ગાંધીનગર
મોદીના ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની આબરુ કાઢતા અધિકારીઓ
મોદીના ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની આબરુ કાઢતા અધિકારીઓ
વડા પ્રધાન નરેન્દ્રમોદીના સ્વપ્ન તોડવામાં વ્યસ્ત ગાંધીનગરના અધિકારીઓ
વડા પ્રધાન નરેન્દ્રમોદી વચેટીયાઓને નાબુદ કરવામાં વ્યસ્ત, અધિકારીઓ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત
નચન મહેતા
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર સકંજો કસતી એસીબી
સંજય હઠીલા
વડા પ્રધાન નરેન્દ્રમોદી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરીને વિશ્વગુરુ બનાવવાની વાત કરી રહ્યા છે,ત્યારે કેટલાક અધિકારીઓ
સામાન્ય જનતાના નાના નાના કામો કરવા માટે રુપિયાની માંગ કરે છે,, અને રુપિયા ન આપવામાં આવે તો
સમાન્ય નાગરિકોને ધક્કા ખવડાવે છે, પણ અત્યારે લોકો જાગૃત બન્યા છે, ત્યારે એક જાગૃત નાગરિકે
આવા જ એક અધિકારીની પોલ ખોલીને તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે,
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !
ગાંધીનગરમાં ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા નયન ભાઇ મહેતા વર્ગ 1ના અધિકારી,, સરકાર તરફથી ખાસ્સો પગાર પણ મળતો હોય છે, તેઓ
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળમાં ફરજ બજાવતા,, તેમની સાથે ભ્રષ્ટાચારમાં સહયોગી એવા સંજય હઠીલા,તેઓ વર્ગ 3ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે
ઘટના વિગત વાર જોઇએ તો
ફરિયાદીના પત્નીના શેરથા ગામ ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટ ના પઝેશન કલેક્ટર ગાંધીનગર એ સોંપેલ હતા. જે બન્ને પ્લોટ ના ફાઇનલ માપ માટે ફરિયાદી એ ગુડામાં અરજી કરેલ હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડા માંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે મોકલ આપેલ હતી. જે અરજી અનુસંધાને બન્ને પ્લોટ ના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા આ કામના આરોપી નં. નયન મહેતા ની હતી,, આ બન્ને પ્લોટ નું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.૧૫ લાખની માંગણી કરેલ. જે હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધેલ અને આ કામના ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતું આ કામના આરોપી નં. (૨) એટલે કે સંજય હઠીલાને આ કામના આરોપી નં. (૧) નયન મહેતા ના કહેવાથી ફરિયાદીએ રૂ.એક લાખ આપેલ અને બાકી ના રૂ.ચૌદ લાખ આરોપી નં. (૧) નયન મહેતાએ સ્વિકારતા એસસીબીએ પકડી પાડી હતી એસીબીના પીઆઇ અને મદદનિશ નિયામક એ કે પરમારના સુપર વિઝનમાં સમગ્ર કામગીરી થઇ હતી