અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપ ના સાંસદ ડો.કિરીટ સોલંકી ની રજુઆતને ધ્યાને લઇ ને ભારત સરકારે વીર મેઘમાયા ની પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવા નો નિર્ણય કર્યો છે.જે બાબતે ડો.કિરીટ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ,વિદેશ પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને સંચાર રાજય પ્રધાન દેવુસિંહ ચૌહાણ નો આભાર માન્યો છે..ત્યારે નોંધનીય છે કેપાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે.
ચારે તરફ તપાસ કરતાં અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા પાસેના રનોડા ગામમાં માયા નામના યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે પાટણમાં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું. ત્યારે વીર મેઘમાયા એ પોતાની જાત નું સમગ્ર માનવ જાત ના કલ્યાણ માટે બલિદાન આપી દીધું હતું આવા મહાન સંત વીર મેઘમાયાની સ્મૃતિ માં ભારત સરકારે પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે જે સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવ ની બાબત છે..
बलिदानी पुरुष महान दलित संत वीर मेघ माया जी पर पोस्टल स्टाम्प जारी करने के लिए हमारे द्वारा किये गए अनुरोध को स्वीकार करने के लिए सभी माया प्रेमियों की ओर से आदरणीय प्रधानमंत्री @Narendra Modi , ग्रह एवम सहकारिता मंत्री @Amit Shah जी, केंद्रीय संचार मंत्री @AshwaniVaishnow व संचार राज्य मंत्री @Devusinh Chauhan को कोटि कोटि बधाई एवं आभार । यह पल सभी माया प्रेमियों के लिए अत्यंत ही गौरवपूर्ण है