સરકાર કહે છે ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત છે !
ભાજપ સરકારના પ્રધાનો મહિલાઓની સુરક્ષાની ગુલબાંગો પોકારે છે, પણ વરવી વાસ્તવિકતા છે કે ગુજરાતમાં મહિલાઓ સલામત રહી નથી
આ વાત ગુજરાત વિધાસભામાં સ્વયમ સરકારે સ્વીકાર્યુ છે કે ગુજરાતમાં સાઢા સાત હજાર મહિલાઓ ગુમ થઇ,, જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ
મહિલાઓ ગુમ થઇ છે,,એટલે કે મહિલાઓ માટે ગુજરાત હવે સુરક્ષિત રહ્યુ નથી,
1145 મહિલાઓને પોલીસ શોધી શકી નથી
ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાની ઘટનાઓમાં વધારો નોધાયો છે, વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે જે જવાબ આપ્યો છે, તે મુજબ વર્ષ 2020માં આખાય
ગુજરાતમાં 7673 મહિલાઓ ગુમ થઇ હતી, જેમાં 6528 મહિલાો પરત આવી ગઇ હતી તો પોલીસે આટલી મહિલાઓને શોધી કાઢી હતી, પણ , 1145 મહિલાઓને ઘરે પરત લાવવામાં
પોલીસ અસફલ સાબિત થઇ છે,
અમદાવાદ અને સુરતમાં વધુ મહિલાઓ ગુમ
અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ મહિલાઓ ગુમ થઇ છે, જેમાં અમદાવાદમાં 1870 મહિલાઓ ગુમ થઇ હતી, તે પૈકી 1674 પરત આવી ગઇ હતી સુરતમાં 1246 મહિલાઓ ગુમ થઇ હતી, જેમાં 988નો પત્તો લાગ્યો હતો
વડોદરામાં 327 મહિલાઓ ગુમ થઇ હતી તો 291 મહિલાઓ મળી હતી, તો સુહરતમાં 296 મહિલાઓ ગુમ થઇ હતી જેની સામે 272 મહિલાઓ પરત મળી હતી,આ માત્ર મહાનગરોની વાત નથી,. પણ રાજ્યનો કોઇ જિલ્લો એવો બાકી નથી
જ્યાંથી મહિલાઓ ગુમ ન થઇ હોય