ગુજરાતમાં શરુ થયો ટેન્કર રાજ,
કચ્છમાં ટેન્કરોથી પહોચાડાઇ રહ્યા છે પશુઓ માટે પાણી
રાજ્યમાં પાણી માટે ટોલ ફ્રી નંબર જાહેર કરતી રાજ્ય રાજ્ય સરકાર
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો
રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
……………………………
જૂથ પાણી પુરવઠા, હેડપંપની મરામત સહિતની પીવાના પાણી સંબંધિત
ફરિયાદ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત
……………………………
ભુજ-ભચાઉ ઓવરબ્રિજનું કામ રૂ ૧૦૮ કરોડના ખર્ચે હાથ ધરી સત્વરે પૂર્ણ કરાશે
તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-૧નું કામ પૂર્ણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટૂંક સમયમાં લોકાર્પણ
સોમનાથ દર્શન માટે મુંબઈ-કેશોદ-મુંબઈ એર ફ્લાઇટ આગામી તા.૧૬મી એપ્રિલથી શરૂ કરાશે
દર માસના બીજા શનિવારે યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાં ૪.૯૯ લાખ અરજીઓનો સમયસર નિકાલ
ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !
……….
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યું છે. ગ્રામ્યસ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી અને હેન્ડપંપ રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે જેના પર નાગરિકોને પોતાની રજૂઆત કરી શકશે જેનો સત્વરે નિકાલ કરાશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપતા મંત્રી ઉમેર્યું છે કે ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાંના પાણીની કોઈ તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન કરવા સંબંધિતોને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સાથે સાથે પાણીનો બગાડ ન કરવા પણ નાગરિકોને અપીલ કરાઇ છે. ટેન્કરો દ્વારા પાણી આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું છે કે હાલ કચ્છ જિલ્લામાં ૩૬ ટેન્કરો દ્વારા ૧૧૪ ફેરા થકી આશરે ૨૧ ગામોમાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ઓવરબ્રિજનું કામ રૂપિયા ૧૦૮ કરોડના ખર્ચે હાથ ધરાશે. આ બ્રિજ અંગે વિવિધ જમીન સંપાદન સહિતના ટેકનિકલ પ્રશ્નો હતા તે હલ થયા છે એટલે હવે આ કામ સત્વરે શરૂ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. જેના પરિણામે ભૂજ અને ભચાઉના નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ જ રીતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-૨માં રૂપિયા ૬૫૧ કરોડના ખર્ચે કામ શરૂ થનાર છે. ફેઝ-૧ના કામ પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે.
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી તા. ૧૬ એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસીય આ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.
ગુજરાતના ખેડૂતો પાસેથી રેકોર્ડ બ્રેક ચણાની ખરીદી રેકોર્ડ બ્રેક ભાવે થઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૂા.૫૨૩૦ એટલે કે પ્રતિ મણ રૂા.૧૦૪૬ના ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં ૧૮૭ કેન્દ્રો જ્યારે અત્યારે જરૂરિયાત મુજબ ૧૧૭ કેન્દ્રો પરથી ચણાની ખરીદી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ૬.૬૫ લાખ મેટ્રિકટનથી વધુ ચણાની ટેકાના ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે ગુજરાતમાં ૫.૫૦ થી ૬ લાખ ટન ચણા ઉત્પાદનનો અંદાજ છે. જરૂરિયાત પડશે તો ગુજકોમાસોલને વધુ ચણાની ખરીદી કરવા માટે પણ સૂચના અપાશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
મંત્રીશ્રીએ કહ્યું હતું કે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારમાં ૫૬ જેટલી સેવાઓ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી પ્રજાને ઘેર બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમ પ્રથમ તબક્કામાં કુલ ૪,૯૯,૯૭૯ અરજીઓ આવી હતી જેમાંથી ૪,૯૯,૯૧૪ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જામનગર, પોરબંદર, નર્મદા અને દાહોદ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના કાર્યક્રમ હોવાથી સેવાસેતુ સેતુ કાર્યક્રમ યોજી શકાયા નથી જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.