અમદાવાદ

સતત 11 દિવસથી ચાલી રહેલા ફ્રી વીજળી આંદોલનને સમગ્ર ગુજરાતમાં જનસમર્થન મળી રહ્યું છેઃ ઇસુદાન ગઢવી

Published

on

સતત 11 દિવસથી ચાલી રહેલા ફ્રી વીજળી આંદોલનને સમગ્ર ગુજરાતમાં જનસમર્થન મળી રહ્યું છેઃ ઇસુદાન ગઢવી

ગુજરાતના લોકો પણ વેબસાઈટ અને મિસ્ડ કોલ નંબર દ્વારા ફ્રી વીજળી આંદોલનને તેમનો ટેકો આપી રહ્યા છે: ઈસુદાન ગઢવી

ફ્રી વીજળી આંદોલનથી ગુજરાતના લોકો ભ્રષ્ટ ભાજપ અને ખાનગી કંપનીઓની મિલીભગત વિશે જાણી ગયા છેઃ ઇસુદાન ગઢવી

ગુજરાતના લોકો પણ વીજળી ફ્રી કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે.: ઇસુદાન ગઢવી

 

Advertisement

 

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનને આજે 11 દિવસ થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ મહાન આંદોલનમાં સમગ્ર ગુજરાતની જનતાએ ભાગ લીધો છે. ગુજરાતની જનતા હવે ભ્રષ્ટ ભાજપ અને ખાનગી કંપનીઓની મિલીભગત સમજી ચૂકી છે અને તેથી જ આમ આદમી પાર્ટીના આ ફ્રી વીજળી આંદોલનને લોકો દિલથી ટેકો આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં જોરશોરથી ચાલી રહ્યું છે.

 

Advertisement

આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નારણપુરા, ન્યૂ રાણીપ અને નવાવાડજ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ તથા ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં ‘આપ’ ના નેતા અને કાર્યકર્તાઓ પાછલા અગિયાર દિવસ થી હજારો લોકો નો જનસંપર્ક કરીને તેમને જાગૃત કરવામાં સફળ થઇ છે. હવે ગુજરાત ના લોકો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ને વીજળી ફ્રી કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી.

 

રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા

સમગ્ર ગુજરાત મોંઘવારીથી ત્રસ્ત છે અને તેમાં વીજળીના ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. આજે ગુજરાત એવા રાજ્યો માંનું એક છે જે મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન કરે છે અને અન્ય રાજ્યોને વેચે છે, તેમ છતાં આજે ગુજરાતની જનતા દેશની સૌથી મોંઘી વીજળી ખરીદવા મજબૂર છે. તેની પાછળનું કારણ એ છે કે ભ્રષ્ટ ભાજપ અને ખાનગી કંપનીઓએ મળીને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે.

Advertisement

 

ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ

ગુજરાતની જનતાને આ મોંઘી વીજળીથી મુક્ત કરવા આમ આદમી પાર્ટી આ ફ્રી વીજળી આંદોલન ચલાવી રહી છે. મફત વીજળી એ દરેક નાગરિકનો અધિકાર છે. પરંતુ ભ્રષ્ટ ભાજપે દેશની સૌથી મોંઘી વીજળી વેચીને ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી છે. પરંતુ હવે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને હક અપાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે અને જનતા પણ આમ આદમી પાર્ટી સાથે ચાલી રહી છે. આ કારણોસર, આ ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યુ છે અને સફળ પણ થઈ રહ્યુ છે.

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !

Advertisement

આમ આદમી પાર્ટીએ આ ફ્રી વીજળી આંદોલન લોકોમાં ઝડપી બનાવવા માટે એક વેબસાઈટ પણ શરૂ કરી છે, જેના પર લોકો નોંધણી કરાવી રહ્યા છે અને આ મફત વીજળી આંદોલનને સમર્થન આપી રહ્યા છે. વધુ લોકો આ https://gujaratvijdikranti.com/ વેબસાઈટની મુલાકાત લઈને તેમનું સમર્થન વ્યક્ત કરી શકે છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ એક નંબર પણ જાહેર કર્યો છે. 97002 97002, આ નંબર પર મિસ કોલ કરીને લોકો ફ્રી વીજળી આંદોલન સાથે જોડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version