ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો
અમદાવાદ ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ સામેની રિટની સુનાવણી થઈ
અમદાવાદ
અમદાવાદ શહેરની ઓળખમાં આગવી આન, બાન અને શાન ધરાવતા તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીની ધરોહર ગણાતા સાથે ઐતિહાસિક દાંડી કૂચનો સાક્ષી ગણાતા સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી રિટનો ગુણદોષના આધારે નિર્ણય
લેવા ગુજરાતની વડી અદાલતને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આદેશ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટે ગત વર્ષના
નવેમ્બર માસમાં માત્ર એડવોકેટ જનરલના નિવેદનને રેકર્ડ પર લઈ તુષાર ગાંધીની રિટ ટકવા પાત્ર ન હોવાનું નોંધી રદ કરી હતી.
જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવીને હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જે અપીલ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ
ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યાકાંતની ખંડપીઠે ગ્રાહ્ય રાખી હતી તેમજ તુષાર ગાંધીની રિટ હાઈકોર્ટને નવેસરથી નિર્ણય કરવા
માટે પરત મોકલી આપી છે.
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
શુ છે આખો મામલો !
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે હાઈકોર્ટના ફરમાનને રદબાતલ ઠરાવતા નોંધ્યુ હતુ કે હાઈકોર્ટ કોઈ પિટિશન સંક્ષિપ્તમાં સાંભળીને રદ કરી દે
એના કરતા જે તે મુદ્દાના નિષ્કર્ષ સુધી પહોંચીને એનો નિર્ણય કરવો જોઈએ. જોકે, આ કેસના ગુણદોષ પર અમે કોઈપણ ટિપ્પણી કરતા
નથી. પરંતુ એના જે પણ મુદ્દાઓ છે, એની રજૂઆત હાઈકોર્ટ સમક્ષ કરવા માટેની છુટ આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એવી નોંધ કરી
હતી કે, અરજદાર તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંગ અને રાજ્ય સરકાર તરફથી ઉપસ્થિત સોલિસિટર જનરલ
તુષાર મહેતા બંનેએ આ મેટર હાઈકોર્ટ સમક્ષ પરત મોકલવાની સમંતિ દર્શાવી છે. આ કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ
ઈન્દિરા જયસિંગે એવી દલીલ કરી હતી કે, હાઈકોર્ટ કોઈપણ મેટર ટૂંકમાં જ સાંભળીને રદ કરી શકે નહીં. તેણે પ્રતિવાદીઓ પાસેથી
યોગ્ય જવાબ કે સોગંદનામુ લેવું જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ હતી કે આ પ્રોજેક્ટ પ્રત્યે બિનજરુરી શંકા રાખીને
અરજદાર દ્વારા હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસ કર્યો છે. ખરેખર તો મહાત્મા ગાંધીના મૂલ્યો, આદર્શો અને દર્શનને સંરક્ષિત
અને સુરક્ષિત રાખવાનો આશય આ પ્રોજેક્ટનો છે. જોકે સુપ્રીમ કોર્ટે એવું કહ્યુ હતુ કે અમે આ કેસના ગુણદોષની ચર્ચા કે કોઈ
અવલોકન કરતા નથી, પરંતુ અમે માત્ર હાઈકોર્ટના આદેશને જોઈ રહ્યા છીએ.