ટૅક & ઑટો
Google Chrome યુઝર્સ પર મંડરાઈ રહ્યો છે ખતરો! સરકારે આપી ચેતવણી, તાત્કાલિક કરો આ કામ
વધતા ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને ઉપયોગની સાથે-સાથે ઓનલાઈન થઈ રહેલી ચોરીઓ અને સ્કેમ્સની સંખ્યા પણ વધી રહી છે. આજના સમયમાં આપણને આપણા દરેક પ્રશ્નોના જવાબ ઈન્ટરનેટ પરથી મળે છે. સર્ચ એન્જિનની વાત કરીએ તો ગૂગલની સાથે-સાથે લોકો મોઝિલા ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમનો પણ ઉપયોગ કરે છે. જો તમે પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે સરકાર તરફથી તમારા માટે ચેતવણી આવી છે.
સરકારે Google Chrome યુઝર્સને આપી ચેતવણી
તમે કદાચ જાણતા હશો કે ભારતના IT મંત્રાલયની ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ગયા અઠવાડિયે મોઝિલા ફાયરફોક્સ યુઝર્સને ચેતવણી આપી હતી. ફરી એકવાર CERT-In એ ચેતવણી જાહેર કરી છે અને આ વખતે તે Google Chrome યુઝર્સ માટે જારી કરવામાં આવી છે. તેઓનું કહેવું છે કે જે કોઈ પણ Google Chrome 99.0.4844.74ના પહેલાનાં વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમણે તેમના ક્રોમને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે.
CERT-Inએ ક્રોમ યુઝર્સને ચેતવણી આપી છે કે આ પ્લેટફોર્મમાં ઘણી ખામીઓ સામે આવી છે, જે હેકર અને સાયબર ઠગોને યુઝર્સની સિસ્ટમમાં ઘૂસીને નુકસાન પહોંચાડવાની તક આપે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો યુઝર્સ ગૂગલ ક્રોમ અપડેટ નહીં કરે તો તેમને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.
ગૂગલ ક્રોમને આ રીતે અપડેટ કરો
સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટર પર ગૂગલ ક્રોમ ખોલો, સ્ક્રીનના પરના જમણી બાજુમાં ‘મોર’ના વિકલ્પ પર ક્લિક કરો અને પછી ‘હેલ્પ’ પર ક્લિક કરો અને ‘About Chrome’ નામનો વિકલ્પ પસંદ કરો. ‘About Chrome’ માં તમને ‘Update Google Chrome’ નો વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરવાથી તમારું Chrome અપડેટ થઈ જશે.