૦૪ કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટના પરિણામે ૧૬૯૦ ઘર જોડાણોથી ૮૪૪૯ લોકોને ભુગર્ભ ગટરનો લાભ મળતો થશે.
માંડવી નગરપાલિકાના પાણી પૂરવઠા પ્રોજેક્ટ માટે રૂ. ૧૦.૯ર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અન્વયે ૪૦૩ ઘર જોડાણો અને ર૦૧પ લાભાર્થીઓને લાભ મળવાનો છે.
સમગ્રતયા આ ૬ નગરપાલિકાઓમાં ૧૪૩૩૪ ઘર જોડાણોથી ૧ લાખ ૯ હજાર ૧ર૯ લોકો લાભાન્વિત થશે.
ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ તથા તળાવોના નવિનીકરણ માટે કુલ રૂપિયા ૯૩.૧૦ કરોડના વિકાસ કામો મંજૂર થયા
GUDMની આ બેઠકમાં ખંભાત, વલસાડ અને આમોદના તળાવોના નવિનીકરણના કુલ રૂ. રર.૧પ કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે.
તદઅનુસાર, વલસાડમાં તળાવ નવિનીકરણ માટે રૂ. ૬.૭૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો વ્યાપક લાભ અંદાજે ર લાખ ૮ હજાર ૬૭૮ લોકોને મળશે.
ખંભાતમાં આવા તળાવ નવિનીકરણ માટે રૂ. ૮.૭૯ કરોડ અને આમોદ માટે રૂ. ૬.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો ખંભાતમાં ૧ લાખ ૧૭ હજારને અને આમોદમાં ૧૯૭૪૭ લોકોને લાભ મળતો થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રજૂ થયેલા આ વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટમાં રાજ્ય સરકારે અમૃત 2.0 અંતર્ગત પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે રૂ. ૧૪પ૪ કરોડની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.
GUDM દ્વારા મંજૂર થયેલા વિકાસ કામોમાં આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે.
ગાંધીનગર
ગાંધીનગર માં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓના સમગ્રતયા સન્માન-ગૌરવ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
તેમણે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી કરીને નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન હંમેશાં માતા-બહેનો, નારી શક્તિનું સન્માન જાળવવા આપણે પ્રતિબદ્ધ છીએ.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અવસરે સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારીને શક્તિસ્વરૂપા કહી છે.
આપણે પણ એ શક્તિસ્વરૂપાનું, તેના કાર્યનું હંમેશા આદર્શ સન્માન કરતા રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું.
“હર હાથ કો કામ, હર કામ કા સન્માન”ના મંત્ર સાથે માતા-બહેનોના કાર્ય પ્રદાનને રોજિંદા જીવનમાં પણ સન્માનવા નું તેમણે આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ બનાસકાંઠાની મહિલા પશુપાલકોએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે આગવી સિદ્ધિઓ મેળવી છે તેનો ગૌરવસહ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં મહિલા કલ્યાણ માટેની બહુવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
એટલું જ નહીં, સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલાના કાર્ય મંત્ર સાથે મહિલા કલ્યાણ માટે આ વર્ષના બજેટમાં 6064 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે ગયા વર્ષના બજેટ કરતા 23% વધારે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આ અમૃતકાળ મહિલાઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણનો પણ અમૃતકાળ બનાવવા સૌ સહિયારા પ્રયાસો કરીએ તે આવશ્યક છે.
તેમણે રાજ્યની માતૃશક્તિના આશીર્વાદ અને પ્રેમથી ગુજરાતની સતત અવિરત વિકાસયાત્રા વધુ ગતિમાન બનશે એવી અપેક્ષા દર્શાવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફૂલ નહીં હમ ચિંગારી હૈ, હમ ભારત કી સન્નારી હૈ” : મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓ, ગૌરવભેર જીવન જીવી શકે, દિન પ્રતદિન પ્તેમનું ગૌરવ વધે, અને તેમના પ્રત્યે સમાજમાં કુરીવાજો, અન્યાય, અત્યાચાર, દુર થાય અને તેમને રક્ષણ મળી રહે, સમાજમાં સમરસ વાતાવરણ બને, દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, સામાજીક સમરસતાના હિમાયતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની પ્રેરણાથી શરૂ થયેલું બેટી બચાવો, બેટી –પઢાવો અભિયાન દીકરીઓ ના શિક્ષણ માટેનું જન અભિયાન બની ગયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સફળ, નિણાર્યક અને પારદશર્ક નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યે મહિલાના જીવનચક્રના દરેક તબક્કે સાથે રહી મહિલાની જરૂરીયાત અનુસાર આવશ્યક સેવાઓ અને મદદ પૂરી પાડી રાજ્યની દરેક દીકરી, યુવતી કે મહિલાના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલ હાથ ધરી છે.
મંત્રી એ જણાવ્યું હતું કે, ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, નાણાંમત્રી નિર્મલા સીતારામન, આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને ઉદ્યોગક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કલાક્ષેત્રે, એમ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી વિવિધ ક્ષેત્રમાં મહિલાઓએ ખૂબ જ પ્રગતિ કરી છે.
આ અવસરે રાજ્યની મહિલા ઉદ્યમીઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ તથા મહિલા આંત્રપ્રિનિયોરને પ્રોત્સાહન આપવા ૦૩ મહિલા ઉદ્યમીઓનું આ કાર્યક્રમમાં સન્માન કરી તેમને બિરદાવવામાં આવી હતી.
મુખ્યમંત્રી ના હસ્તે દિકરીને અન્નપ્રાશન કરાવામાં આવ્યું હતું. ઉપરાંત જામનગર અને સાબરકાંઠા જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરનું ઈ-લોકાર્પણ, સ્વેયસેવી સંસ્થા અને મહિલા કાર્યકર્તાને ગુજરાત મહિલા વિકાસ એવોર્ડની સન્માનિત કરાયા હતા. આ સાથે 15 મુખ્ય સેવિકા અને આંગણવાડી તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ૧૮૧ અભયમ હેલ્પલાઈનની શોર્ટ ફિલ્મનું અનાવરણ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીને ચેક વિતરણ, નિર્ભયા ફંડ હેઠળ ૧૮૧ અભયમ્ હેલ્પલાઈનને ૧૨ ઈનોવા વાહનોનું લોકાર્પણ, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીને ચેક વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, તથા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ૨૦૨૨ના વિજેતા અન્વી ઝાંઝરુકિયાનું સન્માન જેવા નારી શકિત નો મહિમા કરતા કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેષભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, સાંસદ રમીલાબેન બારા, ઘારાસભ્યરીટાબહેન પટેલ, દર્શના બહેન વાઘેલા, કંચન બહેન રાદડિયા અને અલ્પેશભાઈ ઠાકોર સહિત મહાનુભાવો, વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા…
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ