ગાંધીનગર

ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !

Published

on

ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે મોટા ઉથલ પાથલ- ભાજપ કોગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે,,ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ઉથલ પાથલ સર્જાવાની સંભાવના વર્તાઇ રહી છે
ત્યારે આ બેઠક ઉપર હાલ કોંગ્રેસના નેતા સી જે ચાવડા ધારાસભ્ય છે, તો ભાજપ આ બેઠકને કબ્જો કરવા માટે સોગઠા ગોવઠી રહી છે, એટલે કે
ભાજપ આ સીટ જીતવા માટે તોડ જોડની રાજનિતી પણ કરી શકે છે, આ તમામની વચ્ચે કોગ્રેસ અને ભાજપના ઉમેદવારોની લાંબી યાદી પણ તૈયાર છે

અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !

ગાંધીનગર ઉત્તર બેઠકના ઇતિહાસની વાત કરીએ તો

Advertisement

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક 2012માં બની,, તે પહેલા તે ગાંધીનગર વિધાનસભા હતી

વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના એસ એલ પટેલે કોગ્રેસના આર બી પટેલને હરાવ્યા હતા

વર્ષ 1972માં કોંગ્રેસના નરેન્દ્ર સિહ ઝાલાએ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના મોતીલાલ પટેલને હરાવ્યા હતા

વર્ષ 1975માં કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના જેઠાલાલ પટેલે કોંગ્રેસના ઝાલા ભિખુભાને હરાવ્યા હતા

વર્ષ 1980માં ઇન્દિરા કોંગ્રેસના કાસમભાઇ બાપુ લિમ્બાચિયાએ ભાજપના પટેલ નવિન ચંદ્રને હરાવ્યા હતા

Advertisement

વર્ષ 1985માં કોગ્રેસના કાસબ બાપુએ જનતા પાર્ટીના પોપટ લાલ પટેલને હરાવ્યા હતા

વર્ષ 1990માં જનતા દળના પોપટલાલ પટેલ કોંગ્રેસના કાસમબાપુને હરાવ્યા હતા,

વર્ષ 1995માં ભાજપના વાડીભાઇ પટેલે કોંગ્રેસના કાસમ બાપુને હરાવ્યા હતા

વર્ષ 1998માં ભાજપના વાડીભાઇપટેલે ઓલ ઇન્ડિયા આર જે પીના કેસર સિહ વાધેલાને હરાવ્યા હતા

વર્ષ 2002માં કોંગ્રેસના ડો સી જે ચાવડાએ ભાજપના વાડી ભાઇ પટેલને હરાવ્યા હતા,

Advertisement

વર્ષ 2007માં ભાજપના શંભુજી ઠાકોરે કોગ્રેસના ડો સી જે ચાવડાને હરાવ્યા હતા,

વર્ષ 2012માં ભાજપના અશોક પટેલે કોંગ્રેસના સુરેશ પટેલને હરાવ્યા હતા

વર્ષ 2017માં કોંગ્રેસના સી જે ચાવડાએ ભાજપના અશોક પટેલને હરાવ્યા હતા,

ઐતિહાસિક ફેક્ટ

ગાંધીનગર બેઠકમાં 1972થી વર્ષ 1985 સુધી કોંગ્રેસનુ પ્રભુત્વ રહ્યુ,

Advertisement

વર્ષ 1990માં રામ જન્મ ભુમિ આંદોલન અને અનામત વિરોધી આંદોલન બાદ યોજાયેલ ચૂટણીમાં જનતા દળના પોપપ ભાઇ પટેલે કોંગ્રેસના કાસમ બાપુને હરાવ્યા,,
જેની સાથે કોંગ્રેસની આ બેઠક પર પનોતી શરુ થઇ,,

વર્ષ 1995માં ગુજરાતમાં પરિવર્તનની લહેર ફુંકાઇ અને ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની ગાંધીનગરમાં સરકાર બની,, જેની અસર ગાંધીનગરમાં પણ જોવા મળી
અને ગાંધીનગરમાં પ્રથમ વખત વાડી ભાઇ પટેલ ચૂંટાયા,, વર્ષ 1998માં તેઓ ફરીવાર જીત્યા અને તેઓ કેશુભાઇ પટેલની સરકારમાં સહકાર મંત્રી બન્યા
જો કે ગાંધરાકાંડ બાદ 2002માં સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર ફરી વળતા ભાજપને 128 બેઠકો મળી પણ વાડી ભાઇ પટેલ ગાંધીનગરમાં હાર્યા,,
2007માં ભાજપે કોંગ્રેસના ક્ષત્રિય કાર્ડ સામે ઠાકોર કાર્ડ ખેલ્યું જેમાં તેઓ સફળ થયા,, અને વકીલ શંભુજી ઠાકોરે વિજય મેળવ્યો,,

વર્ષ 2012માં નવા સિમાંકન મુજબ ગાંધીનગર વિધાનસભા બે બેઠકોમાં વેહચાયું જેમાં ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ થયું
ગાંધીનગર ઉત્તરમાં 2012માં ભાજપના અશોક પટેલે કોંગ્રેસના સુરેશ પટેલને હરાવ્યા,,
2017માં પુન કોંગ્રેસના સી જે ચાવડાએ ભાજપના અશોક પટેલને હરાવી દીધા હતા,

કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ !

ગાંધીનગર ઉત્તરના વિધાનસભા બેઠકના દાવેદારોની યાદી

Advertisement

ભાજપના સંભવિત દાવેદારો

અશોક પટેલ, પુર્વ ધારાસભ્ય(વર્ષ 2017માં હારેલા ઉમેદવાર)

રિટા બેન કેતન ભાઇ પટેલ,- પુર્વ મેયર, ગાંધીનગર

કેતન ભાઇ પટેલ, પુર્વ મેયરના પતી, અને પુર્વ શહેર ભાજપના મહામંત્રી

ગૌરાંગ પટેલ, શહેર ભાજપ મહામંત્રી, પુર્વ જિલ્લા પ્રમુખ એસપીજી ગાંધીનગર

Advertisement

મહેન્દ્ર સિહ રાણા- પુર્વ મેયર

પ્રવિણ પટેલ, પુર્વ મેયર

શંકર સિહ રાણા- ચેરમેન મધુર ડેરી

આશિષ દવે, પુર્વ ચેરમેન ગુડા

રુચીર ભટ્ટ- પ્રમુખ ગાંધીનગર શહેર ભાજપ

Advertisement

દેવેન્દ્ર સિહ વાધેલા, પુર્વ ડેપ્યુટી મેયર,પુર્વ મહામંત્રી, એનએસયુઆઇ ગુજરાત, મુળ કોંગ્રેસી

પ્રેમલ સિહ ગોલ, ડેપ્યુટી મેયર ગાંધીનગર

અંબુ સિહ ગોલ- ઉદ્યોગપતી

વનરાજ સિહ ચાવડા, સિન્ડીકેટ સભ્ય ગુજરાત યુનિ.

નિતીન પટેલ, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ગાંધીનગર

Advertisement

કાર્તિક પટેલ, પુર્વ ડેપ્યુટી મેયર ગાંધીનગર

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

કોંગ્રેસના સંભવિત દાવેદારો

સી જે ચાવડા, ધારાસભ્ય

નિશિત વ્યાસ, પ્રદેશ મહામંત્રી

Advertisement

સુર્યસિહ ડાભી, પ્રમુખ જિલ્લા કોગ્રેસ ગાંધીનગર

શૈલેન્દ્ર સિહ બિહોલા,, પુર્વ વિપક્ષના નેતા જીએમસી

પ્રદીપ સિહ વાધેલા, , નેતા કોંગ્રેસ

અજીત સિહ વાધેલા, નેતા કોંગ્રેસ

રાહુલ ગાંધીએ કેમ કહ્યુ કે હવે ગુજરાતમા ચાલશે અમુલ મોડેલ !

ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ !

Advertisement

ગાંધીનગર ઉત્તર બેઠક જીતવા માટે થઇ શકે છે રાજનીતિક ઉથલ પાથલ

ગાંધીનગર ઉત્તર બેઠક હાલ કોંગ્રેસ પાસે છે, ત્યારે સુત્રોની માનીએ તો કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહનુ મિશન છે કે તેમની લોકસભા મત વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો
લહેરાવવો જોઇએ,, એ માટે તેમણે એડવાન્સમાં ઘાટલોડિયાના ધારાસભ્ય અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને વિશેષ જવાબદારી સોપી છે, તે માટે રણનિતિ તૈયાર થઇ રહી છે, ખુદ કેન્દ્રિય ગૃહમંત્રી
અમિત શાહ આ વિસ્તારમાં અવાર નવાર મુલાકાત લેતા રહે છે, જો કે તેમ છતાં ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ છે, એવુ કેટલાક ભાજપના સિનિયર નેતાઓને લાગે છે, ત્યારે ભાજપે તેના પ્લાન બીના ભાગ
રુપે ગાંધીનગર ઉત્તરમાં મજબુત પકડ ધરાવતા સી જે ચાવડાને પોતાની સાથે જોડવાની રણનિતી બનાવી હોવાનુ સુત્રો કહી રહ્યા છે, સી જે ચાવડાનો ભાજપના કેટલાક નેતાઓએ સંપર્ક સાધ્યો હોવાની ચર્ચા છે,
ભાજપના સુત્રો ત્યાં સુધી કહી રહ્યા છે કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે,,જો કે સી જે ચાવડા ઘણી વખત જાહેરમાં કહી ચુક્યા છે તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય જવાના નથી, તેઓ બિકાઉ માલ નથી, કે વેચાઇ જાય
જો કે રાજકારણમાં બધુ સંભવ છે, સવાલ હવે થાય છે કે જો સી જે ચાવડા ભાજપમાં આવશે તો ટિકીટના કન્ફરમેશન સાથે આવશે,ત્યાંરે ભાજપના સંભવિત દાવેદારોના સ્વપના ચકનાચુર થઇ જશે, ઉલ્લેખનિય છે કે
અંગત મિત્ર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા રહી ચુકેલા, અને ભાજપને ભાંડવામાં કઇ પણ બાકી કસર બાકી ન રાખનારા જયરાજ સિહ પરમાર કોંગ્રેસથી નારાજ થઇને ભાજપના ભગવે બંધાઇ ચુક્યા છે,
સાથે જો સી જે ચાવડા ભાજપમાં જાય તો કોંગ્રેસના દાવેદારોની હરખ હેલી બમણી થાય,, કારણ કે તેઓ આ બેઠક ઉપર અત્યારથી જ ગાંધીનગર ઉત્તર બેઠકના દાવેદાર તો મનાય જ છે,, કોંગ્રેસમાં સી જે ચાવડાની ટીકીટ ફાઇનલ છે,

મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !

ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version