ગાંધીનગર
ગાંધીનગરમાં પુર્વ પ્રધાનના કુતરાનો ત્રાસ
ગાંધીનગરમાં પુર્વ પ્રધાનના કુતરાનો ત્રાસ
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ગાંધીનગરમાં પુર્વ કેબીનેટ પ્રધાનના ઘરે અવેજીમાં એક સુરક્ષા કર્મચારી ફરજ બજાવવા પહોચ્યા હતા,
તેઓ ફોમમાંને ફોમમાં સલમાન ખાનની બોડીગાર્ડ ફિલ્મની જેમ એન્ટ્રી મારતા પહોચ્યા અને સ્ટાઇલમાં
એમણે મુખ્ય દરવજો ખોલ્યો, પણ તેમને ક્યાં ખબર હતી સામે તેમનો સુપર બોસ આવકારવા તૈયાર છે આ સુપર બોસ ઉપર પુર્વ પ્રધાનના
સરકારી બંગલાની સુરક્ષાની જવાબદારી છે, તેઓ અજાણ્યા ઇસમને ઘુસવા દેતા નથી,
સુરક્ષા કર્મચારી પુર્વ કેબીનેટ પ્રધાનના ઘરે સુરક્ષાનો ચાર્જ લે એ પહેલા જ, તેની પોતાની સુરક્ષા
જોખમાઇ ગઇ,, કારણ કે સુરક્ષા કર્મી કઇ સમઝે તે પહેલા સુપર બોસે તેમના ઉપર હુમલો કરી દીધો
આ સુપર બોસ બીજો કોઇ નહી પણ પુર્વ પ્રધાનનો લાડીલો શ્વાન છે, જેણે આ સુરક્ષા કર્મચારીને બચકા ભરી લીધા,,
માંડ માંડ આ કર્મી પોતાનો જીવ બચાવી ભાગ્યા અને સીધા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોચ્યા અને ડુટીમાં બે ઇંજેક્શન લીધા
અને હવે તેઓ ભગવાનથી પ્રાર્થના કરી રહ્યા છે, કે તેમને આ શ્વાનથી બચાવે અને અન્ય કોઇ સ્થળે બદલી કરી દેવામાં આવે,,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના નેતા રાઠ ઠાકરેની પત્નીને પણ તેમના જ પાળેલા શ્વાને કરડી ખાધુ હતું