મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના રહેવાસી વૈશાલીબેન યુક્રેનમાં ફસાયેલી તેમની દીકરીને પરત લાવવા માટે પરેશાન છે. તેમને મદદ તો નથી મળી રહી, પરંતુ તેમની લાચારીનો ફાયદો ચોક્કસ ઉઠાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ તેમની સાથે પીએમઓના નામે છેતરપિંડી કરવા આવી છે.
વૈશાલીબેને જણાવ્યું કે, બુધવારે બપોરે તેમના ફોન પર પ્રિન્સ નામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં અંગત મદદનીશ ગણાવ્યો હતો. પ્રિન્સ નામના વ્યક્તિએ યુક્રેનથી તેમની દીકરી અને તેની બહેનપણીને પરત લાવવાની વાત કહી હતી અને ટિકિટના પૈસા જમા કરાવવા માટે એકાઉન્ટ નંબર આપ્યો હતો.
દીકરીને પરત લાવવા માટે વૈશાલીબેને એકાઉન્ટમાં ટિકિટ દીઠ 21 હજાર રૂપિયાના દરે બે ટિકિટના 42 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 24 કલાક પછી પણ ટિકિટ અંગે કોઈ માહિતી ન મળતા વૈશાલીબેને PMOનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી જાણવા મળ્યું હતું કે પ્રિન્સ નામનો કોઈ કર્મચારી પીએમઓમાં કામ કરતો નથી.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુક્રેનમાં હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે, જેમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ સામેલ છે. વિદિશાની રહેવાસી સૃષ્ટિ વિલ્સન યુક્રેનના કિવમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. જ્યાં આજે સવારથી જ ધડાકાના અવાજો ગુંજી રહ્યા છે. સૃષ્ટિ ખૂબ ડરી ગઈ છે, તે જલ્દીથી જલ્દી પોતાના દેશ ભારત આવવા માંગે છે. પરંતુ અહીં આવવાના તમામ રસ્તાઓ તેમના માટે બંધ હોય તેવું લાગે છે.