ગાંધીનગર

સરકારે શ્રમિકોની ચિંતા કરી છે : બ્રિજેશ મેરજા

Published

on

ગુજરાત સરકારે હંમેશા શ્રમિકો-કામદારોની ચિંતા કરી છે : :શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા

અરક્ષિત કામદારોની રક્ષિત બાબતો વર્ષ-૨૦૧૧ના ગુજરાત રાજ્ય સામાજિક
સુરક્ષા બોર્ડની રચનામાં પ્રસ્તુત

કયા નેતાને પત્ની પડી ભારે !

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગૃહમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરના કાપડ બજારોમાં કામ કરતા અરક્ષિત-મજૂરી-કામદારોના રોજગાર કલ્યાણ અને સુરક્ષા ‘‘અમદાવાદ કાપડ બજાર અને દુકાન કામદાર બોર્ડ’’ને લઇ બનાવેલ ગુજરાત અરક્ષિત મજૂરી-કામદાર (રોજગાર અને કલ્યાણ નિયમન) અધિનિયમ ૧૯૭૯ અપ્રચલિત હોઇ રદ કરવો જરૂરી છે.

 

Advertisement

ચૂંટણી જીતવા માટે ભાજપે લોંચ કર્યો સસ્તો પ્લાન !

મેરજાએ  વિગતો આપતા કહ્યુ હતુ કે આ ક્ષેત્રે કામ કરતા અસંગઠિત કામદારોની પ્રસ્તુત બાબતો વર્ષ ૨૦૦૮માં ભારતની સંસદ દ્વારા અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમથી રાજ્ય સરકારોને વિવિધ યોજના ઘડવાની સત્તા આપવામાં આવી છે. તે સંદર્ભે ગુજરાત સરકારે વર્ષ-૨૦૧૧માં ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરી છે. જે ગુજરાત અરક્ષિત મજૂરી કામદારના અધિનિયમ ૧૯૭૯ના હેતુને પરિપૂર્ણ કરે છે.

 

ગુજરાતમાં ચૂંટણી આવે છે !

મેરજાએ ગુજરાત અરક્ષિત મજૂરી-કામદાર અધિનિયમ ૧૯૭૯ રદ કરવા અંગે ગૃહમાં કહ્યું કે આ કાયદો માત્ર ૧૩ વ્યવસાય પૂરતો મર્યાદિત હતો જ્યારે અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમ-૨૦૦૮માં તમામ વ્યવસાય સાંકળી લીધા છે. ૧૯૭૯નો અધિનિયમ રદ થવાથી શ્રમિકોની ચિંતા, સુરક્ષા, સહાય, તેમનું જતન કરવામાં કોઈ પણ ઉણપ આવવાની નથી. આ કાયદો રદ કરતાં પહેલાં સરકારે કામદાર સંગઠનોને સાંભળીને તેમની સંપૂર્ણ સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેઓએ કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે રાજ્યના શ્રમિકો -કામદારોની હંમેશા ચિંતા કરી રહી છે. કેન્દ્ર સરકારના ઈ-શ્રમિક પોર્ટલ હેઠળ કામદારો-શ્રમિકોની નોંધણી થાય તેવા ઉદેશ્યથી અમારી સરકારે ગુજરાતના ૧૪,૦૦૦ ગામોના સરપંચોને પ્રોત્સાહિત કર્યા છે. જેના પરિણામ સ્વરૂપ ભારતભરમાં ઈ-શ્રમિક પોર્ટલમાં શ્રમિક નોંધણીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ગુજરાતે લોન્ચ કરેલ ઈ-શ્રમ પોર્ટલમાં કુલ ૩૭૯ વ્યવસાયની ઓળખ કરવામાં આવી છે. આ પોર્ટલમાં મહત્તમ કામદારોની નોંધણી થાય તેના માટે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવે છે.
આ સુધારા વિધેયકને આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

Advertisement

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version