અમદાવાદ
ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ
ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ
ગુજરાતના યુવા નેતા યુવરાજ સિહ જાહેજાએ ફરી એક વાર વધુ પરિક્ષાઓમાં પણ મોટા પાયે પેપર લિક થયા હોવાના પુરાવાઓ રજુ કર્યા,,સાથે તુષાર મેર નામના વ્યક્તિ પેપર લીક કાંડ મુખ્ય સુત્રધાર હોવાનો આક્ષેપ કર્યો છે,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સૌથી મોટા આરોપ લગાવ્યા છે કે, હાઈકોર્ટના પટ્ટાવાળા ચલાવતા હતા સમગ્ર રેકેટ! ઉમેદવારો પાસેથી 15થી 18 લાખ ઉઘરાવ્યા,જ્યારે ઓએમઆર આન્સર સીટ ભરવા માટે હાર્દીક પટેલ નામના વ્યક્તિ ઉપર આરોપ લગાવ્યા છે,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટવા મામલે મોટો ખુલાસો કર્યો છે. પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પેપર ફૂટવાની ઘટનામાં મુખ્ય સુત્રધારનું નામ સામે આવ્યું છે. પાલિતાણામાં જૈન દેરાસરમાં પરીક્ષાર્થીઓને રાખવામાં આવ્યા હતા. આ તમામને ધર્મશાળામાં રાખવામાં આવ્યા હતા. કુલ 22 ઉમેદવારો હતા. 72 ઉમેદવારોને સબ ઓડિટરનું પેપર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનો સૌથી મોટા આરોપ લગાવ્યા હતા કે પ્રાતિંજમાં જે fir થઈ હતી તેમાં અનેક ફરાર છે.
મહત્વની વાત એ છે કે સમગ્ર ઘટનામાં યુવરાજ સિહ જાડેજાએ રાજ્ય સરકાર વિશ્વસનિયતા સામે સવાલ ઉભા કર્યા છે,
રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
યુવરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો કે
મેરુ વિહાર લોલીયા બગોદરા ધંધુકા હાઇવે
લોલીયા ગામ થી 500 મીટર અંતરે આ સ્થળ આવેલું છે
મેરુ વિહાર માં 72 ઉમેદવારો ને બેસાડવા માં આવ્યા
સબ ઓડિટર નું પ્રશ્નપત્ર આપવા માં આવ્યું
એ 72 પૈકી 22 નામો ને આઈડેન્ટિફાય કર્યા છે
જીજે 9838 નંબર ની ગાડી માં પ્રશ્નપત્ર ની ડિલિવરી કરાઈ છે
તુષાર મેર દાનાભાઇ મેર
ના ભાઈ ડાંગર દાનાભાઇ ખોડાભાઈ ડાંગર ઘનશ્યામ ખોડાભાઈ ડાંગર ના સગાભાઇ છે
તુષાર કિશોરભાઈ મેર સોનપુરી તાલુકા પાલીતાણા
વિરાટ ઉર્ફે વીરો જે તુષાર નો ભાઈ છે
હાલ વિરાટ હાલોલ કોર્ટ માં ફરજ બજાવે છે
પ્રદીપ બારૈયા ભાવનગર નો છે વિદ્યાર્થીઓ ને ભેગા કરવા નું અને રૂપિયા ઉઘરાવવા નું કામ કરે છે ભાવનગર નો તમામ વહીવટ પ્રદીપ જુએ છે કોચિંગ સંસ્થા છે
વીડી મેર પણ શંકાસ્પદ વ્યક્તિ છે
પાલીતાણા માં ઘ્વારાકાધીશ નામથી હોટલ ચલાવે છે વિદ્યાર્થીઓ ને જમવા નું ઉપરાંત બાકી ની તમામ વ્યવસ્થા કરતા હતા
આ પાંચ વ્યક્તિઓ મુખ્ય સુત્રધાર છે
દાનાભાઇ ખોડાભાઈ ડાંગર હાલ સાબરમતી જેલ માં છે
આ રેકેટ વર્ષ 2018 થી ચાલે છે
ગુજરાત હાઇકોર્ટ માં પ્યુન ની પરીક્ષા માં ગેરરીતિ કરી ને લાગ્યા છે એ લોકો આ રેકેટ ચલાવે છે
દાનાભાઇ ડાંગર હાઇકોર્ટ માં નોકરી કરતા હતા
તુષારભાઈ નો ભાઈ વિરાટ હાલોલ કોર્ટ માં છે પ્રદીપભાઈ ભાવનગર કોર્ટ માં છે
પ્રાંતિજ માં જે રેકેટ પકડાયું હતું તે શિક્ષકો મારફતે પકડાયું હતું જે શિક્ષકો ચલાવતા હતા
અત્યાર નું રેકેટ હાઇકોર્ટ ના પ્યુન ગેરરીતિ કરી ને લાગ્યા છે તેઓ ચલાવી રહ્યા છે
આના સિવાય પણ અલગ અલગ પરીક્ષા ના પ્રશ્નપત્ર ફોડ્યા છે
મેરુ વિહાર માં 72 ઉમેદવારો ને પ્રશ્નપત્ર આપવા માં આવ્યા
એ પૈકી એક ઉમેદવાર ને 10 10 ના રોજ પરીક્ષા હતી 3 કલાક અગાઉ વોટ્સપ ના માધ્યમ થી જવાબો આપવા માં આવ્યા હતા
અમારી પાસે આ તમામ ઘટનાઓ ના ઓડિયો વિડીયો રેકોર્ડિંગ પુરાવા તરીકે રાખ્યા છે
ઓડિટર ની પરીક્ષા માં 184 નંબર ની જાહેરાત છે
તેમાં પણ 9 જેટલા ઉમેદવારો શંકાસ્પદ છે
એમાં પણ આજ લોકો દ્વારા પ્રશ્નપત્ર આપવા માં આવ્યા હતા
આની સાથે જોડાયેલા ધોળકા ની પોલીસ ફરિયાદ માં નામ છે તેવા જયંતિ ગોહિલ પણ આજ રેકેટ માં છે
ચંદુ ગોહેલ તેમના ભાઈ છે
અને મનસુખ ભાઈ વિછિયા ગામ ના વતની છે જે પૂર્વ પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા ના છે
જે વર્ષ 2016 થી રાજય માં યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના પ્રશ્નપત્ર ફોડયા હોવાનું કબુલ્યું છે
જયારે પણ વિદ્યાર્થીઓ તેમની પાસે કોઈ માંગણી ને લઇ જાય ત્યારે તેમને જવાબ આપે છે કે તમારું સેટિંગ કરી આપીશું
પ્રશ્નપત્ર ફોડવા માં 5 થી 15 લાખ રૂપિયા બોલાય છે તેઓ ઉધરાવે છે
જામનગર મહાનગર પાલિકા દ્વારા કરાયેલા ભરતી મામલો
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર નું પેપર ચોટીલા ખાતે થી લીક કરવા માં આવ્યું
ચોટીલા પેપર વિસાભાઇ ધોળકિયા એ કર્યું તેઓ શિક્ષક છે
આદર્શ હાયર સેકેન્ડરી સ્કૂલ અમરાપુર ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે
તેમના દ્વારા 5 થી 6 લાખ રૂપિયા વસૂલવા માં આવ્યા હતા
જે પહેલા પેપેર મળ્યું હતું બાવળીયા મહેશ ભાઈ રમેશ ભાઈ હતા
અત્યારે તેઓ જામનગર મહાનગર પાલિકા માં ફરજ બજાવે છે
આ પ્રશ્નપત્ર 11 વિધ્યાર્થીઓ ને આપવા માં આવ્યું હતું
આજ પ્રકાર ની મોડ્સ ઓપરેન્ડી
192 ની જાહેરાત છે એ એ ઈ મિકેનિકલ માટે હતી
આમ પણ સેમ મોડ્સ ઓપરેન્ડી અપનાવાઈ હતી જે સુરેન્દ્ર નગર થી લીક થયું
સુરેન્દ્રગર ખાતે ઉમેદવારો ને પ્રશ્નપત્ર આપવા માં આવ્યું
રાજ્યના નાગરીકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે
ઓ એમ આર ડાયરેક્ટ ફીલ અપ થાય છે
એ ટીડીઓ ની પેપર માં ઓ એમ આર વધુ જોવા મળે છે
આદિજાતિ મદદ વિકાસ અધિકારી સુપર ક્લાસ ની ભરતી દરમ્યાન પ્રશ્નપત્ર ફૂટ્યું
12 થી 15 ઉમેદવારો નો ડેટા સંલગ્ન અધિકારીઓ ને સુપરત કર્યો હતો
ઈંદ્રજિત રામભાઈ પટેલ હીનાબેન કિરીટ ભાઈ પટેલ જેઓ પતિ પત્ની છે તેમની ઓ એમ આર માં બધાજ પ્રશ્નો ના જવાબ સેમ ટીક કરેલ છે જેનું એક ખોટું છે તેનું બીજું પણ ખોટું છે
12 થી 15 ઉમેદવારો ની ઓ એમ આર શીટ સેમ ભરવા માં આવી છે
બધા ના સાચા જવાબ સેમ હોઈ શકે પણ બધા ના ખોટા જવાબ સેમ ના હોઈ શકે
આ મોડ્સ ઓપરેન્ડી માં ઉમેદવારો એ પોતાની ઓ એમ આર શીટ બ્લેન્ક રાખવા ની હોય છે
જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં એજન્સી માં કામ કરતા હાર્દિક પટેલ તમામ પ્રશ્નો જવાબ લખતો હોય છે
એક જ પેન નો દરેક આન્સરશીટ માં કરાયો છે
એ પેન અમારી પાસે છે
જે વ્યક્તિએ ખોટું કર્યું છે તેવા ત્રણ વ્યક્તિઓ નું અમારી પાસે રેકોર્ડિંગ છે
મારા જેલવાસ પહેલા એકે રાકેશ ચેરમેન ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ ને સુપરત કરે લ છે
પોલીસ અધિકારીઓ ને પુરાવા આપ્યા છે
અમારો ઉદેશ હતો કે સરકાર દ્વારા પ્રશ્નપત્ર ફોડનાર લોકો સામે પગલાં ભરે
કડક માં સજા થાય
ભૂતકાળ માં ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી એ કહ્યું હતું કે દાખલારૂપ સરકાર પગલાં લેવાશે અને સજા પણ થશે જોકે કઈ થયું નથી
પરિણામ પણ આવી ગયું છે પણ આરોપીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી
અમારી માંગ છે યુપી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજયો નો કાયદો ગુજરાતે અપનાવવો જોઈએ
આમ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલ યુવરાજ સિહ જાડેજાએ સરકારને ઘેરવાની રણનિતિ બનાવી છે, હવે જોવાનુ એ છે કે હવે સરકાર આ અંગે કયા પ્રકારના પગલા લે છે