ચૈત્રી નવરાત્રિનો આરંભ
અંબાજી દર્શને જાવ છો દર્શન અને આરતીના સમય પણ જાણી લેશો
અમદાવાદ ઃ માઈ ભક્તો વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી નવરાત્રિનું મહત્વ વધારે રહેતુ હોય છે.
વસંતિય ચૈત્રી નવરાત્રિને લઈ યાત્રાધામ અંબાજીમાં જગતજનનીના ચરણે શિશ ઝુકાવવા વસંતિય ચૈત્રી
નવરાત્રિ ટાણે યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે. આ વખતે અંબાજી મંદિરમાં નવ દિવસ 24 કલાકની
અખંડ ધુન માટે મંજૂરી પ્રદાન કરાઈ છે. એટલુ જ નહીં હજારો દર્શનાર્થીઓ સરળતાથી દર્શન અને આરતીનો
લ્હાવો લઈ શકે તે માટે તા.2જી એપ્રિલથી દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.

છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
ચૈત્રી નવરાત્રિમાં આ સમયે દર્શન અને આરતીનો લ્હાવો લઈ શકશો
સવારે આરતી – 07.00થી 07.30
સવારે દર્શન – 08.30થી 11.30 સુધી
બપોરે દર્શન – 12.30થી 16.30 સુધી
સાંજની આરતી – 19.00થી 19.30
સાંજે દર્શન – 19.00થી રાત્રિના 21.00 સુધી ખુલ્લા રહેશે.
– ચૈત્ર સુદ આઠમ તા.8મી એપ્રિલ સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમ તા.16મી એપ્રિલ સવારે આરતી 6.00 કલાકે થશે.