ગાંધીનગર
આઉટસોર્સિંગના કર્મચારીઓને ગાંધીનગર મહાનગરપાલિકાની દિવાળી ભેટ.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દિવાળી પહેલા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓના પગારમાં પ્રથમ વખત 4000 થી 9000 રૂપિયા જેટલો ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. આ પગાર વધારાનો લાભ કુલ 492 કર્મચારીઓને મળશે.