યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ગુજરાતમા પ્રવાસો વધી ગયા છે, તેઓ ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારના સામાજીક આગેવાનોને જોડીને આમ આદમી પાર્ટીને મજબુત કરી રહ્યા છે, ત્યારે આ વખતે તેઓએ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન યુવા નેતા યુવરાજ સિહ જાડેજાને આમ આદમી પાર્ટીમાં જોડીને સમગ્ર ગુજરાતના બેરોજગારો યુવા માટે આવાજનો પ્રતિક બનેલ યુવરાજ સિહને જોડવાથી આમ આદમી પાર્ટી મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં યુવરાજ સિહ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂટણી લડે તેવી સંભાવના છે,
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર બીન સચિવાલય વર્ગ 3ની પરિક્ષા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ક્લાર્કની ભરતીમાં શિક્ષણની લાયકાતમાં ફેર ફાર કરવામા આવ્યો હતો, એ વખતે ધોરણ 12ના બદલે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાતા અનેક યુવાઓ નારાજ થયા હતા, ત્યારે રાજ્યના નારાજ યુવાઓને ન્યાય અપાવવા માટે યુવરાજ સિહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આદોલન કરવામાં આવ્યુ હતું, જેને પરિણામે તત્કાલિન વિજય રુપાણીની સરકારે નિર્ણય પરત ખેચવો પડ્યો હતો, આ સિવાય એલઆરડી પરિક્ષા સચિવાલયની પરિક્ષા દરમિયાન પેપર લીકની ઘટનાઓ મામલે સરકારને આડે હાથ લેવાનો પણ ચુક્યા ન હતા,પપેર લીકનો પર્દાફાશ કરવામાં પણ તેમની ભુમિકા મહત્વની રહી હતી, જેને પરિણામે સમગ્ર ગુજરાતમાં યુવરાજ સિહ યુવાનોમાં વિશ્વાસનો પ્રતિક બન્યા હતા, આ દરમિયાન થયેલા આદોલનમાં પોલીસ ઉપર ગાડી ચઢાવવાના આરોપમાં તેમની ઘરપકડ થઇ હતી, અને પછી તેઓ જેલ ભેગા થઇ ગયા હતા, જેલથી બહાર નિકળ્યા પછી તેઓએ યુવાનો માટે બિન રાજકીય સંસ્થા પણ બનાવી હતી, ત્યારે હવે તેઓ આમ આદમી પાર્ટીમાં વિધીવત જોડાઇ ગયા છે,
યુવરાજ સિહ જાડેજાની આમ આદમી પાર્ટીામાંથી ટિકીટ ફાઇનલ માનવામાં આવે છે, તેઓ ગોડંલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે, આમ તો આ બેઠક જયરાજ સિહ જાડેજાનો પ્રભાવ માનવા માં આવે છે, તેઓ વર્ષ 1998,2002,2012મા ચૂટણી જીત્યા હતા, જ્યારે 2017માં તેમના પત્ની ગીતા બા જાડેજા ચૂંટણી જીત્યા હતા, ત્યારે જો યુવરાજ સિહ જાડેજા અહીથી ચૂંટણી લડે તો સીધો જંગ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોવા મળી શકે છે, આ બેઠક પરથી 1980માં ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ પણ ચૂંટણી જીતી ચુક્યા છે, જ્યારે 2012માં ગોરધન ઝડફિયા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી હારી ગયા હતા, તેઓ અત્યારે ગુજરાત ભાજપના ઉપ પ્રમુખ છે,
પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો સાથે સાથે એના #નિરાકરણ માટે વિઝનરી ચર્ચા થઈ જેથી આગળની વ્યૂહ રચના તૈયાર કરી.
હવે વિશ્વાસ જાગ્યો છે કે #રોજગારી અને #શિક્ષણ વ્યવસ્થામાં ચોક્કસ બદલાવ અને પરિવર્તન આવશે. ઇતિહાસ ગવાહ છે હંમેશા 💥ક્રાંતિ સાથે પરિવર્તન 🧑💼યુવાનો જ લાવ્યો છે. @ArvindKejriwal pic.twitter.com/r9riG3r3uy
— Yuvrajsinh Jadeja (@YAJadeja) August 7, 2022
દેશના ઈમાનદાર અને પ્રમાણિક જન માનસમાં અતુલ્ય લોકચાહના ધરાવનાર માનનીય #કેજરીવાલજી જોડે મુલાકાત.
ખૂબ જ સાદગીભર્યું અને દૂરંદેશી વ્યક્તિત્વ.
ગુજરાતના તો કોઈ મંત્રી ને યુવાનોની વેદના/વ્યથા કે પ્રશ્નો સાંભળવાનો સમય હોતો નથી ત્યારે માનનીય કેજરીવાલજી એ #યુવાનો ના પ્રશ્નો અને વાસ્તવિક pic.twitter.com/dc35LC4RuD
— Yuvrajsinh Jadeja (@YAJadeja) August 7, 2022