ગાંધીનગર
ઉદ્યોગ પ્રધાનની કઈ જાહેરાત થી એમ એલ એ સહીત પ્રધાનો મુંઝવણમાં મુકાયા ?
ઉદ્યોગ પ્રધાનની કઈ જાહેરાત થી એમ એલ એ સહીત પ્રધાનો મુંઝવણમાં મુકાયા ?
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત 16 પ્રધાનોની શપથવિધિ યોજાઈ ગઈ છે.તમામ પ્રધાનોને તેમના ખાતાનો ચાર્જ સંભાળી લીધો છે.ત્યારે દ્વારકા ના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા એમ એલ એ તરીકે મળતા પગાર ભથ્થા સહીત અન્ય કોઈ પ્રકારનો ભથ્થા નહીં લેવાની જાહેરાત કરી છે સાથે સાથે હવે ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે પણ મોટી જાહેરાત કરી છે કે તેઓ પણ પ્રધાન તરીકે મળતા પગાર ભથ્થા સહીત અન્ય કોઈ પ્રકારના ભથ્થા નહીં લે આ બાબત નો પત્ર તેઓએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે જેની સાથે જ સૂત્રોની વાત માનીએ તો ધારાસભ્યો થી લઇ પ્રધાનોમાં કાનાફૂસી શરૂ થઇ ગઈ છે કે બલવંતસિંહ રાજપૂત અને પબુભા માણેકે જે ચીલો ચાતર્યો છે એ ચીલા પર ચાલીશું તો મુશ્કેલી માં મુકાઈશું નહીં કરીએતો પ્રજામાં તેમનું ખરાબ દેખાશે.આગામી સમયમાં કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્યો અને પ્રધાનો પગાર ભથ્થા સહીત અન્ય લાભો લેવા કે ન લેવા તે બાબતે મુંઝવણમાં મુકાયા છે.