સુશાસનના સંકલ્પ સાથે… જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લા કક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો 2022” પ્રેક્ષા વિશ્વભારતી કોબા ખાતે કેબીનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે મેયર હિતેશભાઈ મકવાણા, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટીના ચેરમેન જશવંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર સુરભી ગૌતમ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.