હેલ્થ
Green Tea Skin Care: ગ્રીન ટી પીધા પછી ફેંકી દો છો ટી બેગ ? સ્કીન કેર માટે આ રીતે કરો ઉપયોગ
Used Green Tea Bags for Skin Care: સામાન્ય રીતે ગ્રીન ટી બેગ (Green Tea Bag)નો ઉપયોગ કર્યા પછી તેને નકામી ગણીને ડસ્ટબીનમાં ફેંકી દેવામાં આવે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે જે ગ્રીન ટી બેગને કચરા તરીકે ફેંકી રહ્યા છો, ખરેખર તેની મદદથી તમે તમારી ત્વચા (Skin Care)ની ઘણી સમસ્યાઓને ઠીક કરી શકો છો. વાસ્તવમાં, ગ્રીન ટીમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે થોડા સમય માટે ગરમ પાણીમાં રહેવા પછી પણ ગ્રીન ટી બેગમાં મોટી માત્રામાં રહે છે. તમને જણાવી દઈએ કે હેલ્ધી અને પ્રોબ્લેમ ફ્રી સ્કિન માટે આપણી ત્વચા માટે એન્ટીઓક્સીડેન્ટ (Antioxidants) તત્વ ખૂબ જ જરૂરી છે.
એન્ટીઑકિસડન્ટ ત્વચાને યુવી કિરણોથી બચાવે છે અને કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યાને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. આ રીતે, ગ્રીન ટીનો ઉપયોગ કર્યા પછી, તેની બેગ ફેંકતા પહેલા બે વાર વિચારો. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે સ્કિન કેરમાં બાકી રહેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ કરી શકો છો.
ત્વચાની સંભાળ માટે બચેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો
ફેસ સ્ક્રબ બનાવો
જો તમે કરચલીઓ અને રિંકલ્સની સમસ્યાથી પરેશાન છો, તો તમે ગ્રીન ટી બેગમાંથી તૈયાર સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી ત્વચા ચુસ્ત બને છે અને ચહેરો ચમકદાર બને છે. તેનો ઉપયોગ કરવા માટે, એક બાઉલમાં બાકીની ગ્રીન ટી લો અને તેમાં થોડી ખાંડ મિક્સ કરો. હવે આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો. તેનાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર થશે.
ગ્રીન ટી ફેસ માસ્ક
એક બાઉલમાં ગ્રીન ટીના પાન કાઢીને તેમાં થોડું દહીં, મધ અને હળદર મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. લગભગ 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ત્વચા પર ગ્લો આવશે.
ડાર્ક સર્કલ
બાકીની ગ્રીન ટી બેગને થોડા સમય માટે પાણીમાં રહેવા દો. ત્યાર બાદ તેને ફ્રીઝમાં ફ્રીઝ કરવા માટે રાખો. જ્યારે તે ક્યુબમાં સ્થિર થઈ જાય, ત્યારે તેને તમારી આંખોની આસપાસ ઘસો. (અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
ગાંધીનગર
H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં પરંતુ તકેદારી રાખવાની જરૂર
10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2 ના 3 કેસ નોંધાયા : H3N2 થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
માઇલ્ડ લક્ષણોમાં ડૉક્ટરના પ્રિસ્કીપશન અને પરામર્શના આધારે દવા મેળવવી
મોડરેટ અને સીવયર પ્રકારના લક્ષણો જણાય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લઇએ
રાજ્ય સરકાર દ્વારા ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ (IDSP) પ્રોજેકટ દ્વારા રોગચાળા માટે જવાબદાર મુખ્ય ૧૬ રોગોનું દૈનિક મોનીટરીંગ કરીને અટકાયતી પગલાં લેવાય છે
તમામ સીઝનલ ફ્લુ કેસોની નામ સાથેની વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portal નાં માધ્યમથી મોનીટરીંગ કરાય છે
સીવીલ હોરિપટલો અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ, વેન્ટીલેટર્સ, પી.પી.ઇ.કીટ અને માસ્કનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ
સીઝનલ ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટીંગ માટે રાજ્યની તેર (૧૩) સરકારી લેબોરેટરીઓમાં વિનામુલ્યે ટેસ્ટીંગ સુવિધા તેમજ ૬૦ ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ
રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝાની સારવારમાં અસરકારક ઓસેલ્ટામાવીર (૭૫ મી.ગ્રા., ૩૦ મી.ગ્રા., ૪૫ મી.ગ્રા અને બાળકો માટેની સીરપ) નો કુલ ૨,૭૪,૪૦૦ જેટલો જથ્થો રાજ્યમાં વેરહાઉસ ખાતે ઉપલબ્ધ
રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે લોકોમાં જોવા મળી રહેલા શરદી, ખાંસી, તાવ ના કેસ સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચિંતા વ્યક્ત કરી છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે ઇન્ફ્લુએન્ઝા H3N2 થી નાગરિકોને ગભરાવવાની જરૂર નથી તેમ જણાવી રાજ્યની જનતાને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં જોવા મળતા સીઝનલ ફ્લુના કેસોમાંથી મુખ્યત્વે H1N1 ટાઈપના જ કેસો જોવા મળ્યા છે .જ્યારે H3N2 ના કેસો નહીવત નોંધાયા છે.H1N1 અને H3N2 એ ઇન્ફ્લુએન્ઝા-એ ના ટાઈપ છે. આ બંને પ્રકારના કેસમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે. તાવ અને શરદીના સામાન્ય લક્ષણોમાં સામાન્ય દવા લેવાથી પણ રોગમાં રાહત મળે છે.
રાજ્યમાં આ વર્ષે તા.૧૦.૦૩.૨૦૨૩ સુધીમાં ૮૦ સીઝનલફ્લુના પોઝીટીવ કેસ નોંધાયા જેમાંથી H1N1 ના 77 કેસ અને H3N2 ના 3 કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં H3N2 થી એક પણ મરણ થયેલ નથી તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતુ.
વધુમાં મંત્રીએ કહ્યું કે, રાજ્યની મેડીકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં ઓ.પી.ડી. ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે ઓ.પી.ડી. ની સંખ્યામાં કોઇપણ પ્રકારનો મોટો વધારો નોંધાયેલ નથી.
રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે રોગચાળાને ત્વુરીત ઓળખવા અને તે અનુસાર પગલાં ભરવા માટે ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ (IDSP)પ્રોજેકટ અમલી બનાવ્યો છે. જેના અંતર્ગત કુલ-૧૬ રોગો જે રોગચાળા માટે મુખ્યરત્વે જવાબદાર છે તેનું નિયમિત એટલે કે દૈનિક મોનીટરીંગ કરવામાં આવે છે અને તે મોનીટરીંગના આધારે જરૂરી રોગચાળા અટકાયત પગલાં લેવામાં આવે છે.
તેમજ તમામ સીઝનલ ફ્લુ કેસોની નામ સાથેની વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portal નાં માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવે છે.
તા.૨૫.૦૨.૨૦૨૩ નાં રોજ રાજ્યની તમામ જિલ્લા/કોર્પોરેશન કક્ષાએ સીઝનલ ફ્લુના કેસો નોંધાવા પામે ત્યારે રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.જેના અંતર્ગત તમામ સીવીલ હોરિપટલો અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ, વેન્ટીલેટર્સ,પી.પી.ઇ.કીટ અને માસ્કનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં જણાવાયું હોવાનું મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
સીઝનલ ફલુની સંભવિત પરિરિસ્થતિને અનુલક્ષીને જરૂરી દવાઓ, કેપ્સૂલ. ઓસેલ્ટામાવીર, પી.પી.ઈ. કીટ, એન-૯૫ માસ્ક, ટ્રીપલ લેયર મારક વગેરેના જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જથ્થામાંથી તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો ખાતે પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવવા પણ આરોગ્યતંત્રને જણાવવામાં આવ્યું છે.
હાલ રાજ્યમાં ઓસેલ્ટામાવીર (૭૫ મી.ગ્રા., ૩૦ મી.ગ્રા., ૪૫ મી.ગ્રા અને બાળકો માટેની સીરપ) નો કુલ ૨,૭૪,૪૦૦ જેટલો જથ્થો રાજ્યમાં વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.
વધુમાં રાજ્ય સરકાર દ્વારા તા.૧૧.૦૩.૨૦૨૩ના રોજ રાજય કક્ષાએથી સેટકોમ દ્વારા તબીબી અધિકારીઓ તથા ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, આશા, આંગણવાડી કાર્યકરો ને માર્ગદર્શન, H1N1ના કેસોનો કોન્ટેકટ સર્વે તથા ગાઇડલાઇન મુજબ જરૂરી સારવાર આપવા માટે જાણકારી આપવામાં આવી છે.
સીઝનલ ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટીંગ માટે રાજ્યની તેર (૧૩) સરકારી લેબોરેટરીઓમાં વિનામુલ્યે ટેસ્ટીંગ સુવિધા તેમજ ૬૦ ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ છે હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.
સીઝન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે..
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
ગાંધીનગર
૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે કે જ્યાં ૧૦૮ ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે.
૧૦૮ ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ-ધિ-આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે Android અને ios ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવેલ છે.
૧૦૮ સીટીઝન મોબાઈલ એપમાં ફોન કોલ કાર્ય સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ધટના સ્થળે બોલાવી શકાય છે.
•કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની લેટ-લોંગ સહીત સચોટ માહિતી માહિત ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે.
• કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે અને ત્વરિત સચોટ માહિતી મોબાઈલ એપ થકી મેળવી શકાશે
• ૧૦૮ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઘટના સ્થળની માહિતી જે તે લોકેશનની એમ્બ્યુલન્સને આપવામાં સમય વ્યતિત નહિ થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિગની કામગીરી કરી શકશે.
૧૦૮ સીટીઝન મોબાઈલ એપમાં ૭૦૦૦ કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલીટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે જે લોકો દ્વારા જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકાશે.
ખાસ કરીને પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી ૨૪ કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી , ખાનગી હોસ્પિટલો, SNCU હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે.
રાજ્યના કોઈ પણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે.
ધટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં મળી શકશે, જેથી કોલ કરનાર અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનીયતા પ્રતિપાદિત થઇ શકશે.
૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપનાં માધ્યમથી રેટિંગ થકી આપી શકશે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.
૧૦૮ સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે તે પ્રકારની વ્યવસ્થા મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે.
૧૦૮ મોબાઈલ એપ ગુજરાત, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પથરાયેલા ૮૦૦ થી વધું ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યો છે.આજે ૧૦૮ એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે.
આજે ગાંધીનગર ખાતે ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ 108 સિટીઝન મોબાઇલ એપનો રાજ્યની જનતાને મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
આક્સમિક પરિસ્થિતિઓમાં દર્દી , સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલા ૧૦૮ ની એમબ્યુલન્સને જ યાદ કરે છે.
૧૦૮ એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં નીતનવા સમય આધારિત સુધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથે ના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ