અમદાવાદ
પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો ઘડો લાડવો થશે ! ભાજપે મન બનાવ્યું
ગજેન્દ્ર સિહ ચૌહાણનો ઘડો લાડવો થશે !
પ્રાંતિજના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયા 22મી ઓગસ્ટે અધિકૃત રીતે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેશે,જેની સાથે પ્રાંતિજની રાજનીતિના સમિકરણો બદલાશે,રાજ્ય સરકારમાં રહેલા રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર હવે ટિકીટની લાઇનમાં થી એક્ઝિટ પાકુ માનવામાં આવી રહ્યુ છે, વર્ષ 2012માં મહેન્દ્ર સિહ ચૌહાણ કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી જીત્યા હતા, અને 2017માં તેઓ ગજેન્દ્ર સિહ પરમાર સામે ચૂંટણી હારી ગયા હતા, ત્યારે હવે મહિલા સાથે કથિત અનૈતિક સંબધોના કારણે વિવાદમાં આવેલા પ્રધાન ગજેન્દ્ર સિહ ચૌહાણની રાજકીય ભવિષ્ય અંધકાર મય બની શકે છે, જો કે ગજેન્દ્ર સિહ સામે અભિયાન ચલાવનારા રાજકીય વિરોધીઓનો કોઇ મોટો રાજકીય લાભ નહી થાય કારણ કે હવે મહેન્દ્ર સિહને ટિકીટનો લાભ મળશે,,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલુ છે, કોંગ્રેસના નરેશ રાવલ અને રાજુ પરમાર બાદ હવે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયા પણ ભાજપના ખુટે 22 ઓગસ્ટે બંધાઇ જશે, પણ સુત્રોની માનીએ તો તેઓ બીજા કોંગ્રેસી નેતાઓની જેમ નહી પણ ટિકીટના કમિટમેન્ટ સાથે તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, જેના માટે તેમને દિલ્હી ભાજપના નેતાઓના આશિર્વાદ લઇ લીધા છે, ત્યારે મહેન્દ્ર સિહ બારેયાના કારણે વિધાનસભામાં ફરી જવાના સ્વપ્ના જોતા પુર્વ શિક્ષણ મંત્રી જય સિહ ચૌહાણ, ઉદ્યોગપતી જયંતિ પટેલ, સાસંદ દિપસિહ રાઠોડના પુત્ર અને હાલના રાજ્યસરકારના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારના અભરખા અધુરા રહી જશે,તેમ કહેવાઇ રહ્યુ છે,.