અમદાવાદ
મધ્યાહન ભોજનના નામે મજાક કરતી સરકાર !

મધ્યાહન ભોજનના નામે મજાક કરતી સરકાર !
કોરોનામાં મૃત્યુ પામેલાઓ સંચાલકોના પરિવારોના સહાય માટે ફાફા !
45 લાખ બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી સરકાર !
96 હજાર કર્મચારીઓની હાલત દયનિય !
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
ગુજરાતમાં મધ્યાહન ભોજના માટે સરકાર ગરીબ બાળકો સાથે ક્રુર મજાક કરી રહી હોવાનો આરોપ લાગી રહ્યો છે
આરોપ લગાવનારા સ્વયમ ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર ચંદ્ર જોશી છે,,
તેમની માનીએ તો 20 ગ્રામ લોટ,5 ગ્રામ તેલમાં કઇ રીતે બાળકોને મળશે પોષણ,,સાથે જે રીતે ગેસના બાટલા અને શાકભાજીના ભાવમાં
વધારો થયો છે, તે પોષાય તેમ નથી, જો સરકાર પગારમાં વધારો નહી કરે, અને મેન્યુમાં સુધારો નહી કરે તો આગામી દિવસોમાં
રાજ્યના 96 હજાર કર્મચારીઓ ચૂંટણીના બહિષ્કારનો મન બનાવી રહ્યા છે,

કિશોર એમ જોશી
ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ ગાંધીનગરના પ્રમુખ કિશોર ચંદ્ર એમ જોશીએ જણાવ્યુ છે કે
રાજ્યમાં ભાજપની ગુજરાત સરકાર સુપોષણ અંતર્ગત અભિયાન ચલાવે છે જયારે ગુજરાત ના
અંદાજે 45 લાખ સરકારી સ્કૂલ માં ગરીબ બાળકો માટે ચાલતી મધ્યાહન ભોજન યોજના માટે 2013 માં નાસ્તા
માટે સુખડી આપવા ની જોગવાઈ કરવામા આવ્યુ હતું, જેમાં ધોરણ 1 થી 5 માટે 20 ગ્રામ લોટ 10 ગ્રામ તેલ અને
ગોળ અને બળતણ માટે 0.74 પૈસા કન્ટિજન્સી આપવાનુ હતું સાથે ધોરણ 6 થી 8 માટે 30 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ
અને ગોળ તથા બળતણ માટે 1 રૂપિયા ની જોગવાઈ કરેલ છે જેમાં ઘઉં ના દલામણ માટે કોઈ જોગવાઈ નથી
2018માં રાજ્ય સરકારે જુના મેનુ ના બે ભાગ કરી કોઈ પણ નાણાકીય બોજો વધાર્યા વિના કે અનાજ નો
કોઈ વધારો કર્યા વિના એ ભાગ કરી જેમાં પ્રથમ ભોજન અને ત્યાર બાદ નાસ્તા ની જોગવાઈ કરી છે આ નવું મેનુ આવ્યું
ત્યાર થી સંચાલકોએ વિરોધ કર્યો હતો કારણ કે નાસ્તા આવવા થી કામ ની કલાક વધી ગઈ અને નવા મેનુ માં કેટલીક
વિસાગતા ના કારણે રાજ્ય સરકારે ત્રણ વાર મેનુ માં ફરફાર કર્યા છે, જેમાં સુખડી પહેલા ધોરણ1થી 5 માટે 20 ગ્રામ લોટ માં
બનાવવા ની હતી એ 50 ગ્રામ લોટ ની કરવા ની થઇ પહેલા 20 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ આપવા માં આવતું હવે 50 ગ્રામ
લોટ સામે માત્ર 5 ગ્રામ તેલ કરી નાખ્યું અને જે 2013 માં ધોરણ 1થી 5 માટે 0.74 પૈસા કન્ટિજન્સી આપવા માં આવતી હતી
એ આજે નવ વર્ષ થયાં તથા લોટ 20 ગ્રામ ની સામે 50 ગ્રામ કર્યો તો પણ આ કારમી મોંઘવારી માં બાળકો ને કેવું પોષણ મળે
ખુબ ઓછા મળતો પગાર
1 થી 25 વિધાર્થી ની સંખ્યા સામે
સંચાલક ને માસિક વેતન 1600
રસોઈયા ને માસિક વેતન 500
મદદનીશ ને માસિક વેતન માત્ર 300
25 થી 100 વિધાર્થી ની સંખ્યા સામે
સંચાલક ને માસિક વેતન 1600
રસોઈયા ને માસિક વેતન 1400
મદદનીશ ને માસિક વેતન માત્ર 500
101 થી વધુ વિધાર્થી ની સંખ્યા સામે
સંચાલક ને માસિક વેતન 1600
રસોઈયા ને માસિક વેતન 1400
મદદનીશ ને માસિક વેતન 1400
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
45 લાખ બાળકોના કુપોષણ માટે કોણ જવાબદાર
મધ્યાહન ભોજન યોજના હેઠળ, રાજ્યની 33 હજાર શાળાઓમાં 45 લાખ બાળકો અભ્યાસ કરે છે
96 હજાર સંચાલકો કામ કરે છે, જેમાં સંચાલક, હેલ્પર,અને રસોઇયાનો સમાવેશ થાય છે
સંચાલકને માસીક 1600 રુપિયા, રસોઇયાને 1400 રુપિયા અને હેલ્પરને 300 રુપિયા મળે છે
તેમના પગાર પણ એક સાથે નથી થતા, તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારનો અલગ અલગ બિલ
બનાવવો પડે છે, તે સિવાય કોરોના દરમિયાના ગરીબ બાળકોને ઘરે અનાજ મળી રહે તે માટે
આ સંચાલકોએ ઘરે ઘરે જઇને અનાજ વિતરણની કામગીરી કરી હતી,
જેમાં ખાલી સૌરાષ્ટ્રમાં 48 સંચલકોના મોત કોરોનાથી થયા હતા પણ વળતર માટે
સંચાલકોના પરિવારો વલખા મારી રહ્યા છે,
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !
સરકાર સંચાલકો સાથે કરે છે ભેદભાવ
સંચાલકોનો આરોપ છે કે સરકાર મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે
એનજીઓને કામ સોપી રહી છે, જેમાં અમદાવાદ રાજકોટ, જામનગર શહેરોમાં અક્ષયપાત્રને કામ સોપાયુ છે
સરકાર સંચાલકોને તો દાળ ઘઉ ચોખા તેલ બધુ જાતે આપે છે, તેમને માત્ર બળતર અને શાકભાજી ખરીદવાનુ હોય છે,
2.88 પૈસા પ્રતિ બાળકો અપાય છે, અને 100 બાળકો માટે 288 રુપિયા અપાય છે, જેમાં બળતર અને શાકબાજી લેવાનુ હોય છે
જ્યારે એનજીઓને સરકાર સીધા રોકડા પૈસા આપે છે, દાળ તેલ ઘઉ પોતાની રીતે એનજીઓ ખરીદે છે, જેમાં તેઓ ગેરરીતી પણ કરે છે, તેઓ ઉદ્યોગો પાસેથી સીએસઆરના નાણાં પણ ઉધરાવે છે, સરકાર સંચાલકો સાથે
ભેદભાવ કરે છે, તે સિવાય ગરમ ભોજન માટે સુપ્રિમ કોર્ટનો આદેશ છે, પણ એનજીઓ ઠંડુ ભોજન આપે છે, તે સિવાય હજુ પણ સાબરકાંઠા માં ઘઉ ચોખા આવ્યા નથી તેલ અને દાળ છે, તો જામનગરમાં માત્ર કઠોળ આવ્યુ છે, આમ અનેક જિલ્લામાં
અનાજ સમયસર પહોચાડવામાં સરકારને રસ નથી, જેવો આરોપ પણ કિશોર એમ જોશીએ લગાવ્યા છે,