BANASKANTHA
ગૌશાળાઓ ને સરકાર સહાય કરે નહિતર ગૌભક્તો સરકાર સામે આંદોલન ચાલુ રાખશે..મહેશ દવે
રાજય સરકાર ના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2022-2023ના અંદાજપત્ર રજૂ કરતી વખતે ગૌ સંવર્ધન માટે 500 કરોડ ની મુખ્યમંત્રી ગૌ પોષણ યોજનાની જાહેરાત કરી હતી જોકે રાજય ની ભાજપ સરકારે જાહેરાત કર્યાને 7 મહિના થવા છતાં પાંજરાપોળ ને આર્થિક સહાય રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવી નથી..ત્યારે ગૌ પ્રેમીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લામાં ગૌ પ્રેમીઓ ગાયોને હાઇવે પર છોડી મુકવામાં આવી હતી.જેને કારણે રસ્તાઓ પર જામ થઇ જવા પામ્યો હતો. એટલુંજ નહીં મામલતદાર કચેરીમાં ગાયો છૂટી મૂકી દીધી હતી તેમજ કેટલાક ગૌભક્તો એ પોલીસ ની સામે બંગડીઓ ફેંકી સામે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.પ્રખર ગૌભક્ત મહેશ દવેએ પંચાત ટીવી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓએ મામલતદાર કચેરીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને બંગડીઓ પહેરાવવા માટે આપી હતી. આ આ સરકાર ગાયોના નામે મતો મેળવી છે પણ ગાયો ના નામે આ સરકારે કશું કર્યું નથી માત્ર આ સરકાર વાતો કરે છે.રાજયની ભાજપ સરકાર ગૌ શાળાઓ ને ત્વરિત સહાય નહીં ચૂકવે તો આગામી સમયમાં વધુ આક્રમકઃ રીતે કાર્યક્રમો આપવામાં આવશે..