અમદાવાદ
ગુજરાતને અમેરિકા બનાવવા સરકારનો નવો માસ્ટર પ્લાન !
ગુજરાતને અમેરિકા બનાવવા સરકારનો નવો માસ્ટર પ્લાન !
ગુજરાતમાં છેલ્લા 27 વરસથી ભારતિય જનતા પાર્ટી સત્તા સ્થાને છે, વર્ષ 1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભાજપાની પુર્ણ બહુમતની સરકાર આવી હતી, ત્યારથી લઇને અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે પાછુ વળી ને જોયુ નથી, એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં વર્ષ 2001માં નરેન્દ્રમોદીએ સત્તાના સુત્રો સંભાળ્યા બાદ ગુજરાતના વિકાસને એક નવી જ ઉચાઇએ પહોચાડ્યો છે, ત્યારે બાદ તેમના અનુગામીઓ જેમ કે આનંદી બેન પટેલ, વિજય રુપાણી અને હવે ભુપેન્દ્ર પટેલ ગુજરાતને વર્લ્ડનુ નંબર વન સ્ટેટ બનાવવા દિવસ રાત એક કરી રહ્યા છે, ગુજરાતની પ્રજાની શહેરથી લઇને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિશ્વકક્ષાની સુવિધાઓનો લાભ ઘર આંગણે મળે તે માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે, સ્વાભાવિક છે કે વિશ્વસ્તરની સુવિધાઓ જોઇતી હોય તો સરકારે પોતાના આવકના સ્ત્રોત પણ વધારવા પડે,સુત્રોની વાત સાચી માનીએ તો જે પ્રકારે રાજ્યમાં જંત્રીના દરો 15 એપ્રિલથી અમલ થવાના છે જેના કારણે રાજ્ય સરકારની આવકમાં વધારો નોધાશે, શહેરી વિસ્તારનો વિકાસતો આંખે ઉડીને વળગે તેવો છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો શહેરો તરફ આગળ વધે છે,અને ગામડાઓ તુટી રહ્યાછે, ત્યારે આવી સ્થિતિમાં ગુજરાતના ગમડાઓને બચાવવા માટે શહેરી વિસ્તાર જેવી જ અધ્યતન સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર ટુંક સમયમાં માસ્ટર પ્લાન લઇને આવી રહી છે જેમા પ્રજોનો સાથ અને ગુજરાતનો વિકાસ નારો અપાશે, એટલે પ્રજાના સહયોગથી હવે ગામડાઓ સમૃધ્ધ અને આત્મ નિર્ભર બનશે
ગામડાઓને કઇ રીત બનાવાશે આત્મ નિર્ભર-આ છે પ્લાન
આગામી સમયમાં રાજય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વેરો ,કોમર્શિયલ ટેક્ષ સહિતની નીતિમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે..જે પ્રકારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાઓ ,મહાનગર પાલિકાઓમાં ક્ષેત્રફળ અને જંત્રી આધારિત ટેક્ષની ફોર્મ્યુલા જોવા મળી રહી છે એજ પ્રકારે રાજયના 18હજાર થી વધુ ગામડાઓમાં ટેક્ષની ફોર્મ્યુલા લાગુ પાડવામાં આવી શકે છે .એ માટે સચિવ કક્ષાએ અભ્યાસ કરી ને ગ્રામ્ય વિસ્તાર માં ક્યારથી લાગુ પાડવી અને કેવી પ્રકારની ટેક્ષ ફોર્મ્યુલા તૈયાર કરવા માટે સૂચના આપી છે..ત્યારે આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરીજનોની જેમ ટેક્ષ ભરવા માટે તૈયાર રહેવું પડશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે રાજ્યની જિલ્લા પંચાયતના પ્રમુખપદાધિકારીઓ સાથે પરિસંવાદ યોજાયો હતો એ દરમ્યાન જિલ્લા પંચાયત ના હોદેદારો દ્વારા ગ્રામ પંચાયતની આવક વધારવા શહેરી વિસ્તારની જેમ ટેક્ષ ફોર્મ્યુલા લાગુ કરવાની રજુઆત મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર સહિત 10થી વધુ જિલ્લાના હોદ્દેદારોએ કરી હતી.સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ને મળતા માનદ ભથ્થામાં વધારો કરવો અને તેમને મળતા વાર્ષિક પેટ્રોલ ડીઝલ ખર્ચમાં વધારો કરવામાં આવે આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ રજુઆત એ હતી કે રાજય સરકાર દ્વારા તમામ જિલ્લા પંચાયતોને એન એ ના અધિકાર પરત આપવામાં આવે
બિન ખેતી માટે પંચાયતના ચુટાયેલી પાંખને નહી અપાય અધિકાર- ભુપેન્દ્ર પટેલ
સૂત્રોની વાત માનીએ તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જિલ્લા પંચાયતોના હોદેદારોને કહી દીધું હોવાનું કહેવાય છે કે N A(બિન ખેતી) ના નિર્ણયમાં સરકારે કરેલા નિર્ણયમાં કોઈ ફેરબદલ નહીં થાય .ત્યારે નોંધનીય છે કે વર્ષ 2015માં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ગ્રામ્ય લેવલે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા ગુમાવી હતી અને કોંગ્રેસને 31 માંથી 28 જિલ્લા પંચાયતો માં સત્તા મળી હતી ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજયની જિલ્લા પંચાયતો પાસેથી જમીન એન કરવા અધિકાર લઇ ને કલેકટર હસ્તક કરી દીધા હતા ત્યારે હવે સમગ્ર ગુજરાત માં જિલ્લા પંચાયતો ભાજપ સત્તા સ્થાને છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં અમલી કર માળખામાં ફેરફાર કરવા માટે તેમણે તૈયારી બતાવી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોના સૂચનને અમલી બનશે તો ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરી વિસ્તારના નાગરિકોની જેમ ઊંચા કરવેરા ભરવાની તૈયારી રાખવી પડશે જયારે રાજય સરકાર દ્વારા પંચાયતી સંસ્થાઓના સુદ્ઢ વહીવટ માટે પંચાયતી રાજ ઇન્ફરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ-PARINAM પોર્ટલનું મુખ્યમંત્રીએ કર્યુ લોન્ચીંગ કર્યું હતું. આ પ્રસંગે પંચાયત રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે કહ્યુ હતું કે પંચાયત વિભાગની યોજનાઓ સહિત વિવિધ કામગીરીના અમલીકરણનું રિયલ ટાઇમ મોનિટરીંગ અને મેનેજમેન્ટ માટે-પેપર લેસ વર્ક કલ્ચર માટે PARINAM ઉપયોગી થશે