અરવલ્લીમાં ગઠી માતાનુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે સુપ્રસિદ્ધ ગઠીમાતા ના મંદિરે થોડા દિવસ પહેલા ગઠી માતા મંદિરનું જીણોદ્ધાર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેમાં ગઠી માતાની મૂર્તિ
હનુમાનજીની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ ભૈરવ દાદાની મૂર્તિ આમ તમામ મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૦૮ કુંડી યજ્ઞ ધામધૂમ પૂર્વક ઉજવાયો આ સમગ્ર કાર્યક્રમ
ધનસુરા રામજી મંદિરના મહંત પુરણ શરણ દાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો
https://www.panchattv.com/even-a-small-police-officer-does-not-associate-a-gentle-grandfather/
આ પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તેમજ મથુરાથી
વિજય બાબા વલાદ મહંત સુંદરપુરા ના મહંત તેમજ અનેક મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્રણ દિવસ ચાલેલા
આ મહોત્સવ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તમામ ભક્તો માટે ચા-પાણી અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય દાતાઓ માં રાજુભાઈ મહેતા
ધનસુખભાઈ પટેલ ભગુભાઈ પટેલ મનુભાઈ વાળંદ બાબુભાઈ પટેલ તેમજ અતુલ બ્રહ્મભટ્ટ કાન્તીભાઈ પટેલ ડોક્ટર મહેન્દ્ર પટેલ અને અન્ય દાતાઓ દ્વારા આ પ્રતિષ્ઠા મહોત્સવ
માં સેવા આપવામાં આવી હતી
જ્યારે આજુબાજુના કમ્પા ઓ ધનસુરા નગરના આગેવાનો આજુબાજુના ગામના લોકો વિગેરે સેવામાં જોડાયા હતા અને આખો પ્રસંગ ધામધુમપૂર્વક
ઉજવાયો હતો આ સમગ્ર યજ્ઞમાં મહાપુજા સનતભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું.