ઇન્ડિયા

ભારતના આ રાજ્યમાં નદીમાં વહે છે સોનું

Published

on

ભારતના આ રાજ્યમાં નદીમાં વહે છે સોનું

સોનાના ભાવ સતત વધતા જતા હોવાથી મધ્યમવર્ગ માટે સોનાની ખરીદી એક સપનું બની ગયું છે ત્યારે ઝારખંડમાં સોનું આપતી સુવર્ણ રેખા નામની નદી વહે છે. આ નદીમાં સોનાના કણ મળતા હોવાથી સ્થાનિક લોકો માછલી નહી સોનું શોધે છે.લોકો નદીમાં સોનાના ઝીણા મોટા કણ મળી આવે તેને બજારમાં વેચીને પૈસા કમાવવા લાગ્યા છે.

type=”rectangular” ids=”4584,4585,4586,4587″]

ઝારખંડના રાંચીથી ૧૬ કિમી દૂર રત્નગર્ભ નામનો વિસ્તાર છે. અહીં રહેતા આદિવાસી વિસ્તારના ઘણા લોકો માટે નદી રોજગારીનું સાધન બની છે. તમાંડ અને સારંડા નામના સ્થળે તો આદિવાસીઓ નદીના પટમાંથી રેત એકઠી કરીને સોનાના કણ કાઢવાનું કામ કરે છે. એક વ્યકિતને દિવસ દરમિયાન બે થી ત્રણ કણ આસાનીથી મળી આવે છે. એક પરીવાર મહેનત કરે તો મહિનામાં સોનાના ૮૦ થી ૯૦ કણો મેળવી શકે છે.

જો કે નદીમાં સોનાના કણ મળી આવવા એક રહસ્ય છે. આના પર અનેક વાર સંશોધનો થયા છે પરંતુ પાણીમાં સોનાના કણ કેવી રીતે આવે છે તે જાણી શકાયું નથી. આમ તો સોનું શુધ્ધ સ્વરુપમાં હોતું નથી તેમાં અનેક પ્રોસેસ કરવી પડે છે. તેનો ખર્ચે ખૂબ થાય છે જયારે પીળા રંગનું તૈયાર હોય તેવું સૌનું કેવી રીતે મળે છે તે પણ નવાઇ ઉપજાવે છે. એવું માનવામાં આવે છે કે આ નદીનો પ્રવાહ તમામ પ્રકારના પથ્થરોમાંથી વહે છે.

Advertisement

આથી પાણી અને પથ્થરનું ઘર્ષણ થવાથી સોનાના કણ છુટા પડે છે. સુવર્ણરેખા નદીની કુલ લંબાઇ ૪૭૪ કીમી છે. તે રાચીના દક્ષિણ પશ્ચીમમાં આવેલા નગડી ગામના રાનીચુઆ સ્થળે નિકળે છે. તેનો મોટા ભાગનો માર્ગ જંગલો અને પહાડી વિસ્તાર છે.

આ નદી બારમાસી નથી તેમ છતાં પાણીનો ચોકકસ જથ્થો અનેક સ્થળે વહેતો જોવા મળે છે. ચોમાસામાં પૂરની સ્થિતિને બાદ કરતા આ નદીમાંથી સોનું શોધવાનું કામ સતત ચાલતું રહે છે.ભારતમાં લોખંડ અને ઇસ્પાતનું પ્રથમ કારખાનું આ નદીના કાંઠે શરુ થયું હતું.

આ નદીની ખાસિયત એ છે કે તે બીજી કોઇ નદીની સાથે ભળતી નથી. સુવર્ણરેખા નદી ઝારખંડમાં સિંહભૂમિ જિલ્લામાં પ્રવેશીને ત્યાંથી ઓરિસ્સામાં અને આગળ પશ્વીમ બંગાળના બાલેશ્વર પાસે બંગાળની ખાડીને મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version