ગાંધીનગર
પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની ભાજપે ટિકિટ કાપી
બીજેપી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વધુ ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ખેરાલુમાં સરદારસિંહ રાણા ગરબાડાથી મહેન્દ્ર ભાંભોર અને માણસા વિધાનસભા બેઠક માટે જયંતિ પટેલને ટિકિટ આપી છે જયારે પૂર્વ મંત્રી યોગેશ પટેલની માંજલપુર બેઠક માટે બીજેપી ઉમેદવાર નક્કી કરી શકી નથી.ત્યારે નોંધનીય છે કે માણસા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી કોંગ્રેસ છોડી વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ભાજપમાં જોડાયા હતા તેઓને બીજેપી એ વર્ષ 2017માં માણસા વિધાનસભા બેઠક પર થી ટિકિટ આપી હતી જોકે તેઓ હારી ગયા હતા.આ વખતે ભાજપે તેમને ટિકિટથી વંચિત રાખ્યા છે..