પોસ્ટલ સર્વિસના ભોગે ખાનગી કુરીયર સેવાઓને પ્રોત્સાહન આપતી સરકાર-કોંગ્રેસનો આરોપ
શાળા મર્જ કરવાના ભાજપા મોડલની જેમજ પોસ્ટ ઓફીસ મર્જ કરી જનતાની હાલાકીમાં થયેલા ઊમેરા અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી.
• સામાન્ય પરિવારો માટે અગત્યની રાષ્ટ્રિય સેવા પોસ્ટલ સર્વિસ પ્રત્યે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકારના ઓરમાયા વલણથી હાલાકીમાં વધારો.
• ગુજરાતમાં 250 થી વધુ પોસ્ટ ઓફિસ / સબ પોસ્ટ ઓફિસ મર્જના નામે બંધ કરવાથી સામાન્ય નાગરિકો પોસ્ટલ સેવાથી વંચિત થયા.
• નજીકની પોસ્ટ ઓફિસ બંધ થવાથી ઉંમરવાળા વ્યક્તિઓને અને ખાસ કરીને મહિલાઓને સરકારી યોજનાના લાભ મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓ.
• ઈન્ટનેટ કનેક્ટીવીટીની સ્પીડ વધારવી અને વારંવાર થતી ફિનેકલ સર્વરની સમસ્યા.
• પોસ્ટલ સર્વિસના ભોગે ખાનગી કુરીયર સેવાઓને પ્રોત્સાહન આપતી સરકાર.
• HSG-II / HSG-I ની તમામ ખાલી જગ્યાઓ લાંબા સમયથી ભરવામાં આવતી નથી.
• પોસ્ટના કર્મચારીઓનું 18 મહિનાનું રોકી રાખેલું મોંઘવારી ભથ્થું તાત્કાલિક ચુકવવામાં આવે.
• પોસ્ટલ કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના રદ કરો અને જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરો.
• ખાનગીકરણની હિલચાલ અને ફ્રેન્ચાઈઝી આઉટલેટસ ખોલવાનું બંધ કરો અને ડાક મિત્ર યોજના પાછી ખેંચો.
• કોરોના સંબંધિત તમામ સમસ્યાઓ જેવી કે DOPT ની સૂચના મુજબ કોરોનાને કારણે GDS સહિત તમામ ગેરહાજરીને નિયમિત કરવામાં આવી નથી.
• કોરોનાને કારણે મૃત કર્મચારીના પરિવારને રૂ. દસ લાખનું વળતર ચૂકવવામાં આવ્યું નથી.
• કોરોનાને કારણે મૃતક કર્મચારીના પરિવારના એક સભ્યની ડિપાર્ટમેન્ટમાં નિમણુંક આજદિન સુધી કરી નથી.
• મોટા ભાગના વિભાગોમાં, પોસ્ટમેનને તેમનું ડબલ ડ્યુટી ભથ્થું અને સ્પીડપોસ્ટ ભથ્થું પણ ચૂકવવામાં આવતું નથી.